કિડનીની સમસ્યા સમસ્યા માટે રસોડામાં જોવા મળતું લીંબુ ખૂબ જ ફાયદાકારક છે. લીંબુ વિટામિન સીથી ભરપૂર હોય છે. જે કેલ્શિયમના શોષણને સુધારે છે. આનાથી હાડકા મજબૂત થાય છે. આપણા શરીરમાં રહેલા ઝેરી તત્વો અને નકામા પદાર્થોને બહાર કાઢવાનું કામ કિડની કરે છે.

લીંબુમાં હાજર વિટામિન સી, એન્ટીઓક્સીડેન્ટ અને સાઇટ્રિક એસિડ કિડનીને સ્વસ્થ રાખવામાં અસરકારક છે. આવી સ્થિતિમાં, કિડનીને સ્વસ્થ રાખવા માટે, તમે લીંબુનો ઘણી રીતે ઉપયોગ કરી શકો છો. તો ચાલો જાણીએ કે કિડનીને સ્વસ્થ રાખવા લીંબુનું સેવન કેવી રીતે કરવું.

લીંબુ અને ફુદીનો: કિડની સંબંધિત સમસ્યાઓને ઓછી કરવા માટે લીંબુ અને ફુદીનાથી બનેલા ડ્રિન્કનું સેવન કરવું જોઈએ. આ ડ્રિન્ક કિડની સ્ટોનની સમસ્યાને દૂર કરવામાં અસરકારક છે. તે કિડનીની પથરીને પણ બહાર કાઢી શકે છે.

આ ડ્રિન્ક બનાવવા માટે 10 થી 15 ફુદીનાના પાન લો અને તેને સારી રીતે પીસી લો. ત્યારબાદ, તેમાં 1 ગ્લાસ પાણી અને 1 લીંબુનો રસ ઉમેરો. હવે તૈયાર થયેલુ આ ડ્રિન્ક પી જાઓ. આ ડ્રિંકથી કિડનીની સમસ્યાથી છુટકારો મળશે.

2. લીંબુ અને તુલસી: કીડની સ્ટોનની સમસ્યાને દૂર કરવા માટે લીંબુ અને તુલસીના પાનમાંથી બનાવેલું ડ્રિન્ક ફાયદાકારક સાબિત થાય છે. તેનું સેવન કરવા માટે 1 ચમચી લીંબુનો રસ લો અને તેની સાથે 2 થી 3 તુલસીના પાનનું સેવન કરો. આ સિવાય તમે તેમાંથી ડ્રિન્ક પણ તૈયાર કરી શકો છો. આનાથી યુરિન પાસ દરમિયાન થતી સમસ્યાઓ ઓછી થઈ શકે છે.

3. લીંબુ અને સફરજન સરકો: એપલ સાઇડર વિનેગર પણ કિડની સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે ખૂબ જ હેલ્ધી માનવામાં આવે છે. તેનું સેવન કરવા માટે એપલ વિનેગર અને લીંબુ મિક્સ કરો. હવે 1 ગ્લાસ પાણી ઉમેરીને પી લો. તેનાથી કિડનીની પથરીની સમસ્યા દૂર થઈ શકે છે.

4. લીંબુ શિકંજી: કિડનીની સમસ્યાને ઓછી કરવા માટે લીંબુ શિકંજી હેલ્ધી છે. આ ડ્રિન્ક તૈયાર કરવા માટે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી લીંબુનો રસ અને 1 ચપટી કાળું મીઠું મિક્સ કરો અને ડ્રિન્ક પી જાઓ. આ ડ્રિંકના સેવનથી કિડનીની સમસ્યા દૂર કરી શકાય છે.

કિડનીની સમસ્યાને દૂર કરવા માટે અહીંયા જણાવેલ ડ્રિન્ક ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ જો તમને કોઈ ગંભીર સમસ્યા છે, તો નિષ્ણાતોની સલાહ લઈને જ લીંબુનું સેવન કરો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *