ઘણા લોકો ને અસ્થમા, દમ, વારે વારે શ્વાસ ચડવાની સમસ્યા ને દૂર કરવા માટે આજે કેટલાક દેશી ઉપચાર જણાવીશું. ઘણી વખત કેટલાક લોકોને હાલત ચાલતા શ્વાસ લેવામાં તકલીફનો સામનો કરવો પડતો હોય છે.
અસ્થમા અને દમની સમસ્યા હોય તે વ્યક્તિ થોડું પણ પરિશ્રમ કરતા હોય તો તેમને વારે વાર થાક લાગતો હોય છે, આ ઉપરત ઘણા લોકો થોડું ચાલે અથવા તો ઉતાવરથી ચાલતા હોય છે અને હાફ ચડવા લાગે જેથી શ્વાસ લેવામાં તકલીફનો સામનો કરવો પડતો હોય છે.
દમ, અસ્થમા અને વારે વારે શ્વાસ ચડવાની જે સમસ્યા છે તેને દૂર કરવા માટે આજે અમે તમને ઘરેલુ ઉપાય જણાવીશું. આ ઉપાય તમારા માટે ખુબ જ અસરકારક સાબિત થશે. આ ઉપાય એકદમ સરળ છે જે શ્વાસ ચડવાની સમસ્યાને દૂર કરી દેશે.
શ્વાસ ની બીમારીમાં કાળામરી ખુબ જ અસરકારક સાબિત થાય છે. આયુર્વેદમાં કાળામરી દવા નું કામ કરે છે. આ માટે સૌથી પહેલા 10 કાળામરી લઈ લેવાના છે. ત્યાર પછી તે કાળામરીને પીસીને ભૂકો કરી લેવો. હવે દોઢ ચમચી દેશી મઘ લઈ લેવું, હવે આ દેશી મઘમાં કાળામરીનો ભૂકો મિક્સ કરી લો.
આ બંને મિક્ષણને બે મિનિટ સુઘી હલાવીને બરાબર મિક્સ કરી પેસ્ટ તૈયાર કરી લો. હવે આ પેસ્ટને સવારે અને સાંજે બે ટાઈમ લેવાની છે. આ પેસ્ટને આગળીની મદદથી ચાટી જવાનું છે. આ પેસ્ટને જમવાના એક કલાક પહેલા ખાવાની છે.
આ ઉપાય જામી ગયેલ કફને દૂર કરીને શ્વાસ લેવામાં થતી તકલીફ ને દૂર કરે છે. આ ઉપાય તમે ઘરે સરળતાથી બનાવી શકો છો. આ ઉપાયને અજમાવાથી જેમને વારે વારે શ્વાસ ચડવાની સમસ્યા છે તેમાં ખુબ જ સારું રિઝલ્ટ જોવા મળે છે. જેથી શ્વાસ ની બીમારીમાં છુટકાળો મેળવી શકાય છે.
દમ અને અસ્થમા ની સમસ્યા હોય તેમના માટે તજ ખુબ જ કારગર સાબિત થશે. આ માટે ઘરે જ તજ લાવીને તજનો પાવડર બનાવી લેવો. હવે એક ચમચી દેશી મધ અને ચમચીનો 1/4 ભાગ તજ પાવડર મિક્સ કરીને હલાવીને પેસ્ટને તૈયાર કરી લો. હવે આ પેસ્ટને દિવસમાં બે વખત સવારે અને સાંજે કરવાનું છે.
આ ઉપાય અપનાવાથી દમ અને અસ્થમા ના રોગમાં ઘણી રાહત મળે છે. ઘીરે ઘીરે આ સમસ્યામાંથી છુટકાળો મળી જશે. આ ઉપાયમાં માત્ર શુદ્ધ દેશી મઘ નો જ ઉપયોગ કરવાનો રહેશે જેથી તમને ખુબ જ સારું પરિણામ જોવા મળશે. ઘરે બનાવેલ આ પેસ્ટ કફને છૂટો કરીને દમ અને અસ્થમા માં થતી શ્વાસની તકલીફમાં રાહત અપાશે.
જો તમને દમ, અસ્થમા અને ચાલતા ચાલતા શ્વાસ ચડવાની સમસ્યા હોય આ ઉપાય અજમાવાથી આ દરેક સમસ્યા માંથી છુટકાળો મેળવી શકશો. આ ઉપાય એકદમ આયુર્વેદિક છે જે તમે ઘરે સરળતાથી કરી શકો છો. આ ઉપાય ખૂબ જ અસરકારક સાબિત થશે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.