જો ચા સાથે ગરમ નાસ્તો મળી જાય તો તેનો ટેસ્ટ વધુ વધે છે. સવારનો નાસ્તો હોય કે સાંજનો, ચા વગર અધૂરો લાગે છે. જો ઘરમાં કોઈ મહેમાન આવે તો ચાની સાથે નાસ્તો પણ આપવામાં આવે છે. જો તમે પણ ચા સાથે નાસ્તો ખાવાનું પસંદ કરતા હોવ તો થોડા સાવચેત રહો કારણ કે ચા સાથે કેટલીક વસ્તુઓનું સેવન નુકસાનકારક સાબિત થઈ શકે છે.

વાસ્તવમાં લોકો ચા સાથે કોઈ પણ વસ્તુનું સેવન કરતા હોય છે પરંતુ એવું ન કરવું જોઈએ. આજે અમે તમને એવી કેટલીક વસ્તુઓ વિષે જણાવીશું જેનું સેવન ચા સાથે ન કરવું જોઈએ. તો આવો જાણીએ, ચા સાથે શું ખાવાનું ટાળવું જોઈએ.

1. ચણાના લોટની બનેલી વસ્તુઓ ખાવાનું ટાળો : ઘણીવાર લોકો ચા સાથે પકોડા, નાસ્તો વગેરે ખાવાનું પસંદ કરે છે, જે ચણાના લોટનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. જો ચણાના લોટમાંથી બનેલી વસ્તુઓનું સેવન ચા સાથે કરવામાં આવે તો તેનાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.

2. ઠંડી વસ્તુઓ ન ખાઓ: ચા સાથે કોઈ પણ ઠંડી વસ્તુ ન ખાવી. અથવા ચા પીધા પછી તરત જ ઠંડી વસ્તુઓ ખાવાનું ટાળો. વાસ્તવમાં, વિવિધ અસરોવાળી વસ્તુઓ એકસાથે ખાવાથી પાચનતંત્ર નબળું પડી શકે છે.

3. હળદર યુક્ત ખોરાક ખાવાનું ટાળો: ચા સાથે હળદર યુક્ત ખોરાક ટાળવો જોઈએ. તેનાથી પેટમાં ગેસ, કબજિયાત જેવી સમસ્યાઓ થઈ શકે છે. જો તમે પણ ચા સાથે હળદર યુક્ત ખોરાક ખાતા હોય તો બંધ કરો.

4. આયર્ન યુક્ત શાકભાજી ન ખાઓ: ચા સાથે લીલા શાકભાજીનું સેવન સ્વાસ્થ્ય માટે ભરી પડી શકે છે. ચા સાથે આયર્નથી ભરપૂર વસ્તુઓ ટાળવી જોઈએ. વાસ્તવમાં, ચામાં રહેલા ટેનીન ઓક્સાલેટ આયર્નને શોષવાથી અટકાવે છે.

5. લીંબુ અને ચાના પાંદડાને એકસાથે ન મિક્સ કરો : ઘણીવાર લોકો સવારે ખાલી પેટે લીંબુવાળી ચા પીવાનું પસંદ કરે છે, પરંતુ ચાની પત્તીમાં લીંબુનો રસ ઉમેરવાથી ચા એસિડિક બની શકે છે. આનું સેવન કરવાથી પેટમાં સોજો આવી શકે છે. વધુ સારું છે કે તમે આ ચા પીવાથી બચો.

જો તમે પણ ચા સાથે અહીંયા જણાવેલ વસ્તુઓનું સેવન કરો છો અથવા વિચારી રહ્યા છો તો આજથી બંધ કરો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રોને જણાવો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *