શિયાળામાં વધુ પ્રમાણમાં આ એક વસ્તુ મળી આવે છે. આ વસ્તુનું સેવન કરવાથી સ્વાસ્થ્યને થશે અનેક લાભ. આ વસ્તુનું સેવન કરવાથી ઘણી બીમારીમાં તમે રાહત મેળવી શકશો.
આજે અમે તમને જે વસ્તુની વાત કરવાના છીએ તે વસ્તુનું નામ ગાજર છે. જે શિયાળામાં ખુબ જ વધુ પ્રમાણમાં મળી આવે છે. ગાજરનું સેવન લોકો સલાડ, જ્યુસ વગેરે રીતે કરી શકે છે.
દરરોજ ગાજરનું સેવન કરવામાં આવે તો પેટને લગતી અનેક સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. ગાજરનું સેવન કરવું દરેક વ્યક્તિને પસંદ હોય છે. દરેક સીઝનમાં મળી આવતા ફળોનું સેવન કરવું જોઈએ. જે આરોગ્યના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
શિયાળામાં લોકો કાચા ગાજર ખાતા હોય છે આ ઉપરાંત ગાજરનું જ્યુસ બનાવીને પીવામાં આવે તો હેલ્થ ને લગતી અનેક સમસ્યા દૂર થી શકે છે. ગાજરમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો મળી આવે છે. તો ચાલો જાણીએ ગાજર ખાવાના ફાયદા વિશે.
ગાજરમાં કેલ્શિયમ,ફાયબર, પોટેશિયમ, વિટામિન-એ, વિટામિન-બી, અને વિટામિન-સી જેવા તત્વો ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. જે શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને બહાર નીકળે છે અને હદય રોગથી બચાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત કેન્સર જેવી બીમારીથી બચવા માં મદદ કરે છે
જો શરીરમાં શારીરિક નબળાઈ, તણાવ હોય તો ગાજરનો જ્યુસ પીવાથી શરીરની દરેક કમજોરીને દૂર થાય છે. માટે જ્યુસ બનાવવા માટે ગાજરનો રસ, પાલકનો રસ, કાળું મીઠું અને શેકેલું જીરું બધું મિક્સ કરીને પીવાથી શરીરમાં કમજોરીની સમસ્યા દૂર થાય છે.
શિયાળામાં ગાજર નું સેવન કરવું ફાયદાકારક છે કારણકે ગાજરનું સેવન કરવાથી શરીર ગરમ રહે છે. માટે ગાજરના રસમાં અડઘી ચમચી કાળામરીનો પાવડર અને સિંઘાલુ નમક નાખીને જ્યુસ તૈયાર કરો. આ જ્યૂસનું સેવન કરવાથી શરદી, ઉધરસ, કફ થવાની સમસ્યા થવાથી બચાવે છે અને ઠંડીની ઋતુમાં સ્વાસ્થ્ય ને તંદુરસ્થ રાખવામાં મદદ કરે છે.
ગાજરનું નિયમિત પણે સેવન કરવામાં આવે તો શરીરની ઈમ્યુનિટી સિસ્ટમને મજબૂત કરવામાં મદદ કરે છે. માટે ગાજરના જ્યુસમાં એક ચમચી મઘ મિક્સ કરીને પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. જે સ્વાસ્થ્ય માટે અમૃત સમાન માનવામાં આવે છે.
જો તમારા શરીરમાં લોહીની ઉણપ હોય તો તમારે ગાજર અને બીટને મિક્સ કરીને જ્યુસ બનાવીને દરરોજ પી જવું. આ જ્યૂસનું સેવન નિયમિત કરવાથી શરીરમાં લોહીની કમી દૂર થશે.
જુના માં જૂની ખાંસીને મટાડવા માટે અડધું ગાજર, બે લસણ અને બે લવિંગ બઘાને મિક્સ કરીને પીસી દો. અને આ પેસ્ટને દિવસમાં બે વાર લેવાથી જૂના માં જૂની ખાંસી દૂર થાય છે.