હાલમાં ચાલી રહેલ ઋતુમાં ઘણા લોકો ગરમીથી ખુબ જ પરેશાન થઈ તેવામાં શરીરને ઠંડક મળી રહે એ દરેક વ્યક્તિ ઈચ્છતા હોય છે. આ માટે દૂધમાંથી બનાવેલ આ વસ્તુનું સેવન કરવાથી શરીરની ગરમીને દૂર કરી ઠંડક આપે છે.
આંતરિક ગરમી હોવાના કારણે ઘણા લોકોને ચામડીને લગતા રોગો, પેશાબમાં બળતા, પેટની બળતરા જેવી અનેક પ્રકારની તકલીફનો સામનો કરવો પડતો હોય છે, આ માટે આ આંતરિક ગરમીને દૂર કરવા માટે આ વસ્તુનું સેવન કરવું ખુબ જ આવશ્યક છે.
દહીં શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. જેમાં એક ચમચી દેશી મધ મિક્સ કરીને ખાવામાં આવે તો તેના અદભુત ફાયદાઓ થાય છે. આરોગ્ય નિષ્ણાત અને હેલ્થ એક્સપર્ટ પણ દહીં સાથે મધ મિક્સ કરીને ખાવાની સલાહ આપે છે. જે આરોગ્ય માટે હિતકારક છે.
દહીંમાં મધ નું મિશ્રણ મિક્સ કરીને ખાવાથી થતા સ્વાસ્થ્ય ફાયદાઓ વિષે જણાવીશું. દહીંની તાસીર ઠંડી માનવામાં આવે છે. આ માટે મોટાભાગે લોકો દહીંને બપોરના ભોજન સાથે સમાવેશ કરતા હોય છે. દહીં શરીરને ઠંડુ રાખવાની સાથે ઘણા રોગોને દૂર કરવામાં મદદ કરે છે.
દહીંનો ઉપયોગ ઘણા લોકો અલગ અલગ રીતે કરતા હોય છે, ઘણા લોકો દહીંને વાગરી ને ખાતા હોય, દહીંમાં મીઠું મિક્સ કરે, દહીંમાં ખાંડ, મીઠું અને મરચું મિક્સ કરીને ખાતા હોય છે. પરંતુ શું તમે ક્યારેય દહીંમાં મધ મિક્સ કરીને ખાધું છે. ના ખાધું હોય તો એક વખત ખાઈને જોવો શરીરને ઘણી રીતે ફાયદાઓ આપે છે.
દહીં અને મધમાં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે. જેનું સેવન કરીને શરીરને જરૂરી પોષક તત્વોનો કમીને પુરી કરી શકાય છે, શરીરમાં પ્રોટીન ની કમી હોય અને પ્રોટીન મેળવવું હોય તો દહીં અને મધ નું સેવન કરી શકાય છે, જે પ્રોટીન ની કમી ને પુરી કરી કરે છે. પ્રોટીન મળવાના કારણે વાળ મજબૂત બને છે.
દહીં અને મધ નું નિયમિત સેવન કરવાથી પાચનમાં સુધારો થાય છે જેના કારણે આપણે જે કઈ ખોરાકને ગ્રહણ કરીએ છીએ તેને સારી રીતે પચાવવા માં મદદ કરે છે અને ડાયજેશન ને સુધારે છે આજેના કારણે પેટ એકદમ સાફ રહે છે અને પેટ સંબંધિત રોગોનું જોખમ ઓછું રહે છે.
આ માટે આરોગ્ય નિષ્ણાત ભોજન પછી એક વાટકી અથવા તો ત્રણ થી ચાર ચમચી દહીં ખાવાનું કહેતા હોય છે. જે પાચનતંત્ર ને મજબૂત બનાવે છે. આ ઉપરાંત દહીં અને મધને ડાયટમાં પણ સમાવેશ કરવો જોઈએ. જે પેટની વધી ગયેલ ચરબી અને વજન ની ઓછું કરવામાં ઉપયોગી સાબિત થઈ શકે છે.
દહીં સાથે મધ મિક્સ કરીને રોજે ખાવાથી પેટની વધતી ચરબીને બરફના જેમ ઓગાળે છે અને વજન ને ઓછું કરી સ્કીમ બનાવે છે. આ માટે ઘણા લોકો ડાયટમાં દહીં નો સમાવેશું કરતા હોય છે, જો તમે પણ વજન ઓછું કરવા માટે અનેક પ્રયત્નો કર્યા હોય અને વજન ઓછું ના થતું હોય તો દહીંમાં મધ મિક્સ કરીને ખાઈ લો ચોક્કસ ફર્ક જોવા મળશે.
દહીંમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને પ્રોટીન મળી આવે છે. આ માટે આ બંને મિશ્રણ ને મિક્સ કરીને ખાવાથી હાડકા મજબૂત બને છે, જેમને હાડકાના દુખાવા, હાડકામાં આવતો કડકડ અવાજ, સાંઘાના દુખાવા હોય તેવા લોકો એ દહીં અને મધ મિક્સ કરીને ખાવું જોઈએ.