દૂઘ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ઘણા લોકો ગરમ દૂઘ પીવાના ફાયદા શું થાય છે તેના વિશે હજુ જાણતા નહી હોય. માટે અમે તમને આજે આ આર્ટિકલ ગરમ દૂઘ પીવાથી થતા ફાયદા વિશે જણાવીશું.
દૂઘમાં ખાંડ નાખીને ના પીવું જોઈએ. દૂઘ માં ખાંડ નાખીને પીવાથી કફ થઈ શકે છે. અને કેલ્શિયમ ની માત્રા ઓછી થઈ જાય છે. માટે તમે દુઘ માં ખાંડ ની જગ્યાએ મઘ, સાકર, બદામ, કિસમિસનો ઉપયોગ કરી શકો છો.
ગરમ દૂઘ પીવાથી વિટામિન અને પ્રોટીનથી ભરપૂર સ્ત્રોત મળી આવે છે. માટે દૂઘને રોજિંદા આહારમાં સમાવેશ કરવો જોઈએ. જેથી માંસપેશીઓ મજબૂત થાય છે. માટે સવારે કે રાત્રે એક ગ્લાસ ગરમ દૂઘ નું સેવન કરવું જોઈએ.
જો તમને વારે વારે દાંત નો દુખાવો થતો હોય તો ગરમ દૂઘ ફાયદાકારક છે. ગરમ દૂઘમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, આયોડીન જેવા તત્વો મળી આવે છે. જે દાંત અને પેઢા માં થતા દુખાવાને દૂર કરીને મજબૂત કરવામાં મદદ કરે છે.
વઘારે પડતા તણાવ ને દૂર કરવામાં ગરમ દૂઘ પીવું ફાયદાકારાક છે. ગરમ દૂઘ મજજાતંતુ ને તણાવ માંથી દૂર રાખવામાં મદદ કરે છે. શરીરમાં થાક કે નબળાઈ હોય તો ગરમ દૂઘ પીવાથી શરીરમાં ઉર્જા મળે છે. ગરમ દૂઘ નાના બાળકોએ ખાસ પીવું જોઈએ.
ગરમ દૂઘ પીવાથી મૂડ સારો થાય છે અને દિવસની શરૂઆત ખુબ સારી થાય છે. કેન્સર પીડિત દર્દી હોય જેમને ખાવામાં તકલીફ પડતી હોય, દાંત કમજોર થઈ ગયા હોય તેમને માટે ગરમ દૂઘ પીવાથી ફાયદો થાય છે. દૂઘનું સેવન કરવાથી શરીરની દરેક કમજોરીને દૂર કરવામાં મદદ કરે છે.
આખો દિવસ કામ કરીને થાકી ગયા હોય અને રાત્રે ઊંઘ ના આવતી હોય તો રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂઘનું સેવન કરવું જોઈએ. ગરમ દૂઘમાંથી એમિનો એસિડ મળે છે જે મગજને શાંત રાખે છે. થાક અને નબળાઈને દૂર કરી ને સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે.
ગળામાં કોઈ ઈન્ફેક્શન હોય કે ગળામાં દુખાવો થતો હોય કે પછી કફ થયો હોય તો ગરમ દૂઘ પીવાથી જલ્દીથી રાહત મળે છે. ગરમ દૂઘનું સેવન કરવાથી શરીરમાં એનર્જી પુરી પાડે છે. જો તમે કસરત, યોગા કે પછી દોડીને આવ્યા પછી ગરમ દૂઘ પીવો તો શરીર માટે ફાયદાકારક છે.
જેથી શરીરમાં પાણીની કમીને દૂર કરે છે અને શરીરને હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે. રાત્રે ઊંઘતા પહેલા એક ગ્લાસ ગરમ દૂઘ પીવું જોઈએ. જેથી પેટને લગતી સમસ્યા જેવી કે કબજિયાત, અપચો, ગેસ ની સમસ્યા માં રાહત મળે છે.