ઉનાળાની ગરમીની શરૂઆત થતા શરીરને થડક મળી રહે તેવી વસ્તુ ખાવાની ઈચ્છા થતી હોય છે. શરીરને થડક મળી રહે એવી ઘણી બધી વસ્તુઓ બજારમાં મળી આવે છે. જેમ કે, છાશ, આઈસ્ક્રીમ, લસ્સી, શિકંજી, કોલ્ડ્રીંક વગેરે સરળતાથી મળી આવે છે.
ઉનાળાની ગરમીમાં લસ્સી પીવાની મજાજ કંઈક અલગ હોય છે. માટે આજે અમે તમને લસ્સી પીવાના ફાયદા વિષે જણાવીશું. લસ્સી દહીં માંથી બનાવામાં આવે છે. માટે તે ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે. મોટાભાગના લોકો ઉનાળાની ગરમીની શરૂઆત થતા જ લસ્સી પીવાનું ચાલુ કરી દે છે. ગરમીથી બચવા માટે લસ્સી એક ઉત્તમ પીણું માનવામાં આવે છે.
દહીં માંથી બનાવેલ લસ્સીમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી આવે છે. તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, ફાયબર, વિટામિન-સી, વિટામિન-12 જેવા પોષક તત્વોનો સ્ત્રોત મળી આવે છે. જે ગરમી થી લાગતી લૂ થી બચાવવામાં મદદ કરે છે. માટે ગરમી માં લસ્સી નું સેવન કરવું ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.
નાના મોટા દરેક વ્યક્તિને લસ્સીનું સેવન કરવું ખુબ જ ગમે છે. લસ્સીમાં ડ્રાયફ્રૂટ્સ નાખીને પીવામાં આવે તો લસ્સી પીવાના ઘણા બઘા ફાયદા થાય છે. લસ્સી કોઈ પણ સમયે પી શકાય છે. લસ્સી પીવાથી પેટને લગતી સમસ્યામાં રાહત મળે છે. આ ઉપરાંત વજનને કંટ્રોલ કરવાનું કામ કરે છે. તો ચાલો લસ્સી પીવાના ફાયદા અને લસ્સી બનાવવાની રીતે જાણીએ.
સૂર્યપ્રકાશની તેજ ગરમીમા લસ્સીનું સેવન કરવાથી આપણા શરીરને હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે. લસ્સીમાં સારી માત્રામાં પોષક તત્વ મળી આવે છે. જેનું રોજે એક ગ્લાસ સેવન કરવાથી ખોરાકને પચાવવામાં મદદ મેળવી શકાય છે. જેથી આપણી પાચનક્રિયા મજબૂત થાય છે. જેથી ગેસ, અપચાની સમસ્યામાં રાહત મળે છે.
ઘણા લોકો ઉનાળામાં વજન ઘટાડવા માટે એક ટાઈમ ખોરાક લેવાનું પણ બંઘ કરી દેતા હોય છે. તેમના માટે દહીંથી બનાવેલ લસ્સી પીવાથી મેટાબોલિઝમ વઘે છે અને પેટની ચરબીને ઘટાડીને વજન ઓછું કરવામાં મદદ મેળવી શકાય છે. માટે વજન ઓછું કરવા માટે દહીંની બનાવેલ લસ્સી રામબાણ પીણું સાબિત થાય છે.
જમ્યા પછી ખાટા ઓટકાર આવવા કે એસીડીટીની સમસ્યા રહેતી હોય તેમના માટે લસ્સીનું સેવન કરવું ખબ જ સારું માનવામાં આવે છે. લસ્સીનું સેવન કરવાથી એસીડીટીમાં રાહત મેળવી શકાય છે. આ ઉપરાંત પેટમાં થતી બળતરા માં પણ રાહત મેળવી શકાય છે.
લસ્સીનું સેવન કરવાથી શરીરમાં ભરપૂર એનર્જી મળી રહે છે.આ ઉપરાંત મૂડમાં સુઘારો લાવવામાં મદદ મેળવી શકાય છે. તેનું નિયમિત સેવન કરવાથી આપણા શરીરમાં થાક અને કમજોરી દૂર થાય છે. તેમાં રહેલ લેકટીક એસિડ નામનું તત્વ આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં વઘારો કરે છે.
તેમાં સારી માત્રામાં કેલ્શિયમ મળી આવે છે. જે આપણા હાડકા માટે ખુબ જ ફાયદાકારક છે. માટે જો રોજે માત્ર એક ગ્લાસ લસ્સી પીવામાં આવે તો આપણા કમજોર પડી ગયેલા હાડકા મજબૂત બનાવી શકાય છે. હાડકાને મજબૂત બનાવવા માટે ખુબ જ ઉપયોગી પીણું માનવામાં આવે છે.
લસ્સીનું સેવન કરવાથી ત્વચામાં નિખાર લાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત વાળને મજબૂત અને સિલ્કી બનાવવા માટે પણ લસ્સી ખુબ જ ફાયદાકારક છે. માટે ત્વચા અને વાળને લગતી સમસ્યામાં લસ્સી ખુબ જ લાભદાયક સાબિત થાય છે.
લસ્સી નાના મોટા દરેક વ્યક્તિ પી શકે છે. લસ્સીમાં ડ્રાયફ્રૂટ્સ નાખીને ખાવાથી ખુબ જ ફાયદા મળશે. માટે ઉનાળાની ગરમીમાં રોજે દહીંની બનાવેલ લસ્સી એક ગ્લાસ પીવી આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.
લસ્સી બનાવવાની રીત: સૌથી પહેલા એક તપેલી લઈ લો, તેમાં 300 ગ્રામ દહીં લઈ લો, હવે તેમાં 6-7 ચમચી ખાંડ મિક્સ કરો, હવે તેમાં એક કે બે ઈલાયચી નો ભૂકો કરી મિક્સ કરો(ઈલાયચી સ્વાદ માટે નાખવી હોય તો નાખી શકાય), ત્યાર પછી તેમાં ત્રણ થી ચાર ટુકડા બરફના મિક્સ કરી લો અથવા તેમાં અડધા ગ્લાસ જેટલું ઠંડુ પાણી મિક્સ કરી શકો છો.
હવે તેને વલોવી દેવી અથવા મિક્સરમાં નાખીને બરાબર ગ્રાઈન્ડર કરી લેવું, ત્યાર પછી તેને ગ્લાસમાં નીકાળી લેવી ત્યાર પછી તેમાં તમે બરફના નાના ટુકડા કરીને તેમાં ઉપરથી નાખી શકો છો. ત્યાર પછી તેના ઉપર પિસ્તા, બદામ, કાજુ, કિશમિશ જેવા ડ્રાયફ્રૂટ્સ છીણીને તેના ઉપર નાખી શકો છો. હવે તમારી લસ્સી તૈયાર થઈ ગઈ છે.