રાત્રે જમ્યા પછી માત્ર 5 મિનિટ પણ ચાલવાથી ડાયાબિટીસની બીમારીને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. આ દાવો યુનિવર્સિટી ઓફ લિમેરિકના વૈજ્ઞાનિકોએ કર્યો છે. એક નવા અભ્યાસના આધારે, સંશોધકોએ દાવો કર્યો છે કે રાત્રે જમ્યા પછી થોડું ચાલવાથી બ્લડ સુગર લેવલ ઓછું રાખવામાં મદદ મળી શકે છે.
આ સંશોધકોના મતે, રાત્રિભોજન પછી 15 મિનિટ ચાલવું સ્વાસ્થ્ય માટે ઘણું સારું સાબિત થઈ શકે છે, પરંતુ જો ડાયાબિટીસના દર્દીઓ માત્ર 2 થી 5 મિનિટ મિની વોક કરે છે, તો તે તેમના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
રાત્રિભોજન પછી તમારે ક્યારે ચાલવા જવું જોઈએ? નિષ્ણાંતોનું કહેવું છે કે રાત્રે જમ્યા પછી પહેલા એકથી દોઢ કલાકમાં જ ચાલવા જવું જોઈએ. એટલે કે ભોજન પૂરું કર્યા પછી 60-90 મિનિટમાં ચાલવા જાઓ.
વાસ્તવમાં, આ તે સમય છે જ્યારે જમ્યા પછી બ્લડ શુગર લેવલ ઝડપથી વધવાની સંભાવના હોય છે અને આ સમયે બ્લડ શુગર લેવલ સૌથી વધુ હોય છે. આ કિસ્સામાં, ચાલવાથી લોહીમાં શુગર લેવલને ઝડપથી ઘટાડવા અને તેને મેનેજ કરવું સરળ બને છે.
જમ્યા પછી બેસી રહેવા કરતાં ઊભા રહેવું એ બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં વધુ અસરકારક છે. એ જ રીતે ચાલવું એ પણ વધુ ફાયદાકારક છે. રાત્રિભોજન પછી ચાલવાથી બ્લડ સુગર લેવલના સ્તરમાં ધીમે ધીમે વધારો અથવા ઘટાડો થાય છે, જ્યારે બેસનારાઓમાં આ સ્થિતિ ગંભીર હોય છે.
ડિનર પછી ચાલવાના સ્વાસ્થ્ય લાભો: મોર્નિંગ વોકની જેમ સાંજે ચાલવાથી કે રાત્રે જમ્યા પછી ચાલવાથી સ્વાસ્થ્ય પર અલગ-અલગ અસર પડે છે. તો ચાલો જાણીએ રાત્રે જમ્યા પછી ચાલવાના ફાયદા વિષે.
રાત્રે ચાલ્યા પછી ઊંઘ સરળતાથી આવે છે અને અનિદ્રાની સમસ્યા ઓછી થાય છે. રાત્રે ચાલવાથી શરીર હળવાશ અનુભવે છે.
તણાવ ઓછો કરવા માટે ચાલવું ફાયદાકારક છે. ચાલવું એ હળવી કસરત છે અને તે વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે.