આજના સમયમાં દરેક મહિલા અને પુરુષોને એક સમસ્યા ખુબ જ પરેશાન કરતી હોય છે. તે સમસ્યા હાલના સમયમાં ખુબ જ વઘી ગઈ છે. હાલના સમયમાં પ્રદુષિત વાતાવરણ, અનિયમિત ખાણી પીણી અને આપણી કેટલીક ખોટી તેવો આ સમસ્યાને વઘારે છે.
તમને જણાવી દઉં કે હાલના સમયમાં દરેક મહિલાઓ અને પુરુષો વાળ ખરવાની સમસ્યાથી ખુબ જ પરેશાન રહેતા હોય છે. વાળ વઘારે ખરવાથી માથાના ભાગમાં ટાલ પડવા લાગે છે જે ખુબ જ ખરાબ લાગે છે. જેથી આપણે શરમનો સામનો કરવો પડતો હોય છે.
જો આપણા વાળને પૂરતું પોષણ ના મળી રહેતો વાળ ખરવાનું કારણ બની શકે છે. માટે વાળને જરૂરી પોષણ મળી રહે તે માટે યોગ્ય પોષ્ટીક આહાર ખાવો જોઈએ. જેથી આપણા વાળ મજબૂત બની રહે અને વાળ ખરવાની સમસ્યા બંઘ થઈ જાય.
ધૂળ માટીના રજકણો અને વઘારે પડતા પ્રદુષણના કારણે પણ વાળ ખરતા હોય છે. જેના કારણે દવાઓ અને બજારુ પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે. ઘણા લોકો વાળને ઘોવા માટે અલગ અલગ શેમ્પુનો ઉપયોગ કરતા હોય છે. તે પણ એક વાળ ખરવાનું કારણ બની શકે છે.
આજે અમે તમને વાળને ખરતા અટકાવા માટે શું કરવું જોઈએ તેના વિષે જણાવીશું. આ ઉપાય કરવાથી વાળ ખરતા અટકી જશે અને વાળને મજબૂત, લાંબા બનાવશે. તો ચાલો વાળને ખરતા અટકાવવા માટે શું કરવું જોઈએ તેના વિષે જણાવીશું.
વાળ માટે એરંડિયાનું તેલ ખુબ જ લાભદાયક સાબિત થાય છે. રોજે એરંડિયાનું તેલ માથામાં લગાવી થોડી વાળ માલિશ કરવાથી વાળ ખરતા અટકે છે અને વાળ લાંબા, મુલાયમ અને ચમકદાર બને છે. પહેલાના જમાનામાં વાળને મજબૂત બનાવવા માટે એરંડિયાના તેલનો ઉપયોગ કરવામાં આવતો માટે જો તમારે વાળને મજબૂત બનાવવા હોય તો એક વખત એરંડિયા તેલનો ઉપયોગ જરૂર કરવો જોઈએ.કરવો ખુબ જ ફાયદાકારક છે.
આ ઉપરાંત વાળને ખરતા રોકવા માટે ડુંગળીનું તેલ પણ સૌથી સારું માનવામાં આવે છે. જો રોજે સવારે અને સાંજે બે વખત ડુંગળીનું તેલ વાળમાં અને વાળના મૂળમાં લગાવામાં આવે તો ખરતા વાળને રોકી શકાય છે.
ઘણા લોકોને વાળ નાની ઉંમરે જ સફેદ થવા લાગતા હોય છે તેમના માટે પણ ડુંગળીનું તેલ ખુબ જ ફાયદાકારક છે. રોજે ડુંગળીના તેલનો ઉપયોગ કરવાથી વાળને સફેદ થતા અટકાવે છે.
વાળ ખરવાના કારણે માથામાં ટાલ પડી હોય તો સૌથી પહેલા એક ચમચી ડુંગળીનું તેલ લેવું, ત્યાર પછી તેમાં અડઘી ચમચી લીંબુનો રસ અને એક ચમચી ઘરે બનાવેલ દહીં લેવાનું છે. ત્યાર પછી બઘાને સારી રીતે મિક્સ કરીને ટાલ પડેલ જગ્યા પર લગાવી દેવી. આમ કરવાથી ટાલમાં પણ ઘીરે ઘીરે વાળ ઉગવા લાગશે.
જો તમને વાળ ખરવાની સમસ્યા હોય તો બજારમાં મળતા શેમ્પુ, કંડીશનરનો ઉપયોગ કરવાનું બંઘ કરી 15 દિવસ માટે ઉપર જણાવેલ ઉપાય કરવાથી વાળ ખરવાની સમસ્યા દૂર થઈ જશે. આ ઉપરાંત વાળ મજબૂત અને સિલ્કી બની જશે.