આપણા રોજિંદા જીવનમાં આપણી અનિયમિત ખાન પાન હોવાથી પેટના રોગો થવાનું જોખમ વઘી જાય છે. પેટના રોગો એટલે કે કબજિયાત, અપચો, ગેસ જેવી સમસ્યા થતી હોય છે. આ સમસ્યા ઘણા લોકોને ખુબ જ સામાન્ય લાગે છે. પરંતુ જો પેટના રોગને ઝડપથી દૂર કરવામાં ના આવે તો અનેક પ્રકારના રોગ આપણા શરીરમાં થતા હોય છે.
માટે પેટના રોગને દૂર કરવા અને પેટને સાફ રાખવા માટે આપણે આપણા આહાર પર થોડું કંટ્રોલ રાખવું જોઈએ. જેથી આપણે ખાઘેલ ખોરાક સરળતાથી પચી જાય અને પેટના રોગો મૂળ માંથી દૂર થઈ જાય છે. જો આપણો ખાધેલ ખોરાક ના પચે તો આપણી પાચનક્રિયા ખુબ જ ઘીમી થઈ જાય છે.
જેના કારણે ખોરાક પચતો નથી અને તે સડવા લાગે છે અને જયારે આપણે સંડાસ જવા જઈએ ત્યારે મળને બહાર નીકાળવા માટે ઘણું જોર કરવું પડતું હોય છે. તેમ છતાં પણ મળ છૂટો પડતો નથી. માટે આજે અમે તમને એવા કેટલાક ઉપાય જણાવીશું જેનો ઉપયોગ કરવાથી તમારો મળ સરળતાથી નીકળી જશે અને પેટ સાફ થઈ જશે.
દરેક વ્યક્તિ હાલના સમયમાં ઘણા બહારના ફાસ્ટ ફૂડ અને જંકફૂડનું ભરપુર માત્રામાં સેવન કરતા હોય છે. જેમાં મસાલેદાર, તીખું, તરેલું વધુ જોવા મળે છે. આ ઉપરાંત અમુક વસ્તુ એવી ખાઈ લઈએ છીએ કે જે ખાવામાં તો ખાઈ લઈએ છીએ પરંતુ પચવામાં ખુબ જ સમય લે છે. જેમ કે, પીઝા, બર્ગર, ચીજ, વગેરે.
આપણા શરીરની મંદ પડેલી પાચન શક્તિને મજબૂત બનાવવા માટે આજે અમે તમને એક એવા પીણાં વિશે જણાવીશું જેનું સેવન કરવાથી તમારી પાચનક્રિયા સુઘરશે અને પેટને લગતા રોગોમાં રાહત મળશે. તો ચાલો જાણીએ પીણું કેવી રીતે બનાવવું.
પીણું બનાવવાની રીતે: રાત્રે સુતા પહેલા એક ગ્લાસ માટલીનું પાણી લેવું, ત્યાર પછી આ પાણીમાં એક ચમચી જીરું નાખવો, હવે તે પાણીને આખી રાત ઢાંકીને રહેવા દેવાનું છે. પછી જયારે તમે સવારે ઉઠો ત્યારે તમારે તે પાણીને ગેસ પર મૂકીને ઉકાળવાનું છે. જયારે તે પાણી અડધું થઈ જાય ત્યારે તેને નીચે ઉતારીને ઠંડુ થવા દેવાનું છે. ત્યાર પછી તે પાણીને ગાળીને ખાલી પેટ પી જવાનું છે.
આ પીણામાં રહેલ જીરું આપણી પાચનની સમસ્યા ને દૂર કરી દેશે. આ પીણાંનું સેવન કરવાથી આપણા આંતરડામાં જમા થયેલો મળ અને કચરાને દૂર કરવામાં મદદ કરે છે. જેથી આપણું પેટ સાફ રહે છે. જેથી પેટને લગતા રોગોમાં અજમાને શ્રેસ્ટ માનવામાં આવે છે.
પ્રાચીન કાળથી જીરુંને આયુર્વેદિક દવા બનાવવા માટે કરવામાં આવતો હતો. જીરુંની અંદર એવા કેટલાક ગુણ મળી આવે છે જે આપણી પાચનક્રિયા સુઘારવા ઉપરાંત પણ આપણા સ્વાસ્થ્ય ને અનેક રીતે ફાયદાકારક સાબિત થાય છે.
આ પીણા નું સેવન કરવાથી જો ભૂખ ના લાગતી હોય તો ભૂખ લગાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત પુરુષોની શારીરિક કમજોરીને દૂર કરવામાં મદદ કરે છે. માટે પુરુષો માટે આ પીણું ખુબ જ લાભદાયક છે. જો તમે વજન ઘટાડવા માંગતા હોય તો આ પીણાંનું સેવન કરવાથી વજન ઘટાડી શકાય છે.
આ પાણીં પીવાથી આપણા મેટાબોલિઝમમાં વઘારો થાય છે, જે પેટની ચરબીને ઘટાડવા મદદ કરે છે. જો આપણા શરીરમાં ચરબીનું પ્રમાણ નહિવત થઈ જશે તો પેટને લગતી અનેક સમસ્યા માંથી કાયમી છુટકાળો મેળવી શકશો. માટે આ પીણું ચરબીને દૂર કરવા અને પાચનક્રિયાને સુઘારીને પાચનતંત્ર ને મજબૂત બનાવે છે.