ઋતુ પ્રમાણે ફળોનું સેવન કરવું આપણી હેલ્થ માટે ખુબજ ફાયદાકરાક છે. ફળો વિટામીન, મીનિરલ્સ અને એન્ટી ઓક્સિડેન્ટ્સનો એક સારો સ્ત્રોત છે. ફળ ખાવાથી શરીરનો વિકાસ ઝડપથી થાય છે. પરંતુ કેટલાક લોકો ફળો ખાવામાં કન્ફ્યુઝન અનુભવે છે.
કેટલાંક લોકો ફળોને કોને કંફ્યુજમાં રહે છે કે કયું ફળ શરીર માટે લાભદાયી છે. તો આ માહિતિમાં તમને એક એવા ફળ વિશે જણાવીશું , જે ફળ પોષકતત્ત્વોથી ભરપૂર હોવાની સાથે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરવા માટે પણ કામ આવે છે. તો આવુજ એક ફળ છે એવોકાડો જે આપણા સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકરાક છે.
એવોકાડો ને તમારા દરરોજ ના રૂટિનમાં સામેલ કરવાથી પાંચન તંત્ર, હૃદય, રોગ પ્રતિકારક ક્ષમતા વધારવાની સાથે જ હાડકાંઓનો વિકાસ કરે છે. આ સાથે તે કેન્સર અને ડિપ્રેશન વગેરે જેવી ગંભીર બીમારીના ખતરાને પણ ઓછો કરે છે.
પાચનમાં સુધારો કરે: આપણે જાણીએ છીએ કે મોટાભાગની સમસ્યાઓ પેટથી શરૂ થાય છે. એટલા માટે આપણું પેટ સ્વસ્થ રહે તે ખૂબ જ જરૂરી છે. આ માટે એવોકાડો તમારા પેટ માટે ખૂબ જ આરોગ્યપ્રદ ફળ છે. એવોકાડોમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. ફાઈબર યોગ્ય પાચનતંત્ર જાળવવામાં મદદ કરે છે.
એવોકાડોમાં મેગ્નેશિયમ સારી માત્રામાં હોય છે, જે આંતરડાને સરળ બનાવે છે અને કબજિયાતથી બચાવે છે. જો તમને અપચો, કબજિયાત કે પેટમાં જમ્યા પછી ભારેપણાની સમસ્યા હોય તો આ ફળ તમારા માટે ખૂબ જ મદદગાર સાબિત થશે.
આંખો માટે ફાયદાકારક: એવોકાડો આંખના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. એવોકાડોમાં વિટામિન A જોવા મળે છે જે આંખો માટે ખૂબ જ મહત્વપૂર્ણ પોષક તત્વ છે. વિટામિન A આંખોની રોશની તેજ કરવામાં મદદ કરે છે. આ સાથે, એવોકાડોમાં લ્યુટીન અને ઝેક્સાન્થિન નામના તત્ત્વો મળી આવે છે.
જે આંખોને તેજસ્વી પ્રકાશની ઈજાથી બચાવે છે અને મુક્ત રેડિકલથી પણ છુટકારો મેળવે છે. આ ઉપરાંત એવોકાડોનું સેવન કરવાથી આંખોનો તણાવ પણ ઓછો થાય છે. આથી જો તમારી આંખો નબળી હોય તો અવશ્ય એવોકાડોનું સેવન કરો.
મગજનો વિકાસ કરે: એવોકાડો તમારા માનસિક સ્વાસ્થ્યમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે મગજના વિકાસને પ્રોત્સાહન આપે છે. એવોકાડો અલ્ઝાઈમર રોગનું જોખમ પણ ઘણી હદ સુધી ઘટાડે છે. તે એક પૌષ્ટિક મોનોસેચ્યુરેટેડ ફેટી ફળ છે. તેનાથી શરીરમાં લોહીનો પ્રવાહ પણ સુધરે છે.
તમે જાણતા હશો કે સ્વસ્થ રક્ત પ્રવાહને કારણે મગજ પણ સ્વસ્થ રહે છે. ઘણા સંશોધનમાં, એવું જાણવા મળ્યું છે કે પુખ્ત વયના લોકોમાં દરરોજ એક એવોકાડો ખાવાથી તેમનીં યાદશક્તિ અને કુશળતામાં સુધારો થાય છે. કારણકે તેમાં રહેલા પોષક તત્વો મગજને વેગ આપે છે.
હાડકાંને મજબૂત બનાવે : એવોકાડો હાડકા માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે તમારા હાડકાંને મજબૂત બનાવવાનું કામ કરે છે. એવોકાડોમાં મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને મેંગેનીઝ મળી આવે છે, જે ઓસ્ટીયોપોરોસીસ અને આર્થરાઈટીસનું જોખમ ઘટાડે છે
સાથે જ તેના સેવનથી શરીરમાં કેલ્શિયમ ઘટવાની શક્યતા પણ ઘટી જાય છે. આ સાથે એવોકાડોમાં વિટામિન K અને ઝિંક પણ જોવા મળે છે. વિટામિન K અને ઝિંક કેલ્શિયમને શોષવામાં મદદ કરે છે.
એનર્જી બૂસ્ટર તરીકે કામ કરે: એવોકાડો શરીરમાં પોષક તત્વોને શોષવામાં ઘણી મદદ કરે છે. તેનાથી શરીરનું એનર્જી લેવલ વધે છે. એટલા માટે એવોકાડોને એનર્જી બૂસ્ટર ફ્રુટ પણ કહી શકાય. તેમાં રહેલું કાર્બોહાઇડ્રેટ શરીરમાં એનર્જી લેવલને જાળવી રાખે છે. એવોકાડોમાં વિટામિન A, વિટામિન B1, વિટામિન B2, વિટામિન B6 , ફોલેટ, વિટામિન C, વિટામિન E અને વિટામિન K હોય છે, જે થાક, નબળાઈ અને માથાનો દુખાવો વગેરે સામે રક્ષણ આપે છે.
વજન ઘટાડવું: જો તમારું વજન વધુ છે અને તમે વજન ઓછું કરવા માંગો છો, તો તમારા આહારમાં એવોકાડો અવશ્ય સામેલ કરો. ફાઈબરથી ભરપૂર એવોકાડો તમારા પાચનની પ્રક્રિયાને ધીમી કરે છે અને પેટને ભરેલું રાખે છે. આના કારણે તમને જલ્દી ભૂખ નથી લાગતી અને તમારા શરીરમાં એનર્જી લેવલ પણ જળવાઈ રહે છે. આ ઉપરાંત, તે પેટની ચરબી ઘટાડવામાં પણ મદદ કરે છે.
ડિપ્રેશનના લક્ષણોમાં ઘટાડો કરે: એવોકાડો ખાવાથી ડિપ્રેશનના લક્ષણો ઓછા થાય છે. એવોકાડો ફોલેટથી ભરપૂર હોય છે. ફોલેટ શરીરમાં હોર્મોન્સને સંતુલિત કરે છે, જેનાથી મગજમાં રક્ત પરિભ્રમણ અને પોષક તત્ત્વોની સારી ડિલિવરી થાય છે. શરીરમાં ફોલેટનો અભાવ હોર્મોનલ અસંતુલનનું કારણ બની શકે છે, જે ઊંઘ, મૂડ, વજન વગેરેને અસર કરી શકે છે.
હૃદય ના સ્વાસ્થ્ય માટે: એવોકાડો એક મોનોસેચ્યુરેટેડ ફળ છે. તેમાં રહેલું સારું ફેટ્સ શરીરના ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. તેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. એવોકાડોના B વિટામિન્સ હાર્ટ સ્ટ્રોક અને અન્ય હૃદય રોગ સામે રક્ષણ આપે છે. મેગ્નેશિયમ હૃદયને સ્વસ્થ અને જાળવવામાં પણ મદદ કરે છે. એવોકાડો ખાવાથી શરીરમાં લોહીનો પ્રવાહ સુધરે છે.