આજની ભાગદોડવાળી જિંદગીમાં અને ખાવાની ખોટી આદતોના કારણે આપણે આપણે આપણા હાર્ટને હેલ્ધી રાખવું ખૂબ જ જરૂરી બની ગયું છે. કારણકે આજના સમયમાં વધારે પડતો બહારનો ખોરાક અને વધારે પડતો તળેલો ખોરાક ખાવાથી આપણા હાર્ટમાં બ્લોકેજ એટલે કે કોલેસ્ટેરોલની સમસ્યા વધી રહી છે.

કોલેસ્ટ્રોલ ની સમસ્યા ઘણા બધા લોકોમાં જોવા મળે છે. કોલેસ્ટ્રોલ વધવાથી આપણું હાર્ટ છે તેનું પંપિંગ ધીમું પડી જાય છે. કારણ કે હાથની નસો ની અંદર કોલેસ્ટ્રોલ જમા થાય છે અને આના કારણે બ્લોકેજ ઊભી થાય છે.

આજના સમયમાં પ્રદુષિત વાતાવરણ અને વધુ પડતા વાહનો ના ધુમાડા આપણા શરીરમાં ફેફસાની અંદર જાય છે અને આપણાં ફેફસાંને નબળાં પાડી દે છે જેનાથી , ઓટોમેટીક આપણું હૃદય નબળું પડે છે. આ ઉપરાંત આજના સમયમાં જે વસ્તુઓ આપણે ખાઈએ છીએ તે દરેક વસ્તુઓમાં દવાઓનો છંટકાવ થયેલો હોય છે જે આપણા હાર્ટ માટે ખૂબ જ ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે.

તો અહીંયા આજે આપણે કેટલીક ટિપ્સ જોઈશું જે તમારી સમસ્યાનું નિવારણ લાવી શકે છે. ગળો: ગળો એક આયુર્વેદિક ઔષધી છે જે ઘણા લોકો જાણતા હશે. જો તમે ગામડામાં રહો છો તો તમને ગળો તમારી આસપાસ જોવા મળતી હશે. ખાસ કરીને ગળો લીમડાના ઝાડ સાથે વીંટાયેલી ઉપર જોવા મળે છે.

ગળો આપણા હાર્ટ માટે અને આપણા શરીરમાં થતા કોઈપણ પ્રકારનાં સાંધાના દુખાવા ગોઠણ ના કે કમરના દુખાવા અથવા તો ડેન્ગ્યુ જેવા તાવમાં જ્યારે આપણા પ્લેટલેટ કાઉન્ટ ઘટી રહ્યા હોય તેમાં ગળો ખુબજ લાભદાયી સાબિત થાય છે..

તમે ગળો નો ઉકાળો કરીને પી શકો છો અથવા તો પતંજલિ કે આયુર્વેદિક સ્ટોર પર તેની બોટલ મળી રહે છે. દરરોજ સવારે એક ચમચી તેને પીવાથી આપણું હાર્ટ ખૂબ જ હેલ્ધી રહે છે.

બીટનો જ્યુસ:– બીટને તમે કોઈ પણ સમયે ખાઈ શકો છો અને દરેક લોકોએ બીટનું સેવન કરવું જોઈએ. બીટને તમે સવારે ખાઈ શકો છો અથવા તો બપોરના ભોજન સમયે બીટનો સલાડ બનાવીને ખાઈ શકો છો અથવા તો રોજ સવારે એક કપ જેટલું બીટનો જ્યૂસ પી શકો છો. બીટનો જ્યૂસ પીવાથી તમારા શરીરની સાથે સાથે તમારા હાર્ટને ઘણો ફાયદો થાય છે.

દૂધી :- દુધીનું સેવન મોટાભાગના લોકો કરતા હોય છે. દુધી આપણા હાર્ટ માટે ખૂબ જ મહત્વ ની છે કારણકે તે હાથની બ્લોકેજ નળીઓને દૂર કરે છે. દુધી હાથની બ્લોકેજ નસો ને દૂર કરે છે અથવા તો આપણા શરીરમાં કોઈપણ પ્રકારના બ્લોકેજ હોય, હાર્ટ ને લગતી કોઈ સમસ્યા હોય, એક વાર હાર્ટ એટેક આવી ગયું હોય અને હવેથી હાર્ટને હેલ્ધી રાખવું છે, વ્યવસ્થિત ધબકવા દેવું છે તો તમારે દુધીના જ્યુસનું સેવન કરવું જોઈએ.

ગ્રીન ટી: ભારતમાં સૌથી વધુ ચા અને અમેરિકાના લોકો સૌથી વધુ ગ્રીન ટી પીવાનું ચલણ ધરાવે છે. અમેરિકાના લોકો સૌથી વધુ ગ્રીન ટીનું સેવન કરે છે કારણ કે ત્યાંના લોકોની અંદર મેદસ્વિતા વધુ પડતી છે. ત્યાંના લોકો હવે ગ્રીન ટી પી ને તેમનું વજન પણ કંટ્રોલ કરી રહ્યા છે.

હાથની બ્લોકેજ પણ કંટ્રોલ કરી રહ્યા છે. કોલેસ્ટ્રોલ લેવલને પણ ઘટાડી રહ્યા છે અને આ રીતે તેઓ હેલ્ધી પણ બની રહ્યા છે. આપણે જો સારી કંપનીની ગ્રીન ટી પીવાનું શરુ કરીએ તો આપણું હાર્ટ એકદમ હેલ્ધી રહી શકે છે.

હળદર:- હળદર દરેક ના રસોડામાં મળી આવતી વસ્તુ છે જે એન્ટિબાયોટિક, એન્ટીઓક્સીડેન્ટ અને ભરપૂર ન્યૂટ્રિઅન્ટ્સ ગોટ છે. જો તમારા શરીરમાં લોહીનો બગાડ હોય તો તમારે હળદરનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત દરરોજ એક ગ્લાસ હળદરવાળુ દૂધ અથવા તો હળદર વાળું પાણી પીવાથી આપણું હાર્ટ એકદમ હેલ્ધી રહે છે અને હાર્ટની બ્લોકેજ દૂર થાય છે.

લાલ મરચું: મરચું તીખું હોય છે જેથી ઘણા લોકો તેને ખાવાનું ઓછું પસંદ કરે છે. પરંતુ લાલ મરચું એક એવું એવી વસ્તુ છે જે તમને હાર્ટ એટેકની સમસ્યાથી દૂર રાખે છે. જો તમારા શરીરમાં હાર્ટને લગતી કોઈ સમસ્યા થાય તો તમારે લાલ મરચું અવશ્ય ખાવું જોઈએ પરંતુ એક વાતનું ધ્યાન રાખવું કે વધુ પડતું મરચું ખાવાથી શરીરમાં તે નુકશાનકારક સાબિત થાય છે.

ઈલાયચી:- ઈલાયચી આપણા દરેકના રસોડાની અંદર મળી આવે છે. ઇલાયચીનો એક દાણો રોજ ખાવાથી તમારું હાર્ટ હેલ્ધી રહે છે, હાર્ટ ની જે બ્લોકેજ છે, જે કોલેસ્ટ્રોલ ના કારણે બ્લોક થઈ છે તે ધીરે ધીરે ખુલવા લાગે છે જેના કારણે તમે હેલ્ધી રહો છો. જો તમને શ્વાસ ચડવાની તકલીફ છે તો પણ રોજ એક દાણો ઇલાયચીનો ખાવાથી આ સમસ્યા દૂર થાય છે. એ પણ દૂર થાય છે.

આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા તમારા ફેમિલી ડોક્ટરની સલાહ લો. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *