આજના યુગમાં સાંઘા અને હાડકા ના દુખાવાની સમસ્યા ખુબ વઘી ગઈ છે. જે નાની ઉંમરથી લઈ મોટી ઉંમરના દરેક વ્યક્તિમાં જોવા મળી રહી છે. જેમાં રાહત કેવી રીતે મેળવું જોઈએ તેના વિષે આજે અમે તમને જણાવીશું.
આ લેખમાં અમે તમને સાંઘા અને હાડકા ના દુખાવાને દૂર કરવા માટે ના એક ફળ વિષે જણાવીશું, આ ફળ હાડકા અને સાંધા માટે ખુબ જ ગુણકારી છે. આ ફળ નાની ઉંમરથી લઈ મોટા ઉંમરના દરેક વ્યક્તિ એ ખાવું જોઈએ. આ ફળ 31 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે ખુબ જ ફાયદાકારક છે.
અહીંયા જે ફળ વિષે જાણવા ના છીએ તે ફળનું નામ કેળું ફળ છે. જે બજારમાં બારેમાસ મળી આવતું ફળ છે. એક કેળા માં ખુબ જ સારા પ્રમાણમાં કેલ્શિયમ હોય છે, જેમ જેમ વ્યક્તિની ઉંમર વઘતી જાય છે તેમ કેલ્શિયમ ની ઉણપ થતી જોવા મળે છે.
31 વર્ષની ઉંમર પછી ના લોકોમાં હાડકા અને સાંઘાના દુખાવા વધુ થતા હોય છે, પરંતુ જો તમે 31 વર્ષની ઉંમર પછી રોજે દિવસમાં એક પાકું કેળું ખાવાથી શરીરમાં કેલ્શિયમ ની ઉણપ સંપૂર્ણ રીતે પુરી થાય છે.
જો તમે દરરોજ એક કે બે કેળા ખાઓ છો તો શરીરમાં શારીરિક નબળાઈ અને કમજોરી પણ દૂર થાય છે. આ સાથે ભરપૂર એનર્જી અને ઉર્જા પણ રહે છે. આ સાથે વઘતી ઉંમરે હૃદય સંબધિત સમસ્યા હોય કે બ્લડપ્રેશર ની સમસ્યા હોય તો પાકા કેળા ખાવાથી ખુબ ફાયદો થાય છે.
તેમાં સારા પ્રમાણમાં પોટેશિયમ પણ મળી આવે છે, તે હૃદયની કાર્યક્ષમતા વધારવામાં મદદ કરે છે અને હૃદયને સ્વસ્થ, મજબૂત અને હેલ્ધી બનાવે છે. આ માટે હૃદય સબંધિત બીમારી થી પીડિત હોય તેવા લોકો માટે કેળું અમૃત સમાન ફળ છે.
આ ઉપરાંત જો તમને વારંવાર બીપી વધી જતું હોય તો કેળા ખાવાથી ફાયદો થાય છે. રોજે એક પાકું કેળું ખાવાથી નબળી પડી ગયેલ પાચનક્રિયા પણ મજબૂત અને સ્ટ્રોંગ બને છે. જેથી પેટમાં ગેસ, કબજિયાત, એસીડીટી જેવી સમસ્યા થતી નથી.
કેળા ખાવાના સૌથી વધુ ફાયદા મેળવવા હોય તો રોજે ભોજન પછી એક કેળું ખાઈ લેવું જોઈએ. ભોજન પછી રોજે એક કેળું ખાવાથી પેટ ની સમસ્યા થતી નથી, પેટ સ્વસ્થ રહેવાથી આખું શરીર સ્વસ્થ અને નિરોગી રહે છે, આ માટે ભોજન પછી એક કેળું ખાવું ફાયદાકારક છે.
તેમાં સારી માત્રામાં આયર્ન પણ મળી આવે છે, આ માટે જેમને શરીરમાં લોહી ઓછું રહેતું હોય તેવા લોકો એ પાકું કેળું ખાવું જોઈએ. મહિલાઓ માટે કેળું રામબાણ સાબિત થઈ શકે છે. આ માટે મહિલાઓ રોજિંદા આહારમાં કેળાનો સમાવેશ કરવો જોઈએ.
પાકા કેળા ખાવા આરોગ્ય માટે ખુબ ફાયદાકારક છે, પરંતુ ઘ્યાન રાખવું કે પાકા કેળા જ રાખવા જોઈએ અને દિવસ દરમિયાન એક કે બે કેળા જ ખાવાના છે. તેનાથી વધુ ના ખાવા જોઈએ. જો તમારે પણ 55-60 વર્ષની ઉંમર પછી પણ હાડકાને મજબૂત અને સાંઘાને લગતી સમસ્યાથી બચવું હોય તો 31-35 વર્ષની ઉંમર પછી રોજે એક કેળું ખાવાનું ચાલુ કરી દેવું જોઈએ. જે હાડકાને અંદરથી મજબૂત બનાવશે.