કાળા મરી દેખાવમાં ભલે નાના હોય છે પરંતુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો કાળા મરીને દેશી ઘી સાથે ભેળવીને ખાવામાં આવે તો તેનાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. કાળા મરીમાં વિટામિન સી, વિટામિન એ, ફ્લેવોનોઈડ્સ, કેરોટીન અને અન્ય એન્ટી-ઓક્સિડન્ટ્સ જેવા ગુણો હોય છે, જે કાળા મરીને સ્વાસ્થ્યવર્ધક બનાવે છે.
કાળા મરીનું સેવન ફ્રી રેડિકલને દૂર કરવામાં પણ મદદ કરે છે, જે કેન્સરને અટકાવી શકે છે. આજે આ લેખમાં અમે તમને કાળા મરીને ઘીમાં મિક્સ કરીને ખાવાના ફાયદા વિશે જણાવીશું. તો ચાલો જાણીએ કાળા મરી સાથે ઘી ખાવાથી થતા ફાયદા વિશે.
સૂકી ઉધરસથી રાહત : કાળા મરીના સેવનથી સૂકી ઉધરસમાં ઝડપથી રાહત મળે છે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે, 1/2 ચમચી કાળા મરીને એક ચમચી દેશી ઘીમાં ભેળવીને ખાઓ. થોડાજ સમયમાં સૂકી ઉધરસમાંથી મળી જશે છુટકાળો.
રોગપ્રતિકારક: કાળા મરીને ઘી સાથે ભેળવીને ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. કાળા મરીમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદરૂપ છે. આવી સ્થિતિમાં, જો તમને પણ શરદી અને ઉધરસ જેવી સમસ્યા ખૂબ જ જલ્દી થઇ જાય છે, તો કાળા મરીના પાવડરને ઘી સાથે ભેળવીને ખાવાથી ફાયદો થશે.
આંખોની રોશની વધારવા: જે લોકોની આંખોની રોશની નબળી છે તેમના માટે પણ કાળા મરીનું સેવન ફાયદાકારક છે. આંખોની રોશની માટે દેશી ઘીના થોડા ટીપાંમાં કાળા મરીનો પાઉડર મિક્સ કરીને રોજ તેનું સેવન કરો. જો તમે ઈચ્છો તો પગના તળિયા પર પણ ઘી લગાવી શકો છો, તે નબળી આંખોમાં પણ ફાયદાકારક છે.
સાંધાનો દુખાવો દૂર થાય છે: વધતી ઉંમર સાથે હંમેશા સાંધાના દુખાવાની સમસ્યા રહે છે, જેના કારણે ઘી અને કાળા મરીનું સેવન કરવાથી આરામ મળે છે. આ માટે કાળા મરીને શેકીને ઘી સાથે ખાવાનું શરુ કરો. આ મિશ્રણ શુગર લેવલને પણ નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ છે.
જો તમને ઘી અને કાળા મરીનું સેવન કરવાથી થતા ફાયદા પસંદ આવ્યા હોય તો તમારા મિત્રોને જણાવો અને આવીજ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો.