આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

કોઈએ સાચું જ કહ્યું છે કે સુંદર દેખાવા માટે એ બિલકુલ જરૂરી નથી કે તમે મોંઘી પ્રોડક્ટ્સ વાપરો કે પાર્લરમાં જાવ. કેટલાક ઘરેલું ઉપાય અજમાવીને પણ ચહેરાની સુંદરતા વધારી શકાય છે. તો આ લેખમાં તમને ચહેરાની ચમક જાળવી રાખવા માટેની કેટલીક જણાવીશું.

1- જો તમારા ઘરમાં એલોવેરાનો છોડ છે, તો તેનો એક નાનો ટુકડો બ્લેડ અથવા કાતરની મદદથી કાપી લો. હવે તેના ઉપરના લેયરને હટાવી લો અને તેના પલ્પને થોડીવાર માટે ચહેરા પર ઘસો. એલોવેરાના તમામ પૌષ્ટિક તત્વો ત્વચા પર ઘસવામાં આવે ત્યારે ત્વચામાં સરળતાથી શોષાઈ જાય છે.

લગભગ 15-20 મિનિટ પછી ચહેરો ધોઈ લો. આમ કરવાથી ચહેરો ચમકવા લાગે છે સાથે જ ચહેરાની કરચલીઓ પણ દૂર થાય છે. એલોવેરા ત્વચાને અંદરથી ઠંડક આપે છે સાથે જ તેને ટેનિંગ અને ઈન્ફેક્શનથી બચાવે છે.

2- આજની ઋતુમાં ચહેરાને ખીલેલો અને ચમકદાર રાખવા રાખવા માટે એક કપમાં થોડો લીંબુનો રસ, એક ચમચી મધ અને એક ચમચી ઓલિવ ઓઈલ મિક્સ કરો. તેને સ્વચ્છ સુતરાઉ કાપડ અથવા કોટન સ્વેબ વડે આખા ચહેરા પર સારી રીતે લગાવો. થોડી વાર પછી ચહેરો ધોઈ લો. આ ઉપાય કરવાથી ત્વચામાં ચમક આવશે.

લીંબુનો રસ કુદરતી ક્લીનઝર તરીકે કામ કરે છે, જે ત્વચાની અંદર છુપાયેલી ધૂળ અને ગંદકીને બહાર કાઢવામાં મદદ કરે છે. તે ટેનિંગ દૂર કરે છે અને ત્વચામાંથી વધારાનું તેલ પણ દૂર કરે છે.

3- થોડો ચંદન પાવડર, એક ચમચી હળદર અને થોડું ગુલાબજળ લો અને તેને સારી રીતે મિક્સ કરો. આ પેસ્ટને થોડીવાર ચહેરા પર લગાવ્યા બાદ તેને સાફ કરી લો. આ ઉપાય કરવાથી ચહેરા ખીલેલા દેખાવા લાગશે.

4- જો તમારા ઘરમાં સંતરાની સૂકી છાલ છે, તો તેને બારીક પીસી લો અને તેમાં થોડું દૂધ ઉમેરીને પેસ્ટ બનાવો. લગભગ 10 મિનિટ સુધી ચહેરા પર રાખ્યા બાદ તેને ધોઈ લો. નારંગીની છાલ સુંદરતા વધારવામાં ઘણી મદદ કરે છે.

5- પપૈયા એક કુદરતી એક્સ્ફોલિયેટર તરીકે કામ કરે છે, જેનો અર્થ છે કે તે મૃત ત્વચાના કોષોને દૂર કરવામાં ઘણી મદદ કરે છે. તેમાં રહેલા તત્વો ત્વચાને કાયાકલ્પ કરવામાં મદદ કરે છે. થોડું પાકેલું પપૈયું અને થોડું દહીં લો અને તેને સારી રીતે મિક્સ કરો. આ પેસ્ટને ચહેરા પર લગભગ 20 મિનિટ સુધી રાખો. પછી ચહેરો ધોઈ લો. આ ઉપાયથી થોડાજ સમસ્યમાં ત્વચામાં ચમક આવશે.

6- દહીં અને મધનું મિશ્રણ ન માત્ર ત્વચાને અંદરથી પોષણ આપે છે, પરંતુ ત્વચાને કાયાકલ્પ કરવામાં પણ મદદ કરે છે. જ્યારે મધ ત્વચાને કડક બનાવવામાં મદદ કરે છે, તો દહીં ત્વચાની ખોવાયેલી ભેજને પાછી લાવે છે. તેનાથી ત્વચામાં ફરીથી જાણ આવે છે. આ ઉપાય માટે બે ચમચી દહીં અને બે ચમચી શુદ્ધ મધને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને લગભગ 20 મિનિટ સુધી ત્વચા પર લગાવ્યા બાદ ચહેરો ધોઈ લો.

7- લીમડો આપણા બધા માટે એક રીતે કુદરતની અનોખી ભેટ છે. કારણ એ છે કે લીમડાનો ઉપયોગ ત્વચાને સંક્રમણથી મુક્ત રાખે છે, પરંતુ તે લોહીને શુદ્ધ કરવામાં પણ મદદ કરે છે. તેવી જ રીતે, કુદરતનો અમૂલ્ય ખજાનો મુલતાની માટી પણ ત્વચાને કડક બનાવવામાં મદદ કરે છે અને રંગને સુધારવામાં પણ ખૂબ જ અસરકારક છે.

એક ટેબલસ્પૂન મધ લો અને તેમાં લીમડાના કેટલાક પાન મિક્સ કરો અને થોડી મુલતાની માટી ઉમેરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર સારી રીતે લગાવો અને થોડીવાર સુકાવા દો. પેસ્ટ સુકાઈ જાય પછી ચહેરાને સારી રીતે ધોઈ લો.

8- આજકાલ ચારકોલમાંથી બનતી બ્યુટી પ્રોડક્ટ્સની ચર્ચા દરેક જગ્યાએ થાય છે. તમે કોલસાના ગુણો વિશે પણ સાંભળ્યું હશે. ચારકોલ ત્વચાને સાફ કરવામાં ખૂબ અસરકારક છે. એ જ રીતે, તમે કાકડીના ગુણધર્મો જાણતા જ હશો. કાકડી ત્વચાને અંદરથી ભેજ પ્રદાન કરવામાં મદદ કરે છે સાથે જ ત્વચાને કાયાકલ્પ કરવામાં પણ મદદ કરે છે.

એક ચમચી ચારકોલ પાવડરમાં થોડો કાકડીનો રસ ભેળવીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને થોડા સમય માટે ચહેરા પર રહેવા દો. ત્યાર બાદ ચહેરાને સારી રીતે સાફ કરી લો.

9- એક નાનું પાકેલું કેળું લો અને તેના પલ્પને સારી રીતે મેશ કરો. તેમાં થોડી મુલતાની માટી અને ચંદન પાવડર મિક્સ કરો અને થોડું ગુલાબજળ ઉમેરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર સારી રીતે લગાવો અને સુકાઈ ગયા પછી સાફ કરી લો. આનાથી સ્કિન ગ્લો કરવાની સાથે સ્કિનને પોષણ પણ મળશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *