ઘણા લોકોનું વજન અનિયમિત રીતે વઘી રહ્યું હોય છે કે પછી ચરબી વધી રહી હોય છે. મોટાભાગે લોકો કમરની ચરબી અને પેટની ચરબી થી વધુ પરેશાન રહેતા હોય છે. વજન અને ચરબી વધવાથી મોટાભાગે લોકો ખુબ જ હેરાન થઈ જતા હોય છે.
ઘણા લોકો વજન ઘટાડવા માટે કેટલીક કસરત, યોગા, ડાયટીંગ વગેરે કરતા હોય છે. પરંતુ આ બધા ઉપાય કર્યા વગર પણ એવા કેટલાક ઉપાય છે જેની મદદથી તમે સરળતાથી ચરબીને ઘટાડી ને વજન ને કંટ્રોલ કરી શકો છો.
જો તમે પણ વધારે પૈસાનો ખર્ચ કાર્ય વગર જ વજન ને ચરબીને ઘટાડવા ઈચ્છતા હોય તો આજે અમે તમને એવા કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું જે તમારી ચરબી અને વજન ને ઘટાડી દેશે. આ ઉપાય આયુર્વેદિક પદ્ધતિ અનુસાર જે ખુબ જ અસરકારક સાબિત થશે છે.
પહેલો ઉપાય: સવારે નરણાકાઠે ઉઠીને સૌથી પહેલા એક ગ્લાસ પાણીને ગરમ કરી લેવાનું છે ત્યાર પછી તેમાં બે અડધા લીંબુનો રસ મિક્સ કરીને પી જવાનું છે. આ ડ્રિન્કનું સેવન કરવાથી શરીરમાં જે વઘારાની ચરબી છે તેને ઘીરે ઘીરે દૂર કરવામાં મદદ કરે છે. માટે જો તમે આ ઉપાય 15 દિવસ સતત કરશો ઓ તમને ચોક્કસ ફરક જોવા મળશે.
આ ઉપરાંત ઘણા લોકોને લીંબુનું સેવન કરવાથી શરદીની એલર્જી થઈ જતી હોય છે. તેમને એક ગ્લાસ પાણીને ગરમ કરીને તે થોડું હણાયું થાય ત્યારે એક ચમચી મઘ અને અડધી ચમચી જેટલી સૂંઠ મિક્સ કરીને પી જવાનું છે. આ પીણાંનું સેવન કરવાથી વઘવાની જે સમસ્યા છે તેને ઘીરે ઘીરે ઓછી કરી દેશે.
બીજો ઉપાય: આ ઉપાય માટે મધ અને તુલસીની જરૂર પડશે. આ માટે સૌથી પહેલા એક ચમચી તુલસીનો કાઠીને લઈ લો, હવે તેમાં એક ચમચી દેશી શુદ્ધ મઘ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. હવે આ બંને વસ્તુ માંથી બનાવેલ પેસ્ટને સવારે ઉઠીને પી જવાનું છે. જેથી વજન કંટ્રોલમાં આવી જશે.
ત્રીજો ઉપાય: જમ્યાં પછી ઘણા લોકોને વરિયાળીનું સેવન કરવાની ટેવ હોય છે પરંતુ જો જમ્યા પછી વરિયાળીની જગ્યાએ એક ચમચી કાળા તલનું સેવન કરવામાં આવે પેટની વઘારાની ચરબી પણ ઓગળી જશે અને આપણા શરીરના નબળા પડેલા હાડકા પણ મજબૂત થઈ જશે.
ચોથો ઉપાય: હવે આ ઉપાય માટે તમારે એક તોલા જેટલી સૂંઠ લેવી અને એક ચમચી મઘ લઇ લેવું, હવે આ મધ માં 1 તોલા જેટલી સૂંઠ મિક્સ કરીને ચાટી જવાનું છે. આ પેસ્ટ ચાટી જવાથી આપણા પેટની ચરબી ઘટાડીને વજનને કંટ્રોલ કરશે. આ ઉપરાંત આપણા ફેફસામાં જામેલ કફ પણ છૂટો થઈ જશે.
પાંચમો ઉપાય: સવારે ઉઠીને સૌથી પહેલા એક ગ્લાસ જેટલું પાણીમાં લીંબુ મિક્સ કરીને પી જવાનું છે ત્યાર પછી તમારે સતત 30 મિનિટ ચાલવાનું છે. આમ કરવાથી તમારા પેટની ચરબી ઓછી થશે અને વજન પણ ઘટાડવા લાગશે. આ સિવાય તમે ચાલીને આવ્યા પછી થોડા યોગા કે કસરત કરવી હોય તો કરી શકો છો.
જો તમારે વધારે ચરબી અને વધારે વજન ની સમસ્યા હોય તો આ પાંચ ઉપાય તમારા માટે ખુબ જ અસરકારક સાબિત થશે. આ ઉપરાંત તમે આખા દિવસ દરમિયાન બંને એટલું ગરમ પાણીનું સેવન કરવું જોઈએ. જેથી તમારા શરીરની ચરબી ઝડપથી ઘટવા લાગશે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.