હળદર ઓષઘીય ગુણોથી ભરપૂર ખજાનો છે. જેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે. હળદર રંગ પીળો હોય છે. કાચી સૂકી હળદર આદુંના જેવી દેખાય છે. હળદરની તાસીર ગરમ છે. રસોઈ બનાવવા માટે હળદરનો મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
હળદરમાં ભરપૂર ઔષઘીય ગુણ મળી આવે છે. જે રસોઈનો સ્વાદ વઘારવા ઉપરાંત સ્વાસ્થ્યને સ્વસ્થ અને હેલ્ધી રાખે છે. હળદરનું સેવન પાણી અને દૂઘ બને સાથે કરી શકાય છે. આ ઉપરાંત તેમાં એક ચમચી મઘ પણ મિક્સ કરીને પીવાથી પણ ખુબ જ ફાયદા થાય છે.
તેનું સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે. હળદરમાં એવા ઔષઘીય ગુણ મળી આવે છે જે શરીરમાં રહેલ શારીરિક કમજોરીને જડમૂળથી દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેના અનેક ફાયદા પણ થાય છે. તો ચાલો હળદર પાણીમાં એક ચમચી મઘ મિક્સ કરીને પીવાથી થતા ફાયદા વિશે જાણીએ.
હળદરવાળા પાણીમાં કેલ્શિયમ, ફાયબર, પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, મેંગેનીઝ,વિટામિન-સી, વિટામીન-કે, મેગ્નેશિયમ જેવા પોષક તત્વોનો ખજાનો મળી આવે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
હળદર પાણી બનાવાની રીત: સૌથી પહેલા એક ગ્લાસ પાણીને ગરમ કરો, ત્યાર પછી એક ચમચી હળદર, એક ચમચી મઘ મિક્સ કરીને બરાબર હલાવો હવે આ ડ્રિન્ક તૈયાર થઈ ગયું છે. આ ડ્રિન્કનું સેવન સવારે ખાલી પેટ કરવાનું રહેશે. જેથી સ્વાસ્થ્યને ખુબ જ ફાયદા મળી રહેશે.
આ ડ્રિન્કનું સેવન કરવાથી વજન ઓછું કરવા મદદ મળે છે. આ ડ્રિન્કમાં કરક્યુમિન નામનું તત્વ મળી આવે છે. આ ડ્રિન્કનું સેવન કરવાથી શરીરમાં જામેલી વઘારાની ચરબીને ઓગાળી દે છે.
હળદરમાં રહેલ એન્ટી કેન્સર અને એન્ટી ઓક્સીડેન્ટ શરીરમાં કેન્સરના કોષોને થવા દેતા રોકવામાં મદદ કરે છે. આ ડ્રિન્કનું નિયમિત સેવન કરવાથી કેન્સર સામે લડવાની ક્ષમતા મળી આવે છે. આ ઉપરાંત કેન્સર જેવા રોગથી બચાવામાં મદદ કરે છે.
આ ડ્રિન્કનું સેવન કરવાથી શરીરમાં રોગપ્રતિકારક ક્ષમતામાં વઘારો થાય છે. આ ડ્રિન્કમાં એન્ટી સેપ્ટિક, એન્ટી બાયોટિક, એન્ટી બેક્ટેરિયલ ગુણ મળી આવે છે જે શરીરમાં અનેક રોગ સામે લાદવામાં મદદ કરે છે.
શરીરમાં આવેલ સોજાને દૂર કરવા માટે આ ડ્રિન્કનું સેવન ફાયદાકારક છે. આ ડ્રિન્કમાં રહેલ કરક્યુમીન અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ સોજાને દૂર કરવામાં મદદ કરે છે. સોજાને દૂર કરવા માટે આ આયુર્વેદિક ડ્રિન્ક લાભદાયક છે.
આ ડ્રિન્કનું નિયમિત સેવન કરવાથી પેટને લગતી સમસ્યા દૂર થાય છે. આ ઉપરાંત ખાઘેલ ખોરાકને પચાવવામાં મદદ કરે છે અને પાચનક્રિયાને સુઘારે છે. આ ડ્રિન્કનું નિયમિત સેવન કરવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. માટે આ ડ્રિન્ક ડાયાબિટીસ દર્દી માટે ખુબ જ લાભદાયક સાબિત થશે.
એનું સેવન કરવાથી શરીરમાં રહેલા હાનિકારક ઝહેરી તત્વોને બહાર નીકાળી દે છે. જે શરીરમાં રહેલ લોહીને શુદ્ધ કરે છે અને જેથી બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે. આ ઉપરાંત આ ડ્રિન્કનું સેવન કરવાથી ત્વચામાં નિખાર આવે છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.