આજે આપણે એવા બે રોગોના ઘરેલુ ઉપચાર વિશે જાણવાના છીએ જે આજકાલ મોટાભાગના વ્યક્તિની અંદર તે રોગ જોવા મળે છે. આ બે રોગોનું નામ છે થાઈરોઈડ અને બીપી. મોટા ભાગના વ્યક્તિઓની અંદર થાઇરોઇડ રોગ અથવા તો બીપીની સમસ્યા રહેતી હોય છે.

તો આજે આપણે એ ઘરેલૂ ઉપચાર જાણીશું જેનાથી આપણું થાઇરોઇડ અને બીપી નોર્મલ કરી શકશો. આજે આપણે જે ઘરેલુ ઉપચાર બતાવવાના છે જે રસોડામાંથી જ મળી સામગ્રીમાંથી બની જાય છે.

તો ચાલો આપણે ઘરેલૂ ઉપચારની શરૂઆત કરીએ જેનાથી આપનો થાઇરોઇડ અને આપણું બીપી એકદમ નોર્મલ થઈ જશે. તો ચાલો જાણીએ આ ઘરેલુ સરળ ઉપાય વિષે.

આપણા દરેક વ્યક્તિના ઘરની અંદર કોથમીર હોય છે. તો આપણે લગભગ 50 ગ્રામ જેટલી કોથમીરના પાંદડા લેવાના છે અને આ પાંદડાની આપણે ચટણી બનાવવાની છે. ત્યારબાદ આપણે અડધો ગ્લાસ જેટલું પાણી લેવાનું છે અને તે પાણીને ઉકળવા માટે રાખી દેવાનું છે.

જે કોથમીરથી આપણે ચટણી બનાવેલી છે તે ચટણી માંથી એક ચમચી જેટલી આપણે ચટણી લેવાની છે અને અડધો ગ્લાસ પાણી જે આપણે ઉકળવા રાખ્યું છે તેમાં આપણે ચટણી નાખી દેવાની છે. ત્યારબાદ પાણી નવશેકું હોય ત્યારે આ પાણીને ગાળીને પી લેવાનું છે.

આ પાણીનું સેવન આપણે રોજ સવારે ખાલી પેટે કરવાનું છે. લગભગ 25 દિવસ સુધી તમે આ કોથમીરનું પાણી પીશો તો તમારું થાઇરોઇડ નોર્મલ થઇ જશે. કોઈ પણ પ્રકારનો થાઇરોઇડ હોય જેમ કે થાઇરોઇડના કારણે શરીરનો મોટાપો વધી જતો હોય છે તે દરેક આનાથી દૂર થઈ જશે.

કોથમીરની જે ચટણી બનાવી છે તેની અંદર આપણે કાંઈ પણ એડ નથી કરવાનુ. ફક્ત આપણે કોથમીરનું પાણી પીવાનું છે. કોથમીરની ચટણી બનાવી નાખવાની છે. એક ચમચી ચટણી ની અંદર આપણે અડધો ગ્લાસ પાણી લેવાનો છે. જો આપ બે ચમચી ચટણી લો છો તો આપણે આખો ગ્લાસ પાણી લેવાનું છે.

ત્યારબાદ જે વ્યક્તિનું બીપી એકદમ હાઈ રહેતું હોય તો તે વ્યક્તિનું બીપીને નોર્મલ રાખવા માટે આપણે શું કરવું. તો જે મીઠો લીમડો આવે છે તેના આપણે પાંદડાં લેવાના છે. લગભગ 10 થી 12 જેટલા પાન લઈને તેની પેસ્ટ બનાવી રાખવાની છે.

એક ગ્લાસ જેટલું ગરમ પાણી કરવાનું છે અને તેની મીઠા લીમડા ની પેસ્ટ નાખી દેવાની છે. તે પાણીને પણ આપણે રોજ સવારે ખાલી પેટે પીવાનું છે. આમ કરવાથી થોડા દિવસોમાં બીપી આપણું એકદમ નોર્મલ થઈ જશે.

અહીંયા જણાવેલી માહિતી સામાન્ય છે. કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ જરૂર લો. આવી જ માહિતી જાણવા માટે ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *