આજના સમયમાં દરેક માણસ આખો દિવસ પોતાના કામમાં વ્યસ્ત હોય છે, કોઈ માણસ પાસે પોતાના શરીરના સ્વાસ્થ્ય માટે સમય હોતો નથી પરંતુ તમને જણાવીએ કે સૌથી પહેલા પોતાના સ્વાસ્થ્ય માટે સમય નીકાળવો ખુબજ જરૂરી છે. આજે તમને શરીરમાં રહેલા કચરા વિષે જણાવીશું.
આપણા શરીરમાં ઝેરી કચરો જમા થાય છે જેને આપણે ટોક્સિન કહીએ છીએ જેને બહાર કાઢવો જરૂરી હોય છે. જે રીતે આપણે કોઈ પણ વસ્તુની અમુક સમયના અંતરે સર્વિસ કરાવીએ છીએ તેજ રીતે આપણી બોડીની પણ સર્વિસ કરાવવી ખુબ જ જરૂરી છે પરંતુ આ વિષે કોઈ માણસ વિચારતો હોતો નથી.
શરીરની અંદર જે ઝેરી કચરો હોય છે તે ઝેરી કચરો નીકળવાના પણ અમુક રસ્તાઓ હોય છે જેમ પરસેવો, મળ મૂત્ર વગેરે દ્વારા ઝેરી કચરો બહાર નીકળી જાય છે. ખાસ કરીને પરસેવાના કારણે શરીરનો બધો ઝેરી કરચો બહાર નીકળી જાય છે પરંતુ આજના આધુનિક સમયમાં બેઠાડું જીવનના કારણે આપણને મોટાભાગના કામમાં કોઈના કોઈના સુવિધા મળી રહે છે.
જેને કારણે આજના સમયમાં પરિશ્રમ કરવો પડતો નથી. જેના કારણે શરીરમાં પરસેવો થતો નથી અને શરીરમાંથી જે ઝેરી કરચો બહાર નીકળવો જોઈએ તે નીકળી શકતો નથી. તો અહીંયા તમને એક ડ્રિન્ક વિષે જણાવીશું જે ડ્રિન્ક તમારો જૂનામાં જૂનો કચરો જે વર્ષોથી જમા થયેલો છે તે બહાર નીકળી જશે અને તમારું આખું શરીર સાફ થઇ એકદમ ચોખ્ખું થઇ જશે.
શરીરમાંથી ઝેરી કચરો બહાર નીકળવાથી લીવર અને કિડનીની કાર્યક્ષમતા વધે છે અને પાચનતંત્ર મજબૂત બને છે આ સાથે સાથે આખું શરીર છે એમાંથી ઝેરી કચરો નીકળી જાય છે. તો ચાલો જાણીએ આ ડ્રિન્ક કેવી રીતે બનાવીને ઉપયોગ કરવાનું છે.
સૌ પ્રથમ આ ડ્રિન્ક બનાવવા માટે બે ચમચી જેટલો આમળાનો રસ, બે ચમચી જેટલો આદુનો રસ અને બે થી ત્રણ ચમચી લીંબુનો રસ રસ લેવાનો છે. ત્યારબાદ તેને બરાબર મિક્સ કરી અને એની અંદર 4 થી 5 દાણા લઈને કાળા મરીને બરાબર વાટી લઇ, ભુક્કો કરીને આ મિશ્રણમાં મિક્સ કરવાના છે.
ત્યારબાદ એક ગ્લાસ જેટલું પાણી લઇ તેમાં આ મિશ્રણ ઉમેરી અને તેને એક મિનિટ માટે બરાબર હલાવી અને પછી આ ડ્રિન્ક પી જવાનું છે. આ એક એવું ડ્રિન્ક છે જેને તમે મહિનામાં એક વાર પીવો તો મહિનાના શરીરમાં જમા થયેલો બધો કચરો બહાર કાઢી નાખે છે. આ ડ્રિન્ક પીવાના બીજા પણ ઘણા બધા ફાયદા છે જે શરીરમાં થતી નાની મોટી બીમારીઓથી પણ દૂર રાખે છે.
આ ડ્રિન્ક પીવાથી શરીર એકદમ હળવું થઇ જાય છે અને શરીરનો બધો કચરો બહાર નીકળી જાય છે. તમે આ ડ્રિન્ક ને અઠવાડિયામાં એક વાર કે મહિનાના એક વાર પી શકો છો જેથી તમારી બધો કચરો બહાર નીકળી જાય અને બોડી સ્વસ્થ્ય રહે.