આજે મોટાભાગે લોકોની જીવન શૈલી ખુબ જ બદલાઈ ગઈ છે, તેવા સમયમાં વ્યક્તિ અને કે બીમારીના શિકાર બનતા હોય છે, આવી સ્થતિમાં ઘણા લોકોના શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધી ગયેલ જોવા મળતું હોય છે, જેથી આજે ઘણા લોકો પરેશાન રહેતા હોય છે.
યુરિક એસિડ વધવાની સમસ્યા અનિયમિત ખોરાક ખાઈ લેવો અને ખરાબ જીવન શૈલી હોવાના કારણે થઈ શકે છે. તમને જણાવી દઉં કે જયારે હસરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધવા લાગે છે ત્યારે તે ખુબ જ ગંભીર સમસ્યા માનવામાં આવે છે.
કારણકે જયારે પણ યુરિક એસિડ વધી જાય છે આવા સમયમાં સંધિવા, ઘુંટણ, અંગુઠા, ઢીચણમાં દુખાવા અને સોજાની સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. આવા સમયમાં વ્યક્તિ અનેક પ્રકારની દવાઓ પણ ખાતા હોય છે, આ સાથે તમે કેટલાક ઘરેલુ ઉપાય અપનાવશો તો વધી ગયેલ યુરિક એસિડ કંટ્રોલમાં આવી જશે.
આજે અમે તમને યુરિક એસિડને કંટ્રોલમાં કરવા માટેની એક ઔષધિ વિષે જણાવીશું જેની રોજે એક ચમચી ખાઈ શકો છો. આ ઔષઘીનું નામ અશ્વગંઘા છે, જે યુરિક એસિડ ને કંટ્રોલ કરવાની સાથે ઘણી બધી બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે. અશ્વગંઘા નો ઉપયોગ અનેક જડીબુટીઓ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. આ માટે આજે અમે તમને યુરિક એસિડને કંટ્રોલ કરવા માટે એનો ઉપયોગ કઈ રીતે કરવો તેના વિષે જણાવીશું.
વધી ગયેલ યુરિક એસિડને કંટ્રોલ કરવા માટે સૌથી અશ્વગંઘાનું ચૂરણ સૌથી અસરકારક સાબિત થશે. જે સંધિવા થતા દુખાવા અને બળતરામાં ખુબ જ ઝડપથી આરામ આપવામાં મદદ કરે છે. આ માટે તમે એક ચમચી શુદ્ધ દેશી મધમાં એક ચમચી અશ્વગંઘા ચૂરણ મિક્સ કરી લો,
ત્યાર બાદ આ ચૂરણ ને ખાઈ લેવાનું છે, આમ કરવાથી યુરિક એસિડ નિયત્રંણમાં રહે છે. આ ઉપરાંત તમે આ ચૂરણ નું સેવન દૂધ સાથે પણ કરી શકો છો, આ માટે તમારે રાતે સુવાના થોડા સમય પહેલા એક ગ્લાસ દૂધ હૂંફાળું ગરમ કરી લેવાનું છે અને તેમાં આ ચૂરણની એક ચમચી મિક્સ કરી લો, ત્યાર પછી દૂધ પી જવાનું છે.
જે વધી ગયેલ યુરિક એસિડના પ્રમાણ ને કંટ્રોલમાં રાખવામાં મદદ કરી શકે છે. જે સંધિવામાં ધણી રાહત આપે છે. આ ઉપરાંત સાંઘાના દુખાવા, ઢીચણ ના દુખાવા, ઘુંટણ ના દુખાવા અને સોજામાં ને ઘટાડવામાં ઘણી રાહત આપી શકે છે.
યુરિક એસિડ ઉપરાંત અશ્વગંઘાનો ઉપયોગ કરીને વજન ઘટાડવા માટે પણ કરી શકાય છે. આ માટે એક ગ્લાસ દૂધને હૂંફાળું ગરમ કરીને તેમાં એક ચમચી મધ મિક્સ કરી ને સારી રીતે હલાવી લો, ત્યારબાદ તેમાં એક ચમચી અશ્વગંધા ચૂરણ મિક્સ કરીને પી જવાનું છે. આમ કરવાથી પેટની ચરબીને ઘટાડવામાં મદદ કરે છે અને વજન ને નિયત્રંણમાં લાવે છે.
જો તમે ડાયબિટીસ હોય તો મધ નો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત ડોત્રની સલાહ લઈને આ પીણું પીવું જોઈએ. જો તમે અશ્વગંઘા ચૂરણનું સેવન દૂઘ સાથે કરો છો તો તે શરીરમાં આવી ગયેલ કમજોરીને દૂર કરે છે અને શરીરમાં ભરપૂર શક્તિ અને તાજગી આપી નબળાઈને દૂર કરે છે.
ઘણા લોકો શારીરિક કમજોરીનાં શિકાર હોય છે તેવા લોકો નિયમિત પણે રાતે દૂધમાં ચૂરણ પાવડર મિક્સ કરીને પીવે તો શારીરિક દરેક સમસ્યા દૂર થાય છે અને શરીરને અંદરથી મજબૂત બનાવે છે.
અહીંયા આપવામાં આવેલ માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે જેથી તમે કોઈ પણ બીમારીના શિકાર હોય તો ડોક્ટર અથવા તો નિષ્ણાત ની સલાહ લઈ પછી જ સેવન કરી શકો છો.