આજે આપણે અકાળે વાળ સફેદ થવા તે વિશે જોઈશું અને તેનો એક પ્રયોગ પણ જણાવીશું. આ પ્રયોગ એકદમ કરેલું છે દેશી છે અને સૌ કોઈ નાનાથી લઇ મોટા, સૌ કોઈ કરી શકે છે. સૌ પ્રથમ વાળ અકાળે સફેદ અને અત્યારે તો નાની ઉંમરે વાળ સફેદ થવા લાગ્યા છે. વાળ સફેદ થવા આ પ્રશ્ન આજના સમયે ખુબજ વધતો જાય છે.
વાળ સફેદ થવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે. વાળ સફેદ થાય એટલે આપણે બધા અકુદરતી કેમિકલવાળી ડાઈ અને અકુદરતી કેમિકલવાળા કલર લગાવીએ છીએ. પરંતુ આ બધા પ્રયોગ વાળને લાંબા સમયે નુકસાન પહોંચાડે છે જે વાળ સફેદ થવાનું મૂળ કારણ છે.
આમળામાં વિટામીન સી પણ ભરપૂર માત્રામાં છે. આમળાનું સેવન વાળ માટે વરદાનરૂપ સાબિત થઇ શકે છે અને આમળાના પ્રયોગથી વાળ સ્વસ્થ અને સારા બનાવી શકાય છે એટલે કે માથામાં ટાલ પડવી, વાળ વધારે ખારવા, સફેદ થવા વગેરે સમસ્યાઓને કાબૂમાં લાવી શકાય છે.
હવે જાણીએ તમારે પ્રયોગમાં શું કરવાનું છે: આમળાં બજારમાંથી લઇ આવવાના છે. આમળાને રાતભર પાણીમાં પલાળી રાખવા અને સવારે આમળાને મસળી ને તે પાણીને ગાળી લેવાનું છે અને આ પાણીથી તમારે માથાના વાળને ધોવાના છે. આ પ્રયોગ કરવાથી વાળ કાળા અને લાંબા રાખવામાં મદદ મળે છે.
આ પ્રયોગથી અકાળે વાળ ખરતા હશે તે પણ ધીરે ધીરે બંધ થઈ જશે. આ પ્રયોગ અઠવાડિયામાં બે વખત તમે કરી શકો છો. બીજી વાત તમને જણાવીએ કે સફેદ વાળ કાળા થવા ની પ્રોસેસ ખૂબ જ લાંબી છે. વાળ સફેદ થતા અટકાવવા એ પણ ખૂબ જ લાંબી પ્રોસેસ છે જેથી તમને તેનું રીઝલ્ટ ખુબ લાંબા સમયે મળી શકે છે એટલે તમારે એક ન વિચારવું કે આ પ્રયોગ કરવાની સાથે તમને તેનું પરિણાંમ જોવા મળશે.
આ ઉપરાંત તમારે વાળ માટે ઘણી બધી વસ્તુઓમાં ધ્યાન આપવાની જરૂર છે. તમે જે ખોરાક ખાઓ છો તે ખોરાક સાદો હોવો જૉઇએ. જો તમે ચાઈનીઝ ફૂડ લઈ રહ્યા હોય, મેક્સિકન ફૂલ લઈ રહ્યા હોય તો તમારા વાળને નુકશાન થઇ શકે છે. તો બને તેમ ઘરેજ સાદું ભોજન કરવાનું રાખો.
આ ઉપરાંત જો તમે વધુ ચિંતા કરો છો, આખો દિવસ વિચારો કરો છો, રાત્રે કામ વગર ઉજાગરા કરો છો આ બધા કારણો તમારા શરીર સાથે તમારા વાળને લાંબા સમયે નુકશાન પહોંચાડે છે. આ સાથે જો તમારા માથામાં સફેદ વાળ હોય તો તેને ચુંટસો નહીં. ઘણા લોકોને આવી ટેવ હોય છે.