મિત્રો આજના સમયમાં દરેક લોકો બીજા કરતા વધુ સુંદર દેખાવા માંગે છે. અને તેના માટે અનેક બજારુ વસ્તુઓનો ઉપયોગ કરતા હોય છે. જોકે ત્વચાને નિખારવા માટે ચણાનો લોટ અને ગુલાબજળ ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ બે વસ્તુના ઉપયોગથી ત્વચામાં એક નવો નિખાર આવે છે. તેનાથી ચહેરા પરના ખીલ, ડાઘ વગેરે દુર થાય છે.
તમને જણાવીએ કે ચણાનો લોટ એક સારા એક્સ્ફોલીએટરના રૂપમાં કાર્ય કરે છે. તેનાથી ત્વચાની ઊંડાણ સુધી સફાઈ કરવામાં મદદ મળે છે. આ સાથે ગુલાબજળ એંટીઓક્સિડેંટ અને એન્ટિબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે.
આથી જયારે આ બંને વસ્તુને એક સાથે ત્વચા પર લગાડવામાં આવે છે ત્યારે, ત્વચાની ઘણી સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળે છે. તોઆ લેખમાં અમે તમને ચહેરા પર ચણાનો લોટ અને ગુલાબજળ લગાડવાના કેટલાક ફાયદાઓ વિષે જણાવીશું.
ચહેરા પર કુદરતી નિખાર આવે છે : ચણાનો લોટ અને ગુલાબજળ બંને ને મિક્સ કરી લગાડવાથી ત્વચાની રંગતમાં સુધાર આવે છે. તેનાથી ટૈનીંગ, પિગ્મેંટેશન અને ત્વચાની કાળાશ માત્ર થોડાજ દિવસોમાં દૂર થાય છે અને તમને એક ચમકદાર ત્વચા મળે છે.
ડેડ સ્કીનથી છુટકારો મળે છે : તમને જણાવીએ કે ચણાનો લોટ ત્વચાને એક્સ્ફોલીએટ કરવામાં મદદ કરે છે, તેમ જ ગુલાબજળમાં એંટીઓક્સિડેંટ અને એન્ટિબેક્ટેરિયલ ગુણ રહેલા હોય છે જે ફ્રી રેડિકલ્સથી લડવામાં, મૃત કેશિકાઓ દૂર કરવામાં અને ત્વચા પર જામી ગયેલી ગંદકીને સાફ કરવામાં મદદ કરે છે.
ડ્રાઈ સ્કીનથી છુટકારો મળે છે : ચણાનો લોટ અને ગુલાબજળનું મિશ્રણ ચહેરા માટે એક પ્રાકૃતિક મોઈશ્ચરાઇઝરના તરીકે કામ કરે છે. આ મિશ્રણ ત્વચાને હાઈડ્રેડ રાખવામા મદદ કરે છે. જેનાથી તમારી ત્વચા સોફ્ટ બને છે ત્વચામાં નિખાર આવે છે.
એજિંગના લક્ષણ ઓછા થાય છે : ચણાનો લોટ અને ગુલાબજળની મિશ્રણ ચહેરા પર લગાવવાથી ત્વચા ટાઈટ થાય છે સાથે જ તે ફ્રી રેડિકલ્સથી લડવામાં, નાની ઉંમરે ત્વચામાં કરચલીઓ દૂર કરવામાં પણ મદદ કરે છે. જેનાથી તમે જુવાન દેખાઓ છો.
એક્નેની સમસ્યા દૂર થાય છે : ગુલાબજળ અને ચણાના લોટનું મિશ્રણ એક ક્લીનિંગ એજંટના રૂપમાં કામ કરે છે. જે ત્વચા પર જોવા મળતું ઓઇલ અને ગંદકી સાફ કરે છે. આ સાથે જ તે રોમછિદ્રોની સફાઈ કરે છે. ત્વચા પર ગુલાબજળ લગાવવાથી ત્વચાને ઠંડક પહોંચાડે છે અને સોજો ઘટાડવામાં મદદ કરે છે, જેનાથી ખીલથી છુટકારો મળે છે.
ચહેરા પર ચણાનો લોટ અને ગુલાબજળ કેવી રીતે લગાડવું : ચહેરા પર ચણાના લોટ અને ગુલાબજળને લગાડવા માટે તેનો ફેસપેક બનાવી લગાડી શકો છો. ચણાના લોટ અને ગુલાબજળનું ફેસપેક બનાવવા માટે તમારે 2 ચમચી ચણાનો લોટ લઈ તેમાં 2 થી 3 ચમચી ગુલાબજળ મિક્સ કરવાનું છે.
તેની સ્મૂથ પેસ્ટ બનાવવાની છે અને તેને ચહેરા લગાવવાની છે. તેને 15 થી 20 મિનિટ માટે એમ જ રહેવા દઈ અને જ્યારે સુકાઈ જાય એટલે ઠંડા પાણીથી ચહેરો સાફ કરી લેવો. ત્યાર બાદ ચહેરા પર મોઈશ્ચરાઇઝર લગાડવું. તમે આ ફેસપેક અઠવાડિયામાં 2-3 વાર લગાડી શકો છો.