હાર્ટ બ્લોકને એવી બ્લોક પણ કહેવામાં આવે છે. આ એક એવી સ્થિતિ છે જેમાં હૃદયના ધબકારાને નિયંત્રિત કરતા વિદ્યુત સંકેત આંશિક અથવા સંપૂર્ણપણે અવરોધિત થાય છે. જ્યારે આવું થાય છે, ત્યારે તમારું હૃદય ધીમેથી ધબકવા લાગે છે અથવા ધબકારા બંધ થઈ જાય છે. આ સ્થિતિમાં, હૃદય શરીરમાં લોહીને યોગ્ય રીતે પહોંચાડી શકતું નથી.
હાર્ટ બ્લોકેજ થવાનું કારણ: વ્યક્તિને હાર્ટ એટેક આવવાનું સૌથી સામાન્ય કારણ હાર્ટ બ્લોક છે. આ સિવાય કોઈ પણ દવાની સાઈડ ઈફેક્ટને કારણે હૃદયમાં લોહીનો પ્રવાહ પણ અવરોધાઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં તે આનુવંશિક પણ હોઈ શકે છે.
હાર્ટ બ્લોકેજ વિવિધ તબક્કામાં થાય છે. પ્રથમ અથવા પ્રારંભિક તબક્કામાં કોઈ ચોક્કસ લક્ષણો જોવા મળતા નથી. બીજા તબક્કામાં હૃદયના ધબકારા સામાન્ય કરતા થોડા ઓછા થઈ જાય છે. જયારે ત્રીજા તબક્કામાં હ્રદય વચ્ચે-વચ્ચે ધબકારા લાગે છે. આ સમસ્યામાં તાત્કાલિક સારવારની જરૂર હોય છે.
હાર્ટ બ્લોકેજના લક્ષણો: શરીરમાં જયારે પણ હાર્ટ બ્લોકેજના લક્ષણોની જાણ થાય ત્યારે તેની અવગણના ન કરવી જોઈએ, કારણ કે આ લક્ષણો પાછળથી હાર્ટ એટેકના કારણે બની શકે છે.
હાર્ટ બ્લોકેજના લક્ષણોની વાત કરીએ તો તેમાં શ્વાસની તકલીફ, હાંફ ચઢવી, છાતીમાં દુખાવો, વારેવારે થાકી જવું, વારંવાર માથામાં દુખાવો, નબળાઇ અથવા શરદી થવી, ચક્કર આવવા, ગરદન, પેટના ઉપરના ભાગમાં, જડબામાં, ગળામાં અથવા પીઠમાં દુખાવો થઇ શકે છે.
અળસીનો ઉપયોગ હાર્ટ બ્લોકેજની સારવાર માટે: અળસીના બીજ આલ્ફાલિનોલેનિક એસિડ ના શ્રેષ્ઠ સ્ત્રોતોમાંથી એક છે. અળસીનું સેવન બ્લડ પ્રેશર અને બળતરા ઘટાડવામાં તેમજ બંધ ધમનીઓને સાફ રાખવામાં મદદ કરે છે. હાર્ટ બ્લોકને ખોલવા માટે અળસીના ઘરેલુ ઉપચાર ફાયદાકારક સાબિત થઈ શકે છે.
અળસી હાર્ટ એટેકના લક્ષણોને દૂર કરવામાં મદદ કરે છે. દરરોજ એક ચમચી અળસીનું પાણી સાથે સેવન કરો. આ સિવાય તમે અળસીનો જ્યૂસ બનાવી, સૂપ કે સ્મૂધીમાં મિક્સ કરીને પણ લઈ શકો છો.
લાલ મરચાનો ઉપયોગ: લાલ મરચામાં હાજર કેપ્સાસીન નામનું તત્વ ખરાબ કોલેસ્ટ્રોલ અથવા એલડીએલના ઓક્સિડેશનને અટકાવે છે. તે લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવાનું કામ કરે છે, જે ધમનીઓ બંધ થવાનું મુખ્ય કારણ છે. આ ઉપરાંત, તે રક્ત પરિભ્રમણ સુધારે છે. તે હાર્ટ એટેક અને સ્ટ્રોકના જોખમને પણ ઘટાડે છે.
તમે એક કપ ગરમ પાણીમાં અડધી ચમચી લાલ મરચું મિક્સ કરીને થોડા અઠવાડિયા માટે નિયમિતપણે લઇ શકો છો. પરંતુ પહેલા તમારે ડોક્ટરની સલાહ લેવી ખુબજ જરૂરી છે.