બદામને પૌષ્ટિક આહાર માનવામાં આવે છે. બદામ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે, બદામ સ્વાદ અને અનેક ગુણોથી ભરપૂર છે, આયુર્વેદમાં બદામને બુદ્ધિ વર્ધક માનવામાં આવે છે. યોગ્ય માત્રામાં બદામ ખાવામાં આવે તો તેના અનેક ઘણા ફાયદાઓ થાય છે.
પરંતુ ઘણા લોકો એક દિવસમાં ઘણી બધી બદામ ખાઈ લેતા હોય છે એક સાથે વધારે બદામ ખાવાથી આપણા સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવતું નથી. બદામ ખાવાથી યાદશક્તિમાં વધારી શકાય છે. જેના કારણે બાળકો વધુ બદામ ખાતા હોય છે. બદામ ખાવાથી યાદશક્તિ વધારી શકાય છે પરંતુ તેને યોગય સમયે, યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં ખાવી જોઈએ.
બદામમાં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે. જે આપણા શરીરના વિવિધ અંગો માટે ખુબ જ લાભદાયક છે. આ માટે આજે અમે તમને દિવસ દરમિયાન કેટલી બાદમ ખાવી, ક્યારે ખાવી અને કેવી રીતે ખાવી તેના વિષે જણાવીશું. વધારે પ્રમાણમાં બદામ ખાવાથી આરોગ્યને થતા ફાયદા અને કેટલાક નુકસાન વિષે જણાવીશું.
બદામ માં વિટામિન-ઈ, વિટામિન-બી, મેગ્નેશિયમ, આયર્ન, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ્સ, ફાયબર, ફોસ્ફરસ જેવા તત્વોથી ભરપૂર છે. જે ઘણી બધી બીમારીઓ સામે લડે છે, જેમ કે કોલેસ્ટ્રોલ, મધુમેહ, હૃદય રોગ, કબજિયાત, ત્વચા, વાળ માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે.
બદામ રોજે ખાઈ શકાય છે, આ માટે 6-7 બદામને રોજે રાતે એક બાઉલમાં પાણી નાખી આખી રાત માટે પલાળીને રાખવાની છે, ત્યાર પછી સવારે ઉઠીને તેની ઉપરની છાલ નીકાળીને ખાલી પેટ ખાઈ લેવાની છે. પલાળેલ બદામ ખાવાથી એસિડિટી, કબજિયાત જેવી સમસ્યા થતી નથી.
બદામને નિયમિત પણે ખાવામાં આવે તો કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રણમાં રાખી શકીએ છીએ. નિષ્ણાતો અનુસાર જાણવા મળ્યું છે કે બદામમાં LDL કોલેસ્ટ્રોલના સ્તરને 15% ઓછું કરે છે, ડાયાબિટીસ દર્દી માટે બદામ ખુબ જ લાભદાયક છે,
માટે જેમને ટાઈપ-2 ડાયાબિટીસ હોય તેવા લોકોએ પલાળીને બદામનું સેવન કરવું જોઈએ જે સુગર લેવલને કંટ્રોલમાં રાખે છે અને મધુમેહ દ્વારા ફેલાતી અન્ય બીમારીથી બચાવે છે. બદામ માં હેલ્ધી ફેટ અને વિટામિન મળી આવે છે.
શરીરમાં ગ્લુકોઝ ની માત્રા વધારવામાં મદદ કરે છે જેથી શરીરમાં ભરપૂર એનર્જી મળી રહે છે. આપણા ધરના વડીલો પણ કહેતા હતા કે બાળકોને રોજે બદામ ખવડાવવી જોઈએ જેથી બાળકોનું મગજ તેજ રહે. તેમાં મળી આવતા વિટામિન-ઈ અને ઝીંક ખુબ જ સારા પ્રમાણમાં મળી આવે છે જે મગજની કોષિકાઓની કાર્ય ક્ષમતામાં વધારો કરે છે.
બદામ પોષક તત્વોથી ભરપૂર છે જે વજન ને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે, બદામના થોડા દાણા ખાવાથી આપણા પેટની ચરબીને દૂર કરે છે, જેથી વજન ઓછું કરવામાં મદદ કરે છે. 1 થી 5 વર્ષની ઉંમરના બાળકોને એક થી બે પલાળેલી બદામનું સેવન કરાવવું જોઈએ જેથી બાળકનો ખુબ જ સારો વિકાસ થશે.
બદામ માં ભરપૂર માત્રામાં ફાયબર મળી આવે છે ડાયજેશન ને સુધારીને કબજિયાતની સમસ્યાને દૂર કરે છે. બદામ માં કેલ્શિયમ મેગ્નેશિયમ પણ મળી આવે છે જે હાડકાને મજબૂત બનાવામાં મદદ કરે છે. જેથી હાડકાને લગતી અન્ય સમસ્યા પણ દૂર રહે છે.
ઓઈલી સ્કિન રહેતી હોય તો બદામના તેલની માલિશ કરવાથી ઓઈલી સ્કિન દૂર થાય છે અને સ્કિનમાં નિખાર લાવે છે. વાળને લગતી અનેક પ્રકરની સમસ્યા દૂર કરવા માટે બદામનું તેલ ખુબ જ ફાયદાકારક છે, જેમાં વિટામિન-ઈ, ઝીંક, જેવા તત્વો મળી આવે છે જેના કારણે વાળ ખરતા અટકાવી મજબૂત બનાવે છે.
બદામ રક્ત પ્રવાહને વધારવામાં મદદ કરે છે જેથી દરેક નસોમાં લોહી પહોંચે છે અને હૃદયને સ્વસ્થ અને હેલ્ધી બનાવે છે જેથી હાર્ટ અટેક અને બ્રેન સ્ટોક નું જોખમ ઘટાડે છે.
વધારે બદામ ખાવાથી પેટ અને આંતરડામાં સોજો આવી શકે છે, જેના કારણે પેટ ફૂલ્લે છે, આ ઉપરાંત શરીરમાં કમજોરી અને સુસ્તીનો અનુભવ પણ થઈ શકે છે. વધારે બદામ ખાવાથી તેમાં રહેલ ફેટની માત્રા વધારે થવાથી શરીર ભારે લાગે છે અને વજન વધવા લાગે છે.