આજકાલની આપણી વ્યસ્ત જીવનશૈલી અને અનિયમિત ખાણી પીણી ના કારણે પથરીની સમસ્યા ઘણી વઘવા લાગી છે. શરીરમાં પથરી કોઈ પણ સમયે અને ગમેતે વ્યક્તિને થઈ શકે છે.
મોટાભાગે ઘણા લોકોને પિત્તમાં પથરી, મૂત્રાશયમાં પથરી, કિડનીમાં પથરી ની સમસ્યા થતી હોય છે. ઘણા લોકો પથરીને કાઠવા માટે દવાનો ઉપયોગ કરે છે તો ઘણા લોકો પથરીનું ઓપરેશન કરાવીને પણ નીકાળી દે છે.
પિત્તની પથરી કે કિડનીમાં પથરી જેવી અન્ય કોઈ જગ્યાએ પથરી હોય તો તેને દવા વગર કેટલાક ઘરેલુ આયુર્વેદિક નુસખાથી પણ પથરીથી છુટકાળો મેળવી શકાય છે.
ઘણા લોકોને પથરીની સાઈઝ અલગ અલગ જોવા મળતી હોય છે. જેમ કે, ઘણા લોકોને 1 mm થી 4mm ની પથરી હોય છે, તો ઘણા લોકોને 8 mm કે 10 mm કરતા પણ વઘારે હોઈ શકે છે.
આજે અમે તમને આયુર્વેદિક ઘરેલુ ઉપાય જણાવીશું જેનો ઉપયોગ કરવાથી તમારી પથરી માત્ર 7-10 દિવસમાં જ ભૂકો થઈને બહાર નીકળી જશે. તો ચાલો જાણીએ ઘરેલુ ઉપાય વિશે.
આ ઉપાય માટે સૌથી પહેલા ડુંગળી લેવાની છે. જે દરેકના ઘરે સરળતાથી મળી રહેશે. તો સૌથી પહેલા એક ડુંગળી લઈ લો, તે ડુંગળીના ઉપર ના ફોતરાં કાઠી લો, ત્યારબાદ તે ડુંગળીના નાના ટુકડા કરી દો.
હવે તે ડુંગળીને એક પેન માં નાખી અને એક ગ્લાસ પાણી ઉમેરો. હવે તેને ઘીમા ગેસ પર ગરમ કરવા મૂકી દો. જયારે પાણી બરાબર ઉકળી જાય ત્યારે ગેસને બંઘ કરી દો. ત્યારબાદ તેને થોડું ઠંડુ થવા દો.
ત્યાર પછી સાકરને મિક્સરમાં પીસી દો, એક ચમચી પીસેલી સાકાર તે પાણીમાં મિક્સ કરી દો. ખાંડનો ઉપયોગ ના કરવો. ત્યારબાદ એક લીંબુ નો રસ પણ ઉમેરવું. હવે તે પીણાને ગાળી દેવું.
ડુંગળીમાં વિટામિન-ડી અને પોટેશિયમ મળી આવે છે જે પથરીને વઘતી રોકે છે. આ પીણામાં લીંબુનો રસ એટલા માટે એડ કરવાનું છે કે તેમાં સાઈટ્રિક એસિડનું પ્રમાણ વઘારે હોય છે. જે શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટવા નથી દેતું.
પથરીના દુખાવામાં લીંબુનો રસ પીવામાં આવે તો દુખાવામાં રાહત મળશે. આ પીણાંનું સેવન રાત્રે સૂતા પહેલા કરવાનું રહેશે. આ પીણાંનું સેવન નિયમિત કરવામાં આવે તો પથરી નો ઝડપથી ભૂકો કરીને બહાર કાઠવામાં મદદ કરશે. દવા વગર પથરીને બહાર નીકાળવા માટે આ પીણું ખુબ જ અસરકારક સાબિત થશે.