શિયાળાની ઠંડીની સીઝનમાં મૂળા ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. મૂળા શિયાળાની સીઝનમા સરળતાથી મળી આવે છે. માટે શિયાળામાં મળી આવતા મૂળાનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે લાભદાયક સાબિત થાય છે. મૂળાનું સેવન મોટા ભાગે દરેક વ્યક્તિ સલાડના રૂપમાં સેવન કરતા હોય છે.
મૂળાનું સેવન કરવાથી કેલ્શિયમ, પ્રોટીન, ક્લોરીન, આયોડીન, વિટામિન-એ, વિટામિન-સી, વિટામિન-બી, મેગ્નેશિયમ અને લોહતત્વ જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. મૂળા દેખાવમાં જેટલા સફેદ છે તેટલા જ તેના ફાયદા પણ છે. તો ચાલો મૂળા ખાવાથી થતા ફાયદા વિશે જણાવીએ.
ઘણા લોકો મોટાપાથી ઘણા પરેશાન થઈ ગયા હોય છે. તેમના મોટાપાને દૂર કરવા માટે મૂળાના રસમાં લીંબુ અને મીઠું મિક્સ કરીને નિયમિત સેવન કરવું જોઈએ. આનું સેવન કરવાથી મોટાપો ખુબ જ ઝડપથી ઓછો થઈ જાય છે.
મૂળાના પાદડા ને કાપીને તેમાં લીંબુનો રસ નાખીને ખાવાથી પેટ સાફ થઈ જાય છે. પેટમાં જમા થયેલ ખોરાકને આસાનીથી પચવામાં મદદ કરે છે.ગેસ, કબજિયાતની સમસ્યા થતી તેમના માટે આનું સેવન અમૃત સમાન માનવામાં આવે છે. એનું સેવન કરવાથી પાચનક્રિયામાં સુઘારો થાય છે.
જેમને બલ્ડપ્રેશરની સમસ્યા હોય તેમને તો શિયાળામાં મૂળાનું સેવન અવશ્ય કરવું જોઈએ. માટે જમતી વખતે મૂળને સલાડ ના રૂપમાં સેવન કરવું જોઈએ જેથી બલ્ડપ્રેશર કંટ્રોલમાં રહે છે. આ ઉપરાંત કાચા મૂળાનું સલાડના રૂપે સેવન કરવાથી માઈગ્રેનની સમસ્યામાં રાહત મેળવી શકાય છે.
મૂળાનું સેવન કરવાથી લોહી શુદ્ધ થાય અને લીવર હંમેશા માટે સ્વસ્થ રહે છે. જો તમે મૂળાનું સેવન કરો છો તો પેશાબમાં થતી બળતરા કે પછી પેશાબ અટકીને આવતો હોય તો કાચા મૂળાનું સેવન કરવાથી તે સમસ્યા દૂર થઈ જાય છે.
મૂળામાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ આવેલ છે જે ઘણા પ્રકારના કેન્સરથી બચાવામા મદદ કરે છે. માટે કેન્સરથી બચવા માટે મૂળાનું સેવન અવશ્ય કરવું જોઈએ.
ઠંડીની ઋતુમાં શરદી અને ઉઘરસ ની સમસ્યા થતી હોય છે માટે આ સમસ્યાથી દૂર રહેવા માટે આહારમાં મૂળાનું સેવન કરવું જોઈએ. તેમાં રહેલ કન્જેસ્ટીવ ગુણ આવેલ છે જે ગળામાં જામેલા કફને દૂર કરવામાં મદદ કરે છે.
જેમને હીમોગ્લોબિનની ઉણપ હોય તેમને મૂળાના રસમાં દાડમના રસ મિક્સ કરીને પીવાથી હિમોગ્લોબીન વધે છે. આ ઉપરાંત મૂળાનું સેવન કરવાથી પેટમાં રહેલા હાનિકારક બેક્ટેરિયાને બહાર કાઢવામાં મદદ કરે છે.