આજે અમે તમને આ લેખ માં રસોઈનો સ્વાદ વઘારવા માટે ઉપયોગ કરવામાં આવતી કોથમીર ના ફાયદા વિશે જણાવીશું. દરેક વ્યક્તિના ઘરે ખુબ જ સરળતાથી કોથમીર મળી આવે છે. ઘણા લોકો સૂકી અથવા લીલી કોથમીર નો ઉપયોગ કરે છે.
કોથમીરનો ઉપયોગ માત્ર રસોઈનો સ્વાદ વઘારવા સિવાય તેમાં ઘણા આયુર્વેદિક ગુણ પણ રહેલા હોય છે. કોથમીરને કોરિએન્ડર નામથી ઓળખવામાં આવે છે. કોથમીર ને ઘણા લોકો દાળ, શાક, કે તેની ચટણી બનાવીને ખાવામાં ઉપયોગ કરે છે. તો ચાલો તેના ફાયદા વિશે વધુ જાણીએ.
કોથમીરમાં મુખ્યત્વે ફાયબર, કેલ્શિયમ, ખનીજ પદાર્થ, કાર્બોહાઈડ્રેટ, ફોસ્ફરસ, એન્ટી ફંગલ, આયર્ન, વિટામિન-સી, પોટેશિયમ, પ્રોટીન જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં મળી આવે છે. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.
1.ત્વચા માટે: કોથમીરનું સેવન કરવાથી ત્વચા ને લગતી સમસ્યાઓ દૂર થાય છે. કોથમીરમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી સેફટીક અને એન્ટી ફંગલ જેવા ગુણઘર્મો જોવા મળે છે. ત્વચામાં ખજવાળની સમસ્યામાં કોથમીર ફાયદાકારક છે. માટે જયાં ખંજવાળ આવતી હોય ત્યાં કોથમીરની પેસ્ટ બનાવીને લગાવી જોઈએ. જેથી ખંજવાળ દૂર થશે.
2. આંખો માટે: કોથમીરમાં વિટામિન-એ હોવાથી કોથમીરની ચટણી ખાવી જોઈએ જે આંખો માટે ખુબ જ ફાયદાકારક છે. શિયાળામાં ભરપૂર માત્રામાં મળી રહે છે.
3. ડાયજેશન સુઘારે: લીલી કોથમીર પિત્ત નાશક હોય છે. શરીરમાં પિત્ત અથવા કફની સમસ્યા હોય તો લીલી કોથમીર ના રસ ની એક ચમચીનું સેવન કરવું જોઈએ. જે ડાયજેશન સિસ્ટમને સુઘારવામાં મદદ કરશે.
4.નબળાઈ દૂર કરે: જો શરીરમાં થાક કે નબળાઈ રહેતી હોય તો એક ચમચી કોથમીરના રસમાં ચાંપતી ખાંડ અને પાણી મિક્સ કરીને દિવસમાં બે વખત પી જવું. જેથી શરીરમાં ઉર્જા મળી રહેશે અને આખો દિવસ ફ્રેશ મહેશુસ કરશો.
5.ડાયાબિટીસ કંટ્રોલ કરે: ડાયાબિટીસ ની સમસ્યામાં રાહત મેળવવા માટે કોથમીરનું સેવન ખુબ જ લાભદાયક સાબિત થશે. ડાયબિટીસના દર્દી માટે કોથમીર અમૃત સમાન માનવામા છે. આ ઉપરાંત લોહીનું સર્ક્યુલેશન કરવામાં મદદ કરે છે અને સુગર લેવલ ને નિયંત્રણ માં રાખવામાં મદદ કરે છે. માટે દરરોજ લીલી કોથમીરની ચટણી બનાવીને સેવન કરવું જોઈએ.
6. ખીલ દૂર કરવા: ચહેરા પર થયેલ ખીલને કાયમી દૂર કરવા કોથમીર મદદ કરે છે. તે માટે કોથમીરને પીસીને તેમાં ગ્લિસરીન મિક્સ કરીને ચહેરા પર થયેલ ખીલને દૂર કરવામાં મદદ કરે છે.
7. વાળ માટે: જો તમને વાળને લગતી કોઈ પણ સમસ્યા જેવી કે વાળ ખરવા, વાળમાં ખોડો થતી હોય તો કોથમીરનો રસ બનાવીને દરરોજ રાતે સુતા પહેલા પી જવું. આ રસ પીવાથી વાળ મજબૂત અને લાંબા થશે.