હેલો દોસ્તો, આપણે બધા એ બદામ તો ખાધી જ હશે. પણ તેને સવારમાં ખાલી પેટે ખાવામાં આવે તો તેના થાય છે અનેક ફાયદા. જે આપણા શરીરની નબળાઈ ને દૂર કરે છે. એના સેવન થી અનેક બીમારી દૂર થાય છે. બદામના શું ફાયદા થાય છે તેના વિષે જાણીએ.
બદામ ની અંદર ઘણા બધા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. જેવા કે ઓમેગા 3 ફેટી એસિડ, ઝીંક, કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન એ જેવા ઘણા પોષક તત્વો આવે લા છે. જે આપણા શરીર માટે સારા છે. પલાળેલી બદામ ખાવાથી પાચનક્રિયા સારી થાય છે. તે હાર્ટને લગતી બીમારીને પણ દૂર કરે છે.
બદામ ખાવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. બદામ ને સવારના સમયે ખાવી જેથી તેના ફાયદા અમૃત સમાન માનવામાં આવે છે. જો તમે સવારે પલાળેલી બદામ ખાસો તો તેના ફાયદા બમણા થઇ જશે. બદામ આપણા શરીરને મજબૂત રાખે છે, અને વજન ને કંટ્રોલ માં રાખે છે.
બદામ ખાવાથી તમને તણાવ દુર થાય છે. તો બદામ દરેક બાળકો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. બદામ ખાસ કરીને ગરમ હોય છે. તેથી તેને રાત્રે પાણીમાં પલાળી ને સવારે ખાવી જોઇએ. રોજ સવારે ખાલી પેટે ત્રણ-ચાર બદામ ખાવાથી આપણા શરીરને અનેક ફાયદા થાય છે.
બદામની અંદર ઘણાં બધાં વિટામિન અને પોષક તત્વો હાજર હોય છે. જો તમને નબળાઈ લાગે છે તો તમારા માટે બદામ ખાવી ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે તેમાં ધણા તત્વો રહેલા હોય છે. જે તમારા શરીરની નબળાઈ દૂર કરવામાં તે ખૂબ જ ઉપયોગી નીવડે છે.
બદામ ની અંદર કેલ્શિયમ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. તમે જાણતા હસો કે કેલ્શિયમ છે આપણા શરીરના હાડકા માટે ખૂબ જ જરૂરી છે. એટલે આનું સેવન કરવાથી તમારા શરીરના હાડકા પણ મજબૂત બનશે.
નાનપણથી જ તમે સાંભળતા આવીયા છો કે બદામ ખાવાથી મગજ ની યાદશક્તિ વધે છે. આ વાત સાચી છે. તો તમે પણ દરરોજ ત્રણ-ચાર બદામનુ સેવન કરો તો તમારું મગજ તેજ બને છે અને મગજની કાર્ય ક્ષમતા વધારે છે.
ખાસ કરીને જો તમારા બાળકો નબળા છે, ભણવામાં હોશિયાર નથી અને હાડકાં પણ નબળા છે તો એવા બાળકો ને ખાસ કરીને આ બદામ પલાળેલી બદામનું સેવન કરવામાં આવે તો તેનો ઘણો ફાયદો થાય છે.
શરીરને મજબૂત બનાવવા બદામનું સેવન કરવું જ જોઈએ. તેનાથી હાડકા પણ મજબુત બને છે અને બાળકો ભણવામાં પણ હોશિયાર બને છે, મગજની યાદ શક્તિ પણ વધે છે. તેથી બદામ ખવુ ખૂબ જ ફાયદાકારક છે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી શેર કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય અને ફિટનેસ વિષે ઘરે બેસી માહિતી જાણવા અને શીખવા માટે અમારાં Page ” ગુજરાત હેલ્થ ટીપ્સ અને ફિટનેસ” ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો ગુજરાત હેલ્થ ટીપ્સ અને ફિટનેસ.