આજના આધુનિક યુગમાં દરેક વ્યક્તિ ઉનાળાની કાળઝાળ ગરમી માં સૂર્ય પ્રકાશના કિરણો થી ચહેરાને બચાવી રાખવામાં માટે ઘણા બધા પ્રયત્નો કરતા હોય છે, કારણકે સૂર્ય પ્રકાશ ના તેજ કિરણોથી ચહેરો કાળો પડી જતો હોય છે, તેવામાં મહિલાઓ અને છોકરીઓ ખુબ જ પરેશાન રહેતી હોય છે.
આવા સમયે ચહેરાને સફેદ બનાવવા માટે છોકરીઓ અને મહિલાઓ અને છોકરાઓ બજારમાં મળતી ઘણી બધી બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે, તેવામાં બજારુ પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી ઘણા બધા પૈસાનો ખર્ચ થઈ જાય છે. જે દરેક વ્યક્તિ કરી શકતું નથી.
આપણે આપણા ચહેરાને સુંદર બનાવી રાખવા માટે આપણે ચહેરાની દેખરેખ પણ રાખવી જોઈએ જેથી ચહેરાને સુંદર અને મુલાયમ બનાવી શકાય છે. આ માટે આપણે ચહેરાને યોગ્ય પોષણ મળી રહે તેવા ફળોને આપણે આહારમાં સમાવેશ કરવા જોઈએ.
ઘણા લોકોને ચહેરા પર ખીલ થઈ જતા હોય છે તેવા વ્યક્તિ બજારમાં મળતા ફેશવોસ અને ક્રીમ નો સૌથી વધુ ઉપયોગ કરતા હોય છે, જે ખીલ ને ધટાડવા નો પ્રયત્નો કરતા હોય છે પરંતુ તે ઓછા થવાની જગ્યાએ વધી જાય છે જેથી ચહેરો ખરાબ દેખાવા લાગે છે.
અત્યારના સમયમાં બ્યુટી પ્રોડક્ટ અને બ્યુટી પાર્લરમાં જઈને મસાજ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે જે ખુબ જ ખર્ચાર છે, માટે આજે અમે તમને એવી કેટલીક વસ્તુ વિષે જણાવીશું તેનો ઉપયોગ કરવાથી ચહેરા પર ના ખીલ અને કરચલીને દૂર કરી ચહેરાને સુંદર મુલાયમ અને ચમકદાર બનાવી શકો છો.
ટામેટા નો ઉપયોગ: ટામેટામાં સારી માત્રામાં વિટામિન-સી નો સ્ત્રોત મળી આવે છે. માટે એક ટામેટાને લઈને તેને બે ભાગ કરી લેવા અને 5 મિનિટ સુધી એક ટામેટાનો ટુકડો ચહેરા પર ઘસો, અને 20 મિનિટ સુધી રહેવા દઈને સુકાઈ જાય ત્યાર પછી ચહેરાને ઘોઈ લેવો, આમ ટામેટાનો ઉપયોગ રાત્રે સુતા પહેલા કરવાનો છે જેથી ચહેરા પર ખીલ અને ડાઘ દૂર થઈ ચહેરો ચમકવા લાગશે.
આમળાં નો પાવડર ખાવો: આ પાવડરમાં ભરપૂર માત્રામાં વિટામિન-સી મળી આવે છે જે લોહીને શુદ્ધ કરે છે અને ચહેરાને સુંદર બનાવી રાખવામાં મદદ કરે છે, આ માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી આમળાનો પાવડર મિક્સ કરીને નાખો અને પી જવાનું છે અપીનું રાત્રે સુતા પેહલા પી જવાનું છે, આ પાણી પીવાથી લોહીમાં રહેલા હાનિકારક બેક્ટેરિયા દૂર થાય છે અને બ્લડસેલ માં વધારો કરે છે અને ચહેરાને સુંદર અને ચમકદાર બનાવી રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત રોજે એક આમળું ખાઈ લેવાથી પણ ચહેરો સુંદર અને ચમકદાર બનશે.
કાચા દૂઘનો ઉપયોગ: દૂધ પીવું આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે, તેવી જ રીતે ચહેરાને પૂરતું પોષણ પૂરું પાડવા માટે દૂધ નો ઉપયોગ કરી શકાય છે, આ માટે એક બાઉલમાં 2-3 ચમચી દૂઘ લઈને રૂ ની મદદથી ચહેરા પર લગાવી 5 મિનિટ માલિશ કરવાથી ચહેરા પરના ચોટેલ બધો કચરો દૂર થઈ જાય છે જેથી ચહેરા પર આવેલ કાળાશ દૂર થાય છે અને ચહેરો સુંદર અને ચમકદાર દેખાવા લાગે છે. ઉનાળામાં દૂધનો ઉપયોગ ચહેરા પર કરવાથી ત્વચાને ઠંડક મળે છે. માટે ઉનાળામાં ખુબ જ ફાયદાકારક સાબિત થશે.
એલોવેરાનો ઉપયોગ: એલોવેરા ત્વચાના સારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે, માટે વર્ષોથી એલોવેરા જેલને ચહેરા પર લગાવામાં આવે છે, માટે જો તમારા ચહેરા પર ખીલ, ડાધ અને કાળાશ રહે છે તો એલોવેરા જેલને ચહેરા પર લગાવીને 5 મિનિટ માલિશ કરી 20 મિનિટ પછી ઘોઈ લેવાનું છે, જો તમે એલોવેરાનો ઉપયોગ ચહેરા પર કરશો તો તમને ખુબ જ ઝડપથી ફરક દેખાવા લાગશે.
એલોવેરાનો ઉપયોગ કરવાથી ઉનાળામાં સૂર્ય પ્રકાશના તેજ કિરણોથી ચહેરાને બચાવી રક્ષણ આપે છે અને ચહેરાને ઠંડક આપે છે. ચહેરાને સુંદર અને મુલાયમ બનાવી રાખવા માટે વધારે પૈસાનો ઉપયોગ કર્યા વગર જ આ ઉપયોગ કરવો જોઈએ જે વધુ ખર્ચ વગર જ ચહેરાને સુંદર આને જવાન બનાવી રાખવામાં મદદ કરશે જેથી તમે 45 વર્ષની ઉંમરે પણ 25 દેખાવા લાગશો.