હાઈ બીપી આજકાલ સામાન્ય સમસ્યા બની ગઈ છે. ખરાબ દિનચર્યા, ખાવાની ખોટી આદતો, વધુ પડતો આરામ અને તણાવને કારણે આ સમસ્યા થાય છે. આ સિવાય શરીરમાં સોડિયમનું અસંતુલન પણ હાઈ બીપી તરફ દોરી જાય છે.
બીપી હાર્ટ એટેકનું જોખમ વધારે છે. આ માટે હાઈ બીપીને નિયંત્રણમાં રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે પણ હાઈપરટેન્શનના દર્દી છો અને હાઈ બીપીને કંટ્રોલ કરવા ઈચ્છો છો તો આ શાકભાજીને તમારા આહારમાં ચોક્કસ સામેલ કરો. તો આવો જાણીએ આ શાકભાજી વિષે.
ટામેટા : વધતા હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે ટામેટાંના જ્યૂસનું સેવન કરી શકાય છે. જો કે, જ્યુસમાં મીઠું નાખશો નહીં. ટામેટાંમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. પોટેશિયમ શરીરમાં સોડિયમને સંતુલિત કરે છે. આ માટે દરરોજ ટામેટાંનો જ્યુસ પીવો.
પાલક : શિયાળામાં પાલક સરળતાથી મળી રહે છે. તેમાં આવશ્યક પોષક તત્વો લ્યુટીન, પોટેશિયમ, ફાઈબર, ફોલેટ અને વિટામિન-ઈ મળી આવે છે, જે વિવિધ પ્રકારના રોગોમાં ફાયદાકારક છે. ખાસ કરીને પોટેશિયમ હાઈ બ્લડપ્રેશર માટે ફાયદાકારક છે. આ માટે શિયાળામાં પાલક ચોક્કસ ખાઓ.
ગાજર : વધતા હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે તમારા આહારમાં ગાજરનો સમાવેશ કરો. ગાજરમાં આવા ઘણા જરૂરી પોષક તત્વો મળી આવે છે, જે હાઈ બીપીને કંટ્રોલ કરવામાં મદદરૂપ છે. આ માટે તમે શિયાળામાં ગાજરના હલવાનું અને સલાડનું સેવન કરી શકો છો.
બીન્સ : હાઈ બીપીને કંટ્રોલ કરવા માટે તમે ડાયટમાં બીન્સનો સમાવેશ કરી શકો છો. તેમાં ફાઈબર કેલ્શિયમ, આયર્ન, પ્રોટીન, પોટેશિયમ અને વિટામિન A, C, K અને B6 મળી આવે છે, જે હાઈ બીપી સહિત અન્ય ઘણી બીમારીઓમાં ફાયદાકારક છે.
બ્રોકોલી : બ્રોકોલી સ્વાસ્થ્ય માટે વરદાનથી ઓછું નથી. તેમાં ઘણા ફાયદાકારક પોષક તત્વો હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે અસરકારક સેલેનિયમ અને ગ્લુકોસિનોલેટ્સ તત્વ બ્રોકોલીમાં જોવા મળે છે. આ સિવાય બ્રોકોલીમાં પોટેશિયમ પણ જોવા મળે છે. આ માટે તમે બ્રોકોલીને ડાયટમાં સામેલ કરી શકો છો.
જો તમે પણ બીપીને કંટ્રોલ રાખવા માંગો છો તો અહીંયા જણાવેલ શાકભાજીઓનું સેવન કરી શકો છો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રોને જરૂરથી જણાવો.