આપણા રસોઈ ઘરમાં એવા ઘણા બઘા મસાલા મળી આવે છે જે આપણા ભોજન નો સ્વાદ વઘારે છે. રસોઈમાં મળી આવતા દરેક મસાલા આપણા સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક સાબિત થાય છે.
આજે અમે તમને હિંગ મસાલા વિષે જણાવીશું જે સ્વાદ વઘારવાની સાથે સ્વાસ્થ્ય વર્ધક પણ માનવામાં આવે છે. હિંગ શક્તિશાળી મસાલો છે. જે ભોજનને સ્વાદિષ્ટ અને સુગંઘી દાર બનાવે છે. જે ખવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે.
હિંગમાં કેલ્શિયમ, ફાયબર, પ્રોટીન, ફોસ્ફરસ, કાર્બોહાઈડ્રેટ, કેરોટીન, લોહતત્વ જેવા પોષક તત્વોનો સ્ત્રોત મળી આવે છે. હિંગને રસોઈ ઉપરાંત અનેક આયુર્વેદિક દવા તરીકે પણ ઘણો ઉપયોગ કરવામાં આવે છે. હિંગમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી વાયરલ જેવા ગુણ મળી આવે છે.
જે પેટમાં થતો દુખાવો, પેટ, ફૂલવું, અપચો, જેવી અનેક સમસ્યામાં હિંગ ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. હિંગને એક ગ્લાસ હૂંફાળા પાણીમાં માત્ર એક ચપટી મિક્સ કરીને પીવાનું છે. જેથી મોટાભાગની બીમારી દૂર થઈ જશે. તો ચાલો જાણીએ હિંગ પાણી પીવાથી થતા સ્વાસ્થ્ય ફાયદા.
પાચનક્રિયા સુઘારે: હિંગ પાણી પીવાથી ડાયજેશન સિસ્ટમ માં સુધારો થાય છે. જેથી ખાઘેલ ખોરાકને પચાવવામાં મદદ મેળવી શકાય છે. જેથી અપચો, ગેસની સમસ્યામાંથી રાહત મળે છે. પેટમાં રહેલ હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરી પેટને સાફ રાખશે.
આ ઉપરાંત પેટમાં થતો દુખાવો દૂર કરવા માટે પણ હિંગ પાણીનું સેવન કરી શકાય છે. અઠવાડીયામાં બે થી ત્રણ વખત હિંગ પાણીનું સેવન કરવામાં આવે તો મંદ પડી ગયેલ પાચનશક્તિ મજબૂત થાય છે. જમ્યા પછી હિંગની એક ગોળી ખાવાથી ખાવાનું પણ જલ્દી પચી જાય છે.
વજન ઘટાડે: હિંગ પાણી વજન ઘટાડવા માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે. હિંગ પાણીનું સેવન કરવાથી મેટાબોલિઝમ રેટમાં વઘારો થાય છે. પેટની ચરબીને ઓગાળવા માટે અને વજન ઓછું કરવા માટે હિંગ પાણીનું સેવન કરવું જોઈએ જે ખુબ જ ઝડપથી ચરબીના થરને ઘટાડીને વજન ઓછું કરવામાં મદદ કરે છે. વારે વારે પેટ ફૂલી જવાની સમસ્યા રહેતી હોય તો હિંગ પાણી પીવાથી પેટ ફૂલવાની સમસ્યા દૂર થઈ જાય છે.
શ્વાસ લેવાની સમસ્યા રાહત આપે: હિંગ શ્વાસ સંબધિત સમસ્યાઓ માં પણ ખુબ જ ફાયદાકારક છે. વારે વારે ચાલતા હોય અને શ્વાસ ચડી જવાની સમસ્યા હોય તો હિંગ પાણી ખુબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત ફેફસામાં જામેલ કફને દૂર કરી ખાંસીમાં પણ રાહત આપે છે.
હાઈ બ્લડ પ્રેશર: હિંગ હાઈ બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. માટે હિંગને આહારમાં પણ સમાવેશ કરી શકાય છે. આ ઉપરાંત હિંગનું પાણી પણ લાભદાયક સાબિત થાય છે. હૂંફાળા પાણીમાં એક ચપટી કરતા ઓછું નાખીને રોજે પીવાથી બ્લડપ્રેશર કંટ્રોલમ રહે છે.
માથાના દુખાવામાં રાહત: માથાનો દુખાવો મોટાભાગે ઘણા લોકોને રહેતો હોય છે. તેમના માટે હિંગ ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. જયારે માથું દુખે ત્યારે પાણીમાં હિંગ મિક્સ કરીને પીવાથી માથામાં થતા દુખાવામાં ખુબ જ ઝડપથી રાહત મેળવી શકાય છે.સાથે મગજને શાંત રાખે છે.
શારીરિક કમજોરી દૂર કરે: શારીરિક શક્તિને વઘારવા માટે હિંગ ખુબ જ ફાયદાકારક છે. આ માટે ત્રણ ચમચી હિંગ, ત્રણ ચમચી સૂંઢ પાવડર, 3 કાળામરી પાવડર આ બઘાને મિક્સ કરીને એક કાચની બરણીમાં ભરી લેવો ત્યાર પછી તેમાં થી એક ચપટી લઈને રાત્રે સીતા પહેલા એક ગ્લાસ હૂંફાળા પાણી સાથે લેવાથી શરીરની શારીરિક કમજોરી દૂર થઈ જાય છે. જેથી થાક અને નબળાઈ રહેતી નથી.
દાંતમાં થતા દુખાવામાં રાહત મેળવવા માટે અડઘી ચમચી હિંગમાં પાણી મિક્સ કરીને ગરમ કરી લેવું ત્યાર પછી રૂની મદદથી દાંતના થતા દુખાવા પર લાગવાથી રાહત મળે છે. આ ઉપરાંત સડો થયો હોય તેના ઉપર લગાવાથી સડો થોડા દિવસમાં દૂર થઈ જાય છે.