આજે અમે તમને એક ઉપાય જણાવીશું તે તમારા માટે ખુબ જ ફાયદાકારક સાબિત થશે. આજે અમે તમને જણાવીશું કે એક ગ્લાસ ગરમ પાણીમાં માત્ર 4 લવિંગ નાખીને પાણી પીવાથી થતા ફાયદા વિશે જણાવીશું.
આયુર્વેદ માં પણ જણાવવામાં આવ્યું છે કે લવિંગ પાણી પીવાથી પણ આરોગ્યને ઘણો ફાયદો થાય છે. લવિંગમાં વિટામિન-એ, વિટામિન-સી, વિટામિન-ઈ જેવા તત્વો મળી આવે છે. જે આપણી આંખો માટે અને વાળ માટે ફાયદાકારક છે.
લવિંગમાં ઓમેગા-3 ફેટી એસિડ જેવા મહત્વ પૂર્ણ તત્વ મળી આવે છે. જે માછલી માં ભરપૂર માત્રામાં મળી આવે છે. માટે લવિંગ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.
લવિંગમાં એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી બેક્ટેરિયલ જેવા તત્વો મળી આવે છે જે મો માં રહેલ બેક્ટેરિયાને દૂર કરે છે આ ઉપરાંત શરીરમાં રહેલ હાનિકારક બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરે છે. જેથી લવિંગ વાયરલ ઈન્ફેકશન ને દૂર કરવામાં મદદ કરે છે.
લવિંગ પાણી બનાવવાની રીત: સૌથી પહેલા એક ગ્લાસ પાણીને ગરમ કરો અને તેમાં 4 લવિંગ નાખી દો. આ પાણીને 2 મિનિટ ઉકળવા દો. હવે તે પાણીને 15 થી 20 મિનિટ ઢાંકીને રહેવા દો. ત્યારબાદ તે પાણીને પી જવું.
ફાયદા: 1.પેટની સમસ્યા: તમારો ખાઘેલ ખોરાક ના પચવાના કારણે ગેસ, અપચો, કબજિયાત ની સમસ્યા થતી હોય છે. માટે જો તમે રાત્રે જમ્યા પછી આ લવિંગના પાણીનું સેવન કરો તો પેટને લગતી અનેક સમસ્યા દૂર થાય છે, અને ખોરાક ને આસાનીથી પચાવવામાં મદદ કરે છે.
2.બેક્ટેરિયાનો નાશ કરે: જો તમારા મોમાં બેક્ટેરિયા હશે તો તમારા દાંત ના સડા થવાની શકયતા વઘી જાય છે જેથી દાંત નબળા પડી જાય છે માટે આ પાણીનું સેવન કરવાથી મોમાં રહેલા બેક્ટેરિયાને દૂર કરશે અને દાંતના સડાને દૂર કરીને દાંત ને મજબૂત કરવામાં મદદ કરશે.
3.ધ્રુજારી દૂર કરે: ઘણી વખત મોટા લોકો એટલે કે વૃદ્ધા વસ્થા દરમિયાન ઘણા લોકોને હાથ કે પગમાં વારે ગડીયે ધ્રુજારી આવતી હોય તો તેનાથી પણ છુટકાળો મેળવવા માટે આ લવિંગ પાણીંનું સેવન કરવું જોઈએ.
4.વાયરલ ઈન્ફેક્શન: જો તમને શરદી, ઉઘરસ, કફ જેવા વાયરલ ઈન્ફેક્શનથી બચાવ માટે તમારે આ લવિંગ પાણીનું સેવન કરવું જોઈએ. જેથી ઝડપથી કફ છૂટો પડે છે. અને તમને રાહત આપવામાં મદદ કરે છે,
5.અનેક રોગોથી બચાવે: જો તમે અનેક બીમારીઓથી બચવા માંગતા હોય તો આ પાણી તમારા માટે રામબાણ સાબિત થશે. માટે આ લવિંગ પાણીનું સેવન કરવું જોઈએ.