મોટાભાગના દરેક લોકો એ મોસંબી અને સફરજનના જ્યૂસનું સેવન કર્યું હશે. મોસંબી અને સફરજન બંને માંથી કયો જ્યુસ શરીર માટે ફાયદાકારક છે. આજે અમે તમને આ આર્ટિકલમાં મોસંબી અને સફરજન ના જ્યૂસના ફાયદા વિશે જણાવીશું.
ઘણા લોકો ફળોનું સેવન કરતા જ નથી તેમને માટે ફળોના જ્યૂસનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ઘણું સારું માનવામાં આવે છે. આ બંને ફળોમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો મળી આવે છે. આ ઉપરાંત કોઈ પણ ફળોના જ્યૂસનું સેવન કરવું શરીર માટે લાભદાયક છે.
દરેક લોકોનું ફેવરિટ ફળ સફરજન અને નારંગી હોય છે. જો તમે આ ફળોના જ્યૂસનું સેવન કરો તો તેનો અનેક લાભ મળે છે. આ સિવાય ઘણા લોકોને મનમાં પ્રશ્ન હશે કે આ બને માંથી ક્યો જ્યુસ સૌથી બેસ્ટ છે.
આવી પરિસ્થિતિમાં કોઈ પણ જ્યુસનું સેવન કરતા પહેલા તેના શું ફાયદા છે તેના વિશે પણ જાણી લેવું જરૂરી છે. જેથી તમારા માટે કયો જ્યુસ વઘારે સારો છે તે સરળતાથી પસંદ કરી શકાય છે. માટે અમે તમને બંને ફળોના ફાયદા વિશે જણાવીશું.
મોસંબી જ્યુસના ફાયદા: મોસંબી ખાવામાં ખુબ જ ટેસ્ટી હોય છે. મોસંબીમાં વિટામિન-સી, વિટામિન-બી, વિટામિન-એ, પોટેશિયમ, કેલ્શિયમ, ફોલેટ, એન્ટી ઓક્સીડેન્ટ જેવા તત્વો ભરપૂર માત્રા માં મળી આવે છે. આ ઉપરાંત તેના જ્યુસમાં રહેલા કેલ્શિયમ અને પોટેશિયમના કારણે હકડાને નબળા થતા અટકાવે છે.
મોસંબીના જ્યૂસનું સેવન કરવાથી બલ્ડપ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. માટે હાર્ટ અટેક આવવાની સંભાવના નહિવત થઈ જાય છે. આ સિવાય તેમાં રહેલ વિટામિન-સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે.
સફરજનના જ્યૂસના ફાયદા: દરરોજ માત્ર એક સફરજન ખાવાથી દવાખાન ક્યારેય જવું નહીં પડે. એ જ રીતે જ્યુસ પણ ફાયદા છે. સફરજનમાં એન્ટી ઓક્સીડેન્ટ, ગ્લુકોઝ, આયર્ન, ફોસકર્સ, પોટેશિયમ, ફીનોલીક વિટામિન-સી, વિટામિન-બી1 જેવા ખનીજ તત્વો આવેલ છે.
સફરજનના જ્યૂસનું સેવન કરવાથી શરીરમાં રહેલા વઘારાના બેક્ટેરિયાનો નાશ કરે છે. જેથી પાચન સારું થાય છે. આ ઉપરાંત હૃદય રોગ ની સમસ્યા માં પણ સફરજન નો જ્યુસ ફાયદાકારક છે. આ સિવાય ત્વચા, મગજની યાદશક્તિ વઘારવા માં પણ મદદ કરે છે. સફરજનના જ્યૂસનું સેવન શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે.
મોસંબીનો જ્યુસ સૌથી સારો: આ બંને જ્યુસનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. પરંતુ વિટામિન અને મિનરલ્સ ની વાત કરીયે તો મોસંબી જ્યુસ સ્વાસ્થય માટે ખુબ જ આરોગ્યપ્રદ માનવામાં આવે છે.
કારણકે સફરજન કરતા મોસંબીના જ્યુસમાં વિટામિન-સી, પ્રોટીન જેવા પોષક તત્વો વધુ માત્રામાં મળી આવે છે. અમે જણાવેલ બંને જ્યુસ માંથી તમને ક્યો જ્યુસ શરીરના આરોગ્ય માટે સારો રહેશે છે. તે તમે અમને જરૂર જણાવજો.