આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

ચહેરો સાફ કરવા માટે આપણે વિવિધ પ્રકારના ઉપાયોનો સહારો લઈએ છીએ. પરંતુ ઘણી વખત આપણે ઘૂંટણ અને કોણી સાફ કરવાનું ભૂલી જઈએ છીએ. આ સ્થિતિમાં, ઘૂંટણ અને કોણીની કાળાશ વધી જાય છે. ઘણી વખત તમારી આ અલાસના કારણે તમારે શરમનો સામનો કરવો પડી શકે છે.

જો તમે પણ ઘૂંટણની કાળાશથી પરેશાન છો અથવા ઘણા બધા ઉપાયો કરવા છતાંય પણ કાળાશ દૂર થતી નથી તો આજે અમે તમારા માટે એક ઉપાય લાવ્યા છીએ. આજે અમે તમને એવી જ કેટલીક રીતો જણાવીશું, જેના દ્વારા તમે થોડા જ દિવસોમાં ઘૂંટણની કાળાશ દૂર કરી શકો છો. તો આવો જાણીએ ઘૂંટણની કાળાશ કેવી રીતે દૂર કરવી.

હળદર, મધ અને દૂધ: હાથની કોણી અને ઘુંટણની ત્વતાને સુંદર બનાવવા માટે હળદર , દૂધ અને મધ થી બનાવવામાં આવેલ પેક ખૂબ ફાયદાકારક છે. તેને બનાવવા માટે 3 ચમચી હળદરમાં 1 ચમચી મધ અને 2 ચમચી દૂધ ઉમેરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને 15 મિનિટ તમારી કાળી ત્વચા પર લગાવ્યા બાદ પાણીથી સાફ કરી લો.

નાળિયેર તેલ : ઘૂંટણની કાળાશ દૂર કરવા માટે દરરોજ ઘૂંટણ પર નારિયેળ તેલ લગાવો. નારિયેળનું તેલ લગાવવાથી ઘૂંટણની કાળાશ દૂર થાય છે. વાસ્તવમાં, નાળિયેર તેલમાં વિટામિન ઇની હાજરી હોય છે, જે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરી શકે છે. ઉપરાંત, તે ક્ષતિગ્રસ્ત ત્વચાને સુધારવામાં અસરકારક છે. તેનાથી કાળાશ દૂર થઈ શકે છે.

એલોવેરા અને બેકિંગ સોડા : જો લાંબા સમયથી તમારા પગના ઘૂંટણ કાળી થઇ ગઈ છે તો તમારે કોણી પર એલોવેરા જેલ લગાવી સૂકાવા દો. હવે એક ચમચી સોડામાં એક ચમચી દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ મિશ્રણ લગાવ્યા બાદ પેસ્ટથી કોણી પર થોડી મિનિટ મસાજ કરો. હવે કોણીને ઠંડા પાણીથી ધોઇ લો. અઠવાડિયામા ત્રણવાર આ ઉપાય કરવાથી કોણી પરની કાળાશ દૂર થઇ શકે છે.

લીંબુ નો ઉપયોગ કરો : ઘૂંટણની કાળાશ દૂર કરવા માટે લીંબુના રસનો ઉપયોગ કરી શકાય છે. લીંબુના રસમાં વિટામિન સી હોય છે, જે તમારી ત્વચામાંથી મૃત કોષોને બહાર કાઢી શકે છે. ઉપરાંત, તે ત્વચાના ટોનિંગને સુધારવામાં અસરકારક છે. નારિયેળના તેલમાં લીંબુનો રસ મિક્સ કરીને લગાવવાથી તમારી ત્વચામાં નવા કોષો બને છે. તેનાથી ઘૂંટણની કાળાશ દૂર થઈ શકે છે.

દહીં ફાયદાકારક છે : ઘૂંટણની કાળાશ દૂર કરવા માટે દહીંનો ઉપયોગ કરો. દહીંમાં હાજર લેક્ટિક એસિડ ગુણ ત્વચાની ટોનિંગ સુધારે છે. તેનાથી તમારી ત્વચાની ભેજ જળવાઈ રહે છે. જો તમે તમારા ઘૂંટણની કાળાશ દૂર કરવા ઈચ્છો છો તો તેમાં થોડો વિનેગર મિક્સ કરીને ઘૂંટણ પર લગાવો. લગભગ 10 મિનિટ પછી તમારા ઘૂંટણને સારી રીતે ધોઈ લો. તેનાથી ઘૂંટણની કાળાશ દૂર થઈ શકે છે.

~

ટામેટું : ટામેટું શરીરનો કોઇ ભાગ વધુ પડતો કાળો પડી ગયો હોય જેમ કે, કોણી ઘુંટણ કે પછી પગની આંગળીઓ કે ઘુંટી ત્યારે તેનાં પર જો નિયમિત 10 દિવસ સુધી રોજે ટામેટાને છીણીને તેનાં પલ્પથી માલિશ કરવામાં આવે તો કાળી પડેલી ત્વચા નીખરી ઉઠે છે.

જો તમારી પણ ઘૂંટણ કાળી થઇ ગઈ છે તો તમારે અહીંયા જણાવેલ કુદરતી ઉપાયો અજમાવી શકો છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને જણાવો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *