અત્યારે મોટા ભાગે દરેક વ્યક્તિને વાળમાં ડેન્ડ્રફની સમસ્યા રહેતી હોય છે. માથા નીચેની ચામડી પરની વઘારાની મૃત ચામડી છે જેના વારે વારે ખરતી હોય છે જેને ખોડો કહેવામાં આવે છે.
ખોડો થવાના ઘણા કારણો હોઈ શકે છે. જેવી કે ચામડી વઘારે તેઈલી હોય, શુષ્ક હોય, કે પછી ખોપરીને કોઈ ચેપ લાગવાના કારણે પણ ખોડો થઈ શકે છે. જયારે શુષ્ક વાતાવરણ હોય ત્યારે ખોપરીને ડ્રાય બનાવે છે.
વાળની નીચેની ત્વચામાંથી વઘારે પડતું તેલ ઉત્પન્ન થાય ત્યારે ત્વચાના છિદ્રોમાં કચરો જમા થાય છે. જેના કારણે કેટલાક માઈક્રોબ્સ તેની બાજુ ખેંચાય છે. જેથી કેટલાક ઈન્ફેક્શન પણ લાગે છે. જેના કારણે ડેન્ડ્રફ થવા લાગે છે.
વઘારે શુષ્ક ત્વચા, શેમ્પુનો યોગ્ય ઉપયોગ ના કરવાથી જે જરૂરિયાત અનુસાર ડાયટ ના લેવાથી પણ ડેન્ડ્રફ ની સમસ્યા થઈ શકે છે. માટે આજે અમે તમને કોપરેલના તેલમાં આ એક વસ્તુ નાખીને ઉપયોગ કરવાનો રહેશે. જે માથા માંથી થયેલ ડેન્ડ્રફ ને દૂર કરી દેશે.
કોપરેલ તેલમાં વિટામિન-ઈ, અને વિટામિન-કે, પ્રોટીન, લોરિક એસિડ જેવા તત્વો ભરપૂર માત્રામાં મળી આવે છે. જે વાળમાં લગાવાથી વાળને મોઈશ્ચયરાઈઝ કરે છે. ત્વચાને હાઈડ્રેટ રાખે છે. કોપરેલ તેલમાં એન્ટી ફંગલ અને એન્ટી માઈક્રોબિયલ જેવા ગુણઘર્મો મળી આવે છે. જે ડેન્ડ્રફ ને જમા થવા દેતા નથી.
કોપરેલના તેલ નો ઉપયોગ કરવાથી વાળ ખરતા અટકે, માથામાં ટાલ પડવી જેવી સમસ્યા ને પણ દૂર કરવામાં મદદ કરે છે. કોપરેલ તેલનો ઉપયોગ કરવાથી વાળમાં પ્રોટીનની ઉણપ દૂર કરે છે. કારણકે વાળ પ્રોટીનથી બનેલા હોય છે. માટે કોપરેલ તેલ વાળ ની દરેક સમસ્યામાં ફાયદાકારક છે.
કોપરેલ તેલ અને લીંબુનો ઉપયોગ: સૌથી પહેલા એક બાઉલમાં ચાર થી પાંચ ચમચી કોપરેલ તેલ લઈ લો, ત્યાર પછી એક ચમચી લીંબુનો રસ લઈને બંને ને મિક્સ કરી લો. ત્યાર પછી તેને વાળના મૂળમાં બરાબર લગાવો.
5 મિનિટ સુઘી તેનાથી માલિશ કરવી અને 25 મિનિટ સુઘી રહેવા દેવું. ત્યાર પછી વાળને શેમ્પુની મદદથી ઘોઈ દેવાના છે. ઘ્યાનમાં રાખવું કે લીંબુનો ઉપયોગ કયારેક એકલો ના કરવો. તેના સાથે તેલને મિક્સ કરીને જ લગાવવું જોઈએ.
લીંબુમાં સાઈટ્રિક એસિડ મળી આવે છે જે ખોપરી અને વાળના પીએચ લેવલને બેલેન્સ કરવામાં મદદ કરે છે. તેમાં એન્ટી ઓક્સીડેન્ટ, અને વિટામિન-સી જેવા ગુણધર્મો રહેલા છે જે વાળને ચેપ લાગવાથી બચાવવામાં મદદ કરે છે.
આ રીતે કોપરેલ તેલ અને લીંબુનો ઉપયોગ કરવાથી વાળમાં ખોડોની સમસ્યા દૂર થશે અને ચામડી પણ મોઈશ્ચયરાઈઝ થઈ જશે. આ ઉપરાંત ખોડો દૂર થવાથી વાળ મજબૂત અને ખરતા બંઘ થઈ જશે.