બેકિંગ સોડાનો મોટેભાગે ઉપયોગ ત્વચાને ચમકાવવા માટે થાય છે. પરંતુ એકલા બેકિંગ સોડા એટલું વધુ અસરકારક રીતે કામ કરતું નથી જેટલું તેને બીજી વસ્તુઓ સાથે મિક્સ કરીને ઉપયોગમાં લેવામાં આવે.

તો આ આર્ટિકલમાં બેકિંગ સોડા સાથે મિક્સ કરીને બનાવવામાં આવતા ફેસ પેક વિષે તમને જણાવીશું. બેકિંગ સોડામાંથી ફેસ પેક કઈ રીતે બનાવવા અને કઈ રીતે ઉપયોગ કરવો વિષે તમને જણાવીએ.

1. બેકિંગ સોડા અને ગુલાબ જળ: આ એક ખૂબ જ મૂળભૂત પેક છે જે અસમાન રંગની સમસ્યાને દૂર કરે છે. આ પેક માટે બે ચમચી બેકિંગ સોડામાં ગુલાબજળને જરૂર મુજબ મિક્સ કરીને ઘટ્ટ પેસ્ટ બનાવો.

જ્યાં પણ ડાર્ક સ્પોટ હોય ત્યાં આ પેસ્ટ લગાવો અને 5 થી 10 મિનિટ માટે છોડી દો. સુકાઈ ગયા પછી, હૂંફાળા પાણીથી પેકને કાઢી લો. આ પેકનો ઉપયોગ કરવાથી ડાર્ક સ્પોટ્સ ઓછા થાય છે અને તમારી ત્વચા સાફ સુથરી થાય છે.

2. બેકિંગ સોડા અને એપલ સીડર વિનેગર: આ બંને સામગ્રી ડાર્ક સ્પોટ્સની સમસ્યાને દૂર કરીને ચહેરાની ચમક વધારવામાં અસરકારક છે. આ માટે ત્રણ ચમચી વિનેગરમાં બે ચમચી બેકિંગ સોડા મિક્સ કરો અને જો તમારી ત્વચા સંવેદનશીલ હોય તો વિનેગરમાં પાણી ઉમેરો.

ત્વચા જ્યાં પણ કાળી હોય ત્યાં આ પેસ્ટ લગાવો અને હળવા હાથે મસાજ કરો. સુકાઈ ગયા પછી ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં એક કે બે વાર આ પેકનો ઉપયોગ કરવો. આ પેકથી ડેડ સ્કિન દૂર થશે અને ત્વચાનો પ્રાકૃતિક પીએચ પણ જળવાઈ રહે છે. પેક દૂર કર્યા પછી મોઇશ્ચરાઇઝર જરૂરથી લગાવો.

3. બેકિંગ સોડા, લીંબુનો રસ અને નારિયેળ તેલ: લીંબુમાં હાજર વિટામિન સી, બેકિંગ સોડા સાથે મળીને, ત્વચાને વધુ ગોરી બનાવે છે. નાળિયેર તેલ ત્વચાની કોમળતા જાળવી રાખવાનું કામ કરે છે.

આ પેક બનાવવા માટે એક ચમચી ખાવાના સોડામાં 1/4 ચમચી નારિયેળ તેલ અને 3-4 ટીપાં લીંબુનો રસ મિક્સ કરો. ચહેરા પર અને ત્વચા જ્યાં કાળી હોય ત્યાં સરળતાથી મસાજ કરો. 5-10 મિનિટ સુધી રાખ્યા બાદ ચોખ્ખા પાણીથી ધોઈ લો. અસમાન રંગની સમસ્યાને દૂર કરવા ઉપરાંત, આ પેક ફ્રીકલ્સને દૂર કરવામાં પણ ખૂબ અસરકારક છે.

4. ખાવાનો સોડા અને ટામેટાંનો રસ: ટામેટામાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે અને સાથે જ તે કુદરતી બ્લીચિંગ એજન્ટ છે, તેથી તમે ડાર્ક સ્પોટ્સની સમસ્યાને દૂર કરવા માટે પણ આ પેકનો ઉપયોગ કરી શકો છો.

એક ચમચી બેકિંગ સોડામાં ટામેટાંનો એટલો રસ મિક્સ કરો કે તેનાથી જાડી પેસ્ટ તૈયાર થઈ જાય. ચહેરા પર, અંડરઆર્મ્સ, ઘૂંટણ, કોણીઓ પર જ્યાં પણ ત્વચા કાળી હોય ત્યાં લગાવો. સુકાઈ ગયા પછી પાણીથી ધોઈ લો અને પછી તેની અસર જુઓ.

અહીંયા જણાવેલ પેક એકદમ સરળ છે. તમારા શરીર ક્યાંય પણ કાળાશ હોય ત્યાં આ પેક લગાવી જરૂર ઉપયોગ કરો. અહીંયા જણાવેલી માહિતી સામાન્ય છે. કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ જરૂરથી લો. તમને આ માહિતી પસંદ આવે તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *