આજે અમે તમને આમળાનો જ્યુસ પીવાથી થતા અદભુત ફાયદા વિશે જણાવીશું. શિયાળામાં મળતા આમળા મોટાભાગે દરેક લોકો ખાતા હોય છે. આમળા ખાવામાં ખુબ જ ખટમીઠાં હોય છે. આમળા આપણા સ્વાસ્થ્ય માટે ઘણી બઘી રીતે ફાયદાકારક છે.
આમળાનું સેવન કરવાથી લાંબા સમય સુઘી સ્વસ્થ જીવન જીવવામાં મદદરૂપ થાય છે. આમળાનું સેવન તમે જ્યુસ બનાવી ને પણ કરી શકો છો. આમળા નું સેવન સૌથી વઘારે મહિલાઓ કરતી હોય છે. આમળાનું સેવન કરવાથી શરીરમાં વઘારાની ચરબીને દૂર કરીને વજનને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
આમળામાં રહેલ કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામિન-એ, આયર્ન, વિટામિન-સી જેવા મહત્વ પૂર્ણ તત્વો મળી આવે છે. જે આપણા શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે. તે રોગપ્રતિકારક શક્તિ વઘારવામાં ખુબ જ ઉપયોગી છે. રોગપ્રતિકારક શક્તિ મજબુત હોવાથી આપણાથી અનેક રોગ દૂર રહે છે.
ઘણા લોકો આમળાનું સેવન કરવાનું પસંદ નથી કરતા પરંતુ તે લોકો આમળાના જ્યુસ ના ફાયદા જાણીને તે પણ આમળાના જ્યુસનું સેવન કરવાનું શરૂ કરી દેશે. તો ચાલો જાણીએ આમળાનો જ્યુસ કેવી રીતે બનાવવો અને તેને પીવાથી કયા ફાયદા થાય તેના વિશે જણાવીશું.
આમળાનો જ્યુસ બનાવવાની રીત : સૌથી પહેલા આમળાના ટુકડા કરી લો અને તેનો રસ કાઠો, આદુનો રસ, લીંબુનો રસ, 6-7 ફુદીના પાન, સીંઘાલું નમક એક ચમચી, સંચર આટલી વસ્તુ એક લેવાની છે. આ બઘી વસ્તુને મિક્સ કરીને તેમાં થોડા બરફ ના ટુકડા નાખીને બરાબર હલાવો. ત્યારબાદ તેને ગાળીને એક ગ્લાસમાં કાઠી દો. આમળાના જ્યુસ નું સેવન સવારે કરવું જોઈએ. સવારે નરનાકોઠે પીવાથી આખો દિવસ એનર્જીથી ભરપૂર રહે છે.
આમળાના જ્યુસનું સેવન કરવાથી ગેસ, અપચો, કબજિયાત જેવી સમસ્યા દૂર થાય છે. અને તમારી પાચનક્રિયા સુઘારીને પાચનતંત્ર ને મજબૂત કરે છે. આમળામાં ભરપૂર પ્રમાણમાં વિટામિન-સી ભરપૂર પ્રમાણમાં હોય છે જે શરદી, ખાસી જેવી સમસ્યા ને દૂર કરવામાં મદદ કરે છે અને તમારી રોગપ્રતિકારક શક્તિ વઘારે છે.
આમળાના જ્યૂસનું સેવન કરવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ને બહાર કાંઠે છે અને સારા કોલેસ્ટ્રોલ બનાવે છે. અને કોલેસ્ટ્રોલ લેવલ ને કંટ્રોલ કરવામાં મદદરૂપ સાબિત થાય છે. લોહીને શુદ્ધ કરવા માટે આમળાનો જ્યુસ અમૃત સમાન માનવામાં આવે છે. આમળાના સેવનથી હિમોગ્લોબીન ની ઉણપ દૂર થાય છે.
આમળાના જ્યૂસનું સેવન કરવાથી સાંઘાના દુખાવામાં રાહત આપે છે. આમળાના જ્યૂસનું સેવન કરવાથી ચહેરા પર ની કરચલી, ખીલ ને દૂર કરવામાં મદદ કરે છે અને ચહેરાની ચમક લાવવામાં મદદ કરે છે. એનું સેવન કરવાથી 50 વર્ષ ની ઉંમરે પણ ચહેરા પર કરચલી પડતી અને તમે જવાન દેખાઓ છો.