માનવ શરીરને યોગ્ય રીતે ચલાવવા માટે શરીરને ઘણી બધી વસ્તુઓની જરૂર પડે છે. આ વસ્તુઓમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન્સ અને બીજા ઘણા બધા તત્વોની જરુરુ પડે છે. શરીરના મોટાભાગના અંગોને કાર્યરત રહેવા માટે શરીરમાં કેલ્શિયમ ખુબજ જરૂરી છે.
ઘણા લોકોના શરીરમાં કેલ્શિયમની ઉણપ જોવા મળે છે. આ ઉણપના કારણે ઘણી બધી નાની મોટી બીમારીઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં અહીંયા તમને કેટલા ઉપાયો વિષે જણાવીશું જે ઉપાયોથી તમે તમારા શરીરમાંથી કેલ્શિયમની ઉણપ હંમેશા માટે દૂર કરી શકો છો.
દૂધ: ઘણા લોકો દૂધ પીવાનું પસંદ નથી કરતા, પરંતુ દૂધમાંથી ઘણી માત્રામાં કેલ્શિયમ મળી આવે છે. જે લોકો ભેંસનું દૂધ પીવે છે એ લોકો જો ગાયનું દૂધ પીવાનું શરુ કરે તો તેમાંથી કેલ્શિયમ ખૂબ સારી માત્રામાં મેળવી શકે છે. ભેંસના દૂધમાં વધારે માત્રામાં ફેટ રહેલું હોય છે જે આપણા હૃદય માટે નુકસાનકારક છે.
દહી: દૂધ કરતા દહીંની અંદર વધુ કેલ્શિયમ જોવા મળે છે. જો બજારુ દહીં કરતા ઘરે જ બનાવેલું દહીં ખાવામાં આવે તો વધુ ફાયદો મેળવી શકાય છે. તમને જણાવી દઈએ કે જો બપોરના ભોજન સાથે દહીં લેવું ખુબજ ફાયદાકારક છે.
રાજમા: મોટાભાગના લોકો શરીરમાં જરૂરી પોષકતત્વો મેળવવા માટે મગ, ચણા, તુવેર જેવા કઠોરની ઉપયોગ કરતા હોય છે. પરંતુ ઘણા ઓછા લોકો રાજમાનો ઉપયોગ કરે છે. રાજમામાં સારા પ્રમાણમાં કેલ્શિયમ મળી રહે છે. તમને જણાવી દઈએ કે 100 ગ્રામ રાજમામાંથી આશરે 143 મિલિગ્રામ કેલ્શિયમ મળી રહે છે. આ સાથે સાથે રાજમામાં ખૂબ સારા પ્રમાણમાં આયર્ન રહેલું હોવાથી તે હિમોગ્લોબીનને પણ વધારે છે.
ચણા: મોટાભાગના ઘરોમાં શાકભાજી બનાવવા માટે ચણા નો ઉપયોગ થાય છે. ચણા એક એવી વસ્તુ છે જેમાંથી કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. આ સાથે તમને જણાવી દઈએ કે ચણા કેલ્શિયમથી સમૃદ્ધ માનવામાં આવે છે. રાતે સૂતા પહેલા ચણાને પાણીમાં પલાળી દેવા અને સવારે ઊઠીને તેનું સેવન કરવામાં આવે તો શરીરમાંથી કેલ્શિયમની ઊણપ દૂર કરી શકાય છે.
અડદની દાળ: દાળ બનાવવા માટે અડદની દાળનો ઉપયોગ કરવામાં આવે છે. અડદની દાળ પોષક તત્વોથી ભરપૂર માનવામાં આવે છે. જો અડદની દાળને બાફીને ખાવામાં આવે તો શરીરમાં કેલ્શિયમની સાથે સાથે પ્રોટીનની ઊણપ પણ દૂર કરી શકાય છે.
બદામ: મોટાભાગના બધા જ ડ્રાયફ્રુટનો ઉપયોગ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. આ ડ્રાયફ્રુટમાં બદામનો સમાવેશ થાય છે. બદામ કિંમતમાં થોડીક મોઘી હોય શકે છે પંરતુ તમારા માટે કોઈ દવા કરતા ઓછી નથી. જો બદામનો ઉપયોગ દરરોજ કરવામાં આવે તો શરીરમાં કેલ્શિયમની ઊણપ હોય તો દૂર કરી શકાય છે અને શરીરમાં તેની ઉણપ પણ થતી નથી.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.