આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

ઉનાળાની શરૂઆત થઇ ગઈ છે અને ગરમીનો અહેસાસ પણ થવા લાગ્યો છે. કોઈને કઈ પણ કામ હોય તો કામ માટે ગરમીમાં બહાર જવું પડે છે. જો કોઈને ઓફિસ જવાનું થાય છે તો તેવા લોકોએ કોઈ પણ ઋતુ હોય તેમનું ઓફિસ જવું જ પડે છે તેથી આવા લોકોએ માટે ઉનાળાને અવગણવું બિલકુલ શક્ય નથી.

આવી સ્થિતિમાં, સૌથી જરૂરી છે કે તમે તમારી જાતને હાઇડ્રેટેડ રાખો, કારણ કે આ સિઝનમાં ગરમી તમને માત્ર બહારથી જ નહીં, પરંતુ અંદરથી પણ નુકસાન પહોંચાડે છે. ઉનાળામાં ઘણા બધા ફળો ગરમ હોય છે, તેથી તમારે તેને ઠંડા ખાવા જોઈએ.

આ ઉપરાંત લીંબુનું શરબત ઉનાળામાં શ્રેષ્ઠ પીણું છે, જે તમને ઉનાળામાં ઠંડુ રાખે છે અને તમને હાઇડ્રેટ પણ રાખે છે. આ માહિતિમાં તમને ઉનાળામાં ઠંડુ રહેવા માટે કેટલાક સારા ખોરાક વિકલ્પો વિષે જણાવીશું જે તમારા પેટ અને શરીરમાં ગરમી ઘટાડવામાં મદદ કરી શકે છે.

શરીરનું તાપમાન કેમ વધે છે? વાસ્તવમાં, પેટમાં ગરમી એક એવી સ્થિતિ છે જ્યાં પાચનની ઝડપી પ્રક્રિયાને કારણે પેટમાં ખૂબ ગરમી હોય છે. સામાન્ય રીતે ઉચ્ચ પર્યાવરણીય તાપમાનમાં, શરીર પરસેવો દ્વારા પોતાને સંભાળી શકે છે. જો શરીરમાં વધુ પડતી ગરમી હોય તો શરીરની કુદરતી ઠંડક પ્રણાલી ઓવરલોડ થઈ શકે છે.

હવે તમને જણાવીએ ઉનાળુ શ્રેષ્ઠ શરીર ઠંડક આપતા ખોરાક વિષે: ઉનાળામાં, તમારે ઠંડી- તાસીરવારી વસ્તુઓ ખાવી જોઈએ જે તમારા પેટને ઠંડુ કરે અને તમારે ગરમીમાં બળતરા જેવી સમસ્યાઓનો સામનો કરવો ન પડે.

દૂધી અને તુરીયુ: દૂધી અને તુરિયા જેવી શાકભાજીમાં પાણી વધુ હોય છે જે સ્વાસ્થ્ય માટે ખુબજ લાભદાયી માનવામાં આવે છે. આવી શાકભાજીનું સેવન કરવાથી પેટ રિલેક્સ થઇ જાય છે અને શરીરમાં રહેલી ગરમી ઓછી થઇ જાય છે. આ શાકભાજી પાચનશક્તિને પણ મજબૂત કરે છે.

સેતુરથી શરીરને ઠંડક મળે છે: ઉનાળામાં શેતુરનો શરબત બનાવી પીવાથી શરીરમાં રહેલી ગરમીને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. આ પીવાથી શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી મળશે અને તમે સંપૂર્ણ રીતે ફિટ થઈ શકો છો. આ ઉપરાંત ઉનાળામાં સેતુર શરબત આંતરડાની ગતિ સારી રાખે છે અને શરીરને ઠંડક આપે છે. ઉનાળામાં ગરમી અને લૂ થી બચવા માટે દરરોજ સેતુર નું જ્યુસ પીવું જોઈએ. તેનાથી પેટ, કીડની, પેશાબ ની બળતરા પણ દૂર થાય છે.

માટલીનું પાણી પીવું: ઉનાળામાં રેફ્રિજરેટરના પાણી કરતાં માટીના માટલામાં રાખેલું પાણી પીવું વધુ સારું છે. ઘડાનું પાણી તમારા પાચન પર સારી અસર કરે છે. આ સાથે હીટ સ્ટ્રોકના જોખમને ઘટાડવામાં પણ મદદ કરે છે કારણકે માટીના વાસણમાં રાખેલા પાણીમાં ઘણા બધા વિટામિન અને મિનરલ્સ હોય છે.

ડુંગળી: ઘણા ઓછા લોકો જાણતા હશે કે ડુંગળી ઠંડક આપે છે અને તે ક્વેર્સેટિનથી ભરપૂર માનવામાં આવે છે, જે એન્ટિ-એલર્જન તરીકે કામ કરે છે. તે તમને સનસ્ટ્રોકથી બચાવવા માટે પણ ફાયદાકારક છે. તમે તમારા સલાડમાં ડુંગળી, કાકડી, મૂળો અને ગાજર જેવી વસ્તુઓનો સમાવેશ કરી શકો છો. તેમાં લીંબુ અને સંચળ મિક્સ કરીને પીવાથી પાચનતંત્ર સારું રહેશે અને તમારી ભૂખ પણ ખુલશે.

આ ઉપરાંત ઉનાળામાં તરબૂચ, ઘરેલુ ઠંડા પીણાં, છાશ, દહીં અને કાકડી જેવી વસ્તુઓ એકસાથે ખાવાની ભલામણ કરવામાં છે કારણકે આ ખોરાકમાં સારી માત્રામાં પાણી હોય છે જે તમારા શરીરને ડીહાઇડ્રેટ થવા દેતું નથી. તે ઉનાળામાં પેટ ફૂલવું, ગેસ, એસિડિટી વગેરે જેવી સમસ્યાઓમાં પણ રાહત આપે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *