અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે. આ સિઝનમાં દરેક વ્યક્તિ સુંદર દેખાવા માંગે છે. જોકે, બજારમાં ઉપલબ્ધ બ્યુટી પ્રોડક્ટ્સને કારણે ચહેરા પર વિપરીત અસર જોવા મળે છે. આ સિવાય ખોટો આહાર અને ખરાબ દિનચર્યાના કારણે પણ ત્વચાની સમસ્યાઓ થાય છે. જો તમે પણ લગ્નની સિઝનમાં સુંદર દેખાવા માંગો છો તો તમે તમારા ડાયટમાં કેટલીક વસ્તુઓ સામેલ કરી શકો છો. તો આવો જાણીએ.
હળદરનું સેવન કરો : હળદરમાં એન્ટિબેક્ટેરિયલ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિઓક્સિડન્ટ ગુણ હોય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. હળદર પાવડર ત્વચા પર લગાવવાથી ચહેરા પર ચમક આવે છે. આ માટે હળદર અને દહીં મિક્સ કરીને ચહેરા પર લગાવો.
આ સાથે જ, ચહેરા પરના દાગ દૂર કરવા માટે, તમે દરરોજ હળદરવાળા દૂધનું સેવન કરી શકો છો. જો તમે ઈચ્છો તો હળદરનું પાણી પણ પી શકો છો. તેનાથી ચહેરા પરના ડાઘ દૂર થાય છે. તમે હળદરના ફેસ પેકનો પણ ઉપયોગ કરી શકો છો. આ સિવાય હળદરને ડાયટમાં ચોક્કસથી સામેલ કરો.
ચિયા બીજ ખાઓ : ચિયાના બીજ સ્વાસ્થ્ય અને સુંદરતા બંને માટે ફાયદાકારક છે. તેમાં આવશ્યક પોષક તત્વ ઓમેગા-3 ફેટી એસિડ જોવા મળે છે. તેનાથી ત્વચામાં કોલેજન ઉત્પન્ન થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો, ચિયાના બીજ કોલેજન ઉત્પાદનમાં મદદરૂપ થઈ શકે છે. તેનાથી ઉંમર વધવાની સમસ્યા નથી થતી. તમે તમારા આહારમાં ચિયાના બીજનો સમાવેશ કરી શકો છો. તમે સલાડ અને સ્મૂધીમાં ચિયા સીડ્સનું સેવન કરી શકો છો.
બદામ ખાઓ : ત્વચાની સુંદરતા જાળવવા માટે ડૉક્ટરો હંમેશા આહારમાં વિટામિન E યુક્ત ખોરાક ખાવાની ભલામણ કરે છે. જો તમે લગ્નની સિઝનમાં સુંદર દેખાવા માંગતા હોવ તો તમારે રોજ બદામ ખાવી જ જોઈએ. તેમાં મેગ્નેશિયમ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે.
આ આવશ્યક પોષક તત્વ ઝડપી વાળના વિકાસમાં મદદ કરે છે. તેનાથી ત્વચાની સાથે વાળની સમસ્યા પણ દૂર થાય છે. આ સિવાય આહારમાં મોસમી ફળો અને શાકભાજીનો ચોક્કસપણે સમાવેશ કરો.
પપૈયા : પપૈયામાં વિટામિન સી ઉપરાંત વિટામિન એ, વિટામિન ઇ, એન્ટીઓક્સિડન્ટ હોય છે. જે ત્વચાને ખીલ અને ડાઘ-ધાબાથી રક્ષણ આપે છે. આ ઉપરાંત પેટને પણ સાફ રાખે છે.
ગાજર : ગાજરમાં વિટામિન સી અને કેરોટીન સારી માત્રામાં હોય છે. જે ત્વચાને અને વાળ બંને માટે ફાયદાકારક છે. સુંદર અને બેડાઘ ત્વચા માટે ગાજરનો જ્યૂસ પીવો જોઇએ. તમે ગાજરને એમજ ખાઈ શકો છો. ગાજર ખાવાથી આંખોને પણ ફાયદો થાય છે.