પુરુષો કરતા મહિલાઓ પોતાના ચહેરાની વધુ કેર કરતા હોય છે. આ માટે મહિલાઓ ચહેરા પર ઘણા ઘરેલું ઉપાય અજમાવતા હોય છે. ઘરેલુ ઉપચાર કરવાથી ત્વચાને નુકસાન થવાનું જોખમ રહેતું નથી.

દેશી, ઘરેલુ કુદરતી વસ્તુઓમાંથી બનાવેલી વસ્તુનો ઉપયોગ કરવાથી ત્વચાને પૂરતું પોષણ મળે છે, જેની અસર થોડા દિવસોમાં જોવા મળે છે. જો તમે વધુ પડતો ખર્ચ કર્યા વગર ઘરે સરળતાથી ત્વચાને નિખારવા માંગતા હોવ, તો અહીંયા તમને કેટલીક બ્યુટી ટિપ્સ વિષે જણાવીશું ખુબજ ફાયદો કરાવશે.

દહીં અને ચોખાનું સ્ક્રબ: ચહેરા પરના ડાઘ દૂર કરવા માટે તમે દહીં અને ચોખાથી બનેલા પેકનો ઉપયોગ કરી શકો છો. આ માટે ચોખાના લોટને દહીંમાં મિક્સ કરીને સ્ક્રબ તૈયાર કરો.

ચોખાનો લોટ ચહેરા પર જમા થયેલા મૃત કોષોને હળવાશથી દૂર કરે છે. ચોખાનો લોટ અને દહીંનું સ્ક્રબ તૈયાર કરવા માટે પહેલા ચોખાને પીસી લો અને પછી તેને દહીંમાં મિક્સ કરો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો અને 10 મિનિટ માટે રહેવા દો.

જો તમારે સ્ક્રબ કાઢવો હોય તો તેને હળવા હાથે ઘસીને ચહેરો ધોવો. આ સ્ક્રબથી ચહેરો સાફ કરવાથી તમને એકદમ ગ્લો આવે છે અને ડાઘ અને ધબ્બા પણ હળવા થઈ જાય છે. જો તમે અઠવાડિયામાં બે વાર આ સ્ક્રબનો ઉપયોગ કરશો તો તમારી ત્વચા ચમકદાર દેખાશે.

લીંબુ, મધ અને દહીં: લીંબુનો રસ વિટામિન-સી અને એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે. ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે લીંબુનો રસ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. જો તમે લીંબુના રસમાં મધ અને દહીં મિક્સ કરીને તમારા ચહેરાના ડાઘવાળી જગ્યાઓ પર લગાવો છો, તો થોડા દિવસોમાં તમારી ત્વચા બેદાગ દેખાવા લાગશે. જ્યારે તમે આ પેસ્ટને ચહેરા પર લગાવો તો તેને ઓછામાં ઓછા 10-15 મિનિટ સુધી રાખો.

ઈંડાનો ફેસ પેક: ચહેરાની ઊંડી સફાઈ માટે, તમે ઘરે કુદરતી ઘટકો ધરાવતો ફેસ પેક સરળતાથી તૈયાર કરી શકો છો. આ માટે એક ચમચી મધ, એક ચમચી દહીં, લીંબુનો રસ, બે બદામ, ઈંડાની સફેદી અને થોડો ઓટમીલ પાવડર મિક્સ કરો.

આ મિશ્રણને સારી રીતે મિક્સ કરીને ચહેરા પર લગાવો. ધ્યાન રાખો કે તેને હોઠ અને આંખોની આસપાસ ન લગાવો. આ સ્ક્રબને 20 મિનિટ સુધી રહેવા દો, પછી હળવા હાથે માલિશ કરીને ધોઈ લો. આ સ્ક્રબથી તમારી ત્વચા ચમકદાર દેખાશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *