મારી બાળપણની એક મિત્ર હતી. તેણીનું નામ હતું રોશની. તે ખુબ કાળી હતી. પણ મને હજુ પણ યાદ છે કે તે ક્રીમ લગાવી લાગવીને તેણે તેની ત્વચાને એટલી બધી ગોરી બનાવી દીધી હતી કે આજે પણ મને તેના જેવી ત્વચા મેળવવાની ઈચ્છા થાય છે. પણ આ બધાની વચ્ચે અમે એક વાત માટે તેની ખૂબ મજાક ઉડાવતા હતા. શા માટે?

કારણ કે તેના ચહેરાની ચામડી તો ખુબ ગોરી હતી પણ તેના હાથ પગની ચામડી પહેલા જવી જ કાળી હતી. પરંતુ તેનાથી રોશનીને કોઈ ફર્ક નહોતો પડતો. તે બધા જ જોક્સ હવામાં ઉડાડી દેતી હતી અને તે અમને કેહતી હતી કે લોકો પહેલા હાથ-પગ નહીં પણ ચહેરો જુએ છે. તે સાચી હતી.

આ રીતે હાથ-પગ કાળા થઈ જાય છે : આપણા ચહેરાની જેમ આપણા હાથ અને પગ પણ પ્રદૂષણ અને સૂર્યપ્રકાશમાં આવે છે. જેના કારણે તેઓ સૂર્યપ્રકાશ અને પ્રદૂષણથી પ્રભાવિત થાય છે અને કાળા પડી જાય છે. એવામાં આપણે ફેસ વોશથી સારી રીતે મોં ધોઈને અને બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીને ચહેરાને સાફ કરીએ છીએ અને ચહેરા પર પહેલા જેવો જ ચમકદાર બનાવી દઈએ છીએ.

પરંતુ હાથ પગ કાળા રહી જાય છે. આવું થાય ત્યારે ચહેરાની ત્વચાની તુલનામાં હાથ અને પગની ત્વચા હંમેશા નિસ્તેજ દેખાય છે. આજે અમે તમારી સાથે એવો નુસખો જણાવવા જઈ રહ્યા છીએ જે આખા શરીરની ત્વચાને ગોરી કરી નાખશે. ઘણી મહિલાઓ ગોરા બનવા માટે વિવિધ ઉપાયો અજમાવતી હોય છે.

કેટલીકવાર આ ઉપાયો પણ કામ કરે છે. પરંતુ આ તમામ ઉપાયોમાં એક જ ખામી હોય છે કે આ બધા ઉપાયોથી ચહેરો તો ગોરો બની જાય છે પરંતુ શરીરના બાકીના ભાગની ચામડી એવી જ રહે છે. તો રોશનીની જેમ ઘણી સ્ત્રીઓ, ચહેરો ગોરો થઈ ગયો છે તે વિચારીને ખુશ થઈ જાય છે.

શરીરની બાકીની ત્વચા માટે સારા કપડાં પહેરી લઈશું. પરંતુ જો અમે તમને એવો નુસખો કહીએ કે તમારા આખા શરીરની ત્વચાને ગોરી કરશે, તો તમે શું કહેશો? આ ઘરેલું ઉપાય છે જેની કોઈ આડઅસર નથી અને તેના કારણે આખા શરીરની ત્વચા ગોરી બને છે.

આ ઉપાય અજમાવો : જો તમારા હાથ, પગ, ચહેરો, ગરદન વગેરે ભાગો સૂર્યપ્રકાશના સંપર્ક માં આવવાથી અથવા પ્રદૂષણમાં લીધે તેમનો રંગ કાળો થવા લાગ્યા છે તો આજથી નહાવાના પાણીમાં આ વસ્તુના 5 થી 6 ટીપાં નાખવાનું શરૂ કરો.

આનાથી તમારી આખી ત્વચા ગોરી થઈ જશે. તમારે સ્નાન કરતી વખતે આ નાનું કામ કરવું પડશે અને અઠવાડિયા સુધી નિયમિતપણે કરવાથી ઘણો ફાયદો જોવા મળી શકે છે. આ પછી તમે જોશો કે તમારા આખા શરીરની ત્વચાનો રંગ બદલાવા લાગશે.

લીંબુના ટીપાં ઉમેરો : આ માટે તમારે સ્નાન કરતી વખતે નહાવાના પાણીમાં માત્ર એક લીંબુનો રસ મિક્સ કરવાનો છે. દરરોજ સવારે એક ડોલ પાણીમાં 5 થી 6 ટીપા લીંબુનો રસ મિક્સ કરીને સ્નાન કરો. તેનાથી તમારા શરીરની આખી ત્વચા બદલાવા લાગશે.

લીંબુમાં એન્ટિ-એલર્જિક અને ટેનિંગ ગુણ હોય છે. તેમાં રહેલા તત્વો ત્વચાને બાહ્ય પ્રદૂષણથી પણ બચાવે છે અને તેનો ઉપયોગ કરવાથી રંગમાં નિખાર આવે છે. તો આજથી જ આ ઉપાયો અજમાવવાનું શરૂ કરી શકો છો અને ચારથી પાંચ અઠવાડિયામાં આખા શરીરની ત્વચાને ગોરી કરી શકાય છે.

પણ જો કોઈને ઇજા થઇ છે કે નાની ફોલ્લીઓ થઇ છે , ખંજવારની એલર્જી છે તો આ ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *