આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

back pain relief home remedies: આજે દરેક વ્યક્તિ ખુરશીમાં વધુ સમય સુધી બેસી રહીને કોપ્યુટર અને લેપટોપ માં કામ કરતા હોય છે, જેના કારણે દિવસ દરમિયાન વધારે સમય સુધી કામ કરવા બેસી રહેવું પડતું હોય છે. જેના કારણે કમરનો દુખાવો થતો હોય છે.

જયારે પણ કમરનો દુખાવો થાય છે ત્યારે ઊઠવા અને બેસવામાં ઘણી તકલીફનો સામનો કરવો પડતો હોય છે. આ સમસ્યા હાલમાં નાની વયની ઉંમરના લોકોમાં વધુ જોવા મળી રહ્યો છે જે ખુબ જ ચિંતાનો વિષય બની ગયો છે.

કમરના દુખાવા નો તાત્કાલિક ઈલાજ ના કરવામાં આવે તો તે ખુબ જ મુશ્કેલી વધારી શકે છે, કમરનો દુખાવો વધુ સમય રહેવાના કારણે થોડો સમય પણ સતત બેસી રહેવામાં મુશ્કેલી થઈ શકે છે. આ માટે કમરના દુખાવા તાત્કાલિક રાહત મેળવી ખુબ જ જરૂરી બની જાય છે.

કમરના દુખાવામાં રાહત મેળવવા માટે ઘણી અબ્ધી પેઇનકિલર પણ મળી આવે છે જે દુખાવામાં તાત્કાલિક રાહત આપશે. પરંતુ અને કાયમી માટે કમરના દુખાવા માંથી છુટકાળો મેળવવા નો છે આમાટે દવા વગર જ આ તેલનો ઉપયોગ કરવામાં આવે તો થોડા જ સમયમાં કમરના દુખાવા રાહત મેળવી શકાય છે.

શરીરમાં થતા કમરના દુખાવામાં લવિંગ નું તેલ ખુબ જ ફાયદાકારક છે. લવિંગ માં બળતરા વિરોધી ગુણધર્મો મળી આવે છે. જે સોજા અને દુખાવામાં ખુબ જ ઝડપથી રાહત આપવામાં મદદ કરે છે.

આ માટે લવિંગનું તેલ લઈને કમરના ભાગમાં લગાવી 5 મિનિટ સુધી માલિશ કરો. આવી રીતે દિવસમાં બે વખત લવિંગના તેલ વડે માલિશ કરી શકો છો, જે કમરના થતા દુખાવામાં ખુબ જ ઝડપથી આરામ આપશે,

આ લવિંગના તેલની માલિશ નિયમિત પાને રોજે કરવામાં આવે તો કમરના થતા દુખાવા કાયમી માટે દૂર કરી શકાય છે. આ ઉપરાંત તમે કમરના દુખાવાથી વધુ પરેશાન હોય તો તમે આ પેટનો ઉપયોગ પણ કરી શકો છો.

પેસ્ટ બનાવવા માટે સૌથી પેહલા કુંવારપાઠાની જેલ લેવાની છે ત્યાર પછી તેમાં બે ચમચી હળદર અને બે ચમચી આદુંનો તાજો રસ બનાવીને મિક્સ કરવાનું છે, હવે ત્રણે વસ્તુને બરાબર હલાવીને મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો.

હવે આ પેસ્ટને કમરના ભાગમાં લગાવી દો, આ પેસ્ટ લગાવ્યાના થોડા જ સમયમાં તમને ખુબ જ સારું પરિણામ જોવા મળશે, આ પેસ્ટ લગાવ્યાના
અડધા કલાક માં જ તમને દુખાવામાં આરામ મળશે તેવું મહેસુસ થશે નિયમિત પણે આ પેસ્ટ લાગવાથી કમરના દુખાવા દૂર થશે.

આ પેસ્ટ સોજા ને પણ દૂર કરવામાં ખુબ જ અસરકારક છે. શરીરમાં થતા કોઈ પણ દુખાવામાં આ પેસ્ટ અને લવિંગનું તેલ ખુબ જ લાભદાયક સાબિત થશે. જો તમે પણ પેઈન કિલર દીધા વગર જ દુખાવામાં રાહત મેળવવા માંગો છો તો આ ઉપાય તમારા માટે અકસીર સાબિત થશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *