આજના સમયમાં એક બીમારી કેન્સર, જે દિવસે ને દિવસે વધતી જોવા મળે છે. આ એક એવી બીમારી છે જેનું પરિણામ ઘણીવાર ખુબજ ગંભીર જોવા મળે છે. કેન્સર ઘણા બધા પ્રકારનું હોય છે, પરંતુ આપણી જીવનશૈલીમાં કેટલાક ફેરફાર કરીને કેન્સરથી બચી શકાય છે. તો ચાલો જાણીએ કે કેન્સરથી બચવા માટે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ.
કેન્સરથી બચવા શું ખાવું- કેન્સરથી બચવા શું ખાવું? ફળો: ફળોના સેવનથી કેન્સરનો ખતરો ઘટાડી શકાય છે. વિટામિન સી અને ફાઈબરથી ભરપૂર ફળોનું સેવન સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. વિટામિન સી અને સીઝનમાં આવતા દરેક ફળ ખાવાથી કેન્સરનો ખતરો ટાળી શકાય છે
ટામેટા: ટામેટા દરેક એવી શાકભાજી છે જે દરેકના ઘરમાં દરરોજ વપરાતી વસ્તુ એક છે. ટામેટાંમાં લાઈકોપીન જોવા મળે છે આ સાથે જ તેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ પણ જોવા મળે છે, જે કેન્સરના જોખમ સામે લડવામાં મદદ કરે છે.
ગ્રીન ટી: લીલા રંગનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. ગ્રીન ટીમાં EGCG નામનું એન્ટીઑકિસડન્ટ હોય છે, જે મુક્ત રેડિકલ સામે લડવામાં અને બળતરા ઘટાડવામાં મદદ કરી શકે છે.
હવે જાણીએ કેન્સરથી બચવા માટે કઈ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ: સિગારેટ: ધુમ્રપાન કરવું એ શરીરમાં રોગોને આમંત્રણ આપવા જેવું છે. કોઈ પણ પ્રકારનું નાનામાં નાનું વ્યસન શરીરને નુકશાનકારક સાબિત થાય છે.
સિગારેટના વધુ પડતા સેવનથી શરીરને નુકશાન થાય છે. સિગારેટનું વધુ પડતું સેવન અને ધૂમ્રપાન માત્ર સ્વાસ્થ્ય પર જ નહીં પરંતુ કેન્સરનું જોખમ વધારવામાં પણ કામ કરે છે.
તળેલા ખોરાક: આપણને બધાને તળેલું ભોજન ગમે છે. પરંતુ, વધુ તેલયુક્ત ખોરાકનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે. કેન્સરના દર્દીઓએ તળેલી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ.
દારૂ-:આજના સમયમાં આલ્કોહોલ એક ફેશન બની ગઈ છે જે દરેક ઉંમરના લોકો સેવન કરતા જોવા મળશે, પરંતુ દારૂનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. દારૂ પીવાથી તમારું શરીર અંદરથી ધીરે ધીરે ખોખલું થઇ જાય છે. તેથી દરેક લોકોએ દારૂના સેવનથી દૂર રહેવું જોઈએ.
અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે. આવી જ માહિતી વાંચવા માટે ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો.