આજની બદલાયેલી જીવનશૈલીના કારણે દરેક લોકો જુદી જુદી સમસ્યાઓથી પરેશાન હોય છે. ગેસ્ટ્રિકની સમસ્યા એવી સમસ્યા છે જેનાથી દુનિયાના મોટાભાગના લોકો આજે પરેશાન છે. હેલ્થ એક્સપર્ટના મતે જો ફૂડ અને લાઈફસ્ટાઈલમાં કોઈ ફેરફાર ન કરવામાં આવે તો ઉંમર સાથે આ સમસ્યા વધે છે.
આપણને ખાધા પછી ઓડકાર આવવો, પેટમાં ગેસ થવો, શ્વાસ લેવામાં તકલીફ થવી, પેટમાં દુખાવો થવો, ઓડકાર આવવો, પેટ ફૂલવું, પેટમાં સોજો આવવો, ખાટા ઓડકાર, કબજિયાત અને ઝાડા વગેરે ગેસ્ટ્રિકની સમસ્યાના લક્ષણો છે.
ખાવાની ખોટી આદતો, વધારે મસાલેદાર ખોરાકનું સેવન, ખોરાક યોગ્ય રીતે ન ચાવવો, પાચનની સમસ્યા, સ્ટ્રેસ અને તણાવ જેવા ઘણા કારણોને લીધે ગેસ્ટ્રિકની સમસ્યા થાય છે. નિષ્ણાત ડો.ના જણાવ્યા અનુસાર, ગેસ્ટ્રિક સમસ્યાઓના કિસ્સામાં અમુક ખોરાકનું સેવન ઝેર જેવું કામ કરે છે. તો આવો જાણીએ કે ગેસ્ટ્રિકની સમસ્યામાં કયો ખોરાક ટાળવો જોઈએ.
ફાસ્ટ ફૂડ ટાળો : ગેસ્ટ્રિકથી પીડાતા લોકોએ ફાસ્ટ ફૂડનું સેવન ટાળવું જોઈએ. ફાસ્ટ ફૂડમાં ફાઈબરની માત્રા ઓછી હોય છે, જેના કારણે પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરતું નથી અને પાચનક્રિયા પર ભાર પડે છે. આ ખોરાક કબજિયાતની સમસ્યામાં વધારો કરી શકે છે અને પાઈલ્સનું કારણ બની શકે છે. જે લોકોને ગેસ્ટ્રિકની સમસ્યા હોય તેમણે ફાસ્ટ ફૂડનું સેવન ટાળવું જોઈએ.
બીન્સ ટાળો : જે લોકોને ગેસની સમસ્યા હોય તેમણે બીન્સનું સેવન ટાળવું જોઈએ. બીન્સ ની અંદર રેફિનોઝ હોય છે, જેના કારણે તે સરળતાથી પચી શકતું નથી. જ્યારે રેફિનોઝ નાના અને મોટા આંતરડામાંથી પસાર થતા બેક્ટેરિયા દ્વારા તૂટી જાય છે, ત્યારે તે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન જેવો ગેસ ઉત્પન્ન કરે છે. જો તમને પેટની સમસ્યા હોય તો તેનું સેવન કરવાનું ટાળો.
ઠંડા પીણાં ટાળો: જો તમને એસિડિટીની સમસ્યા હોય તો ઠંડા પીણાનું સેવન કરવાનું ટાળો. કોલ્ડ ડ્રિંક્સનું સેવન તમારા પેટની લાઇનિંગને નુકસાન પહોંચાડે છે. જો તમને ખાધા પછી ઠંડા પીણા પીવાની આદત હોય તો તેને તરત જ બદલી નાખો.
સાઇટ્રસ ફળોના સેવનથી સમસ્યા વધી શકે છેઃ જે લોકોને ગેસની સમસ્યા હોય તેમણે અનાનસ, નારંગી, ટામેટા, લસણ, ડુંગળી, દ્રાક્ષ જેવા ખાટાં ફળોનું સેવન ટાળવું જોઈએ. ખાટાં ફળો ઉપરાંત, તમારે કોફી, ઠંડા પીણા, ટામેટાંનો રસ, આલ્કોહોલનું સેવન પણ ટાળવું જોઈએ.
જો તમને પણ પેટ ફૂલવું કે કબજિયાની સમસ્યા રહે છે તો અહીંયા જણાવેલી વસ્તુઓનું સેવન કરવાનું ટાળો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને જરૂરથી આગળ મોકલો.