વાળ આપણા ચહેરાને વધારે સુંદર દેખાવમાં મદદ કરે છે. વાળ લાંબા, સિલ્કી અને કાળા ભરાવદાર દરેક મહિલાઓ પસંદ પસંદ હોય છે, પરંતુ આપણી કેટલીક ખરાબ ટેવ, પ્રદુષિત વાતાવરણ અને પોષક તત્વોના અભાવના કારણે વાળ નબળા પડતા હોય છે.
વાળને પૂરતું પોષક ના મળવાના કારણે વાળ નબળા થવાની સાથે ખરવા પણ લાગે છે અને વાળ સફેદ થવા લાગે છે. વાળને ખરતા રોકવા અને સફેદ વાળને કાળા બનાવવા માટે આપણે અનેક પ્રકારની દવાઓ ઉપરાંત તેલ, શેમ્પુ, ડાઈ, કલર વાળી મહેંદી જેવા અનેક પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ.
બજારમાં મળતી આ બધી પ્રોડક્ટમાં કેમિકલ અને અનેક પ્રકારના રસાયણો મળી આવે છે, જે વાળના સ્વાસ્થ્યને ખુબ જ નુકસાન પહોંચાડી શકે છે. આ માટે આજે અમે તમને એવા કેટલાક ઘરગથ્થું ઉપાય જણાવીશું જેની મદદથી વૅલ મજબૂત અને વાળભમ્મર થઈ જશે.
સફેદ વાળને મજબૂત અને કાળા બનાવવા દહીં ખુબ જ ફાયદાકારક છે, આ માટે દહીંમાં બેસન નો લોટ મિક્સ કરીને વાળ અને વાળના મૂળમાં લગાવી દો. પછી 25 મિનિટ પછી વાળને ધોઈ દેવા. આ રીતે દહીં અને બેસન નો ઉપયોગ કરવાથી વાળ મજબૂત, સિલ્કી અને કાળા થશે.
સફેદ વાળને કુદરતી રીતે કાળા બનાવવા માટે પપૈયું ખુબ જ ફાયદાકારક છે. આ માટે સૌથી પપૈયાની પેસ્ટ તૈયાર કરો. ત્યાર પછી તે પેસ્ટને 15 મિનિટ માટે વાળ અને વાળના મૂળમાં લગાવી રાખો પછી વાળને ધોઈ લો. આ રીતે પપૈયાની પેસ્ટનો ઉપયોગ કરવાથી ખોડો દૂર થઈ જશે અને વાળને કાળા કરશે.
વાળના સ્વાસ્થ્ય માટે આમળા ખુબ જ ફાયદાકારક છે. આ માટે સૌથી પેહલા એક બાઉલમા આમળાનો પાવડર નાખો અને તેમાં એક આખું લીંબુ નીચો બરાબર હલાવીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને વાળના મૂળમાં લગાવાથી વાળ મજબૂત અને વાળ એકદમ કાળા ભમ્મર જેવા થઈ જશે.
ડુંગળી આપણા શરીર માટે અને વાળના સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક છે. માટે ડુંગળીની પેસ્ટ બનાવીને વાળના મૂળમાં લગાવાથી વાળ મૂળમાંથી કાળા આવવા લાગશે. જેથી સફેદ વાળની સમસ્યા દૂર થઈ જશે. વાળમાં રોજે ડુંગળીનું તેલ લગાવાથી વાળને ખરતા અટકાવી વાળને મજબૂત બનાવશે.
ઘી આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે, માટે વાળને હેલ્ધી બનાવવા માટે ઘી નો ઉપયોગ કરી શકાય છે, આ માટે રોજે દેશી ઘી ની માલિશ વાળ અને વાળના મૂળમાં કરવામાં આવે તો સફેદ વાળને કાળા કરવાની સાથે વાળ સિલ્કી, ઘાટા, મજબૂત અને મુલાયમ થઈ જશે.
વાળ માટે આ બધા ઉપાય એકદમ નેચરલી છે જે વાળને કુદરતી રીતે કાળા બનાવવામાં મદદ કરશે. વાળને ખરતા અટકાવાની સાથે વાળને કાળા બનાવવા માટે આ ઉપય ખુબ જ ફાયદાકારક છે, આ ઉપરાંતમાં અનેક પ્રકારના બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ વાળમાં કરવાનું બંધ કરવું જોઈએ.
આ ઉપરાંત આપણે આપણે આહારમાં પૌષ્ટિક અને હેલ્ધી આહાર લેવો જોઈએ જેથી વાળને લગતી સમસ્યા ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક છે.