આજના આધુનિક યુગમાં દરેક વ્યકતિની રહેણીકરણીમાં ઘણા ફેરફાર જોવા મળે છે. ઘણા લોકો બહારની અવનવી વાનગીઓ ખાવાના સૌથી વધુ શોખીન હોય છે. પરંતુ બહારની મોટાભાગની વાનગીઓ ભેરસેળવાળી હોય છે. મોટાભાગની દરેક વ્યકતિને મસાલેદાર તીખું અને તરેલું ખાવાનું ખુબ જ ગમે છે.
પરંતુ તે બઘી વસ્તુનું સેવન કરવાથી સ્વાસ્થ્ય બગડી પણ શકે છે. જો આપણું શરીર બગડે તો આપણા શરીરમાં કમજોરી અને થકાન અને નબળાઈ આવી શકે છે. તેમ છતાં અત્યારના સમયમાં પણ ઘણા લોકો બહારનું ખાવાનું પસંદ કરે છે. જો આપણે બીમાર થઈ જઈએ તો આપણા શરીરમાં અશક્તિ આવી જાય છે.
માટે આપણે આપણા ખાન પાન માં ખુબ જ ઘ્યાન રાખવું જોઈએ. હવે અમે તમને અશક્તિ થવાના લક્ષણો અને અશક્તિને દૂર કરીને રોગપ્રતિકારક શક્તિને વઘારવા માટેના કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું. આ ઉપાયનો ઉપાય ખુબ જ સરળ છે જેથી તમે આસાનીથી શરીરમાં અશક્તિ અને નબળાઈને દૂર કરી શકશો.
અશક્તિ અને નબળાઈ થવાના મુખ્ય લક્ષણો: જો શરીરમાં અશક્તિ હોય તો કોઈ પણ કામ કરવામાં બેચીની રહેતી હોય છે. શરીરમાં અસ્ફૂર્તિ આવી જાય છે, કોઈ પણ કામ કરવામાં વારે વારે થાક લાગવો, શરીરમાં લોહીની ઉણપ થઈ જવી, શરીર વીક થવાથી ચક્કર આવે, તાવ આવે, ખોરાક ખાવાનું ના ભાવે, નબળાઈના કારણે મનમાં અશાંતિ રહેવી વગેરે નબળાઈના લક્ષણો છે.
અશક્તિ અને નબળાઈ દૂર કરવાના ઘરેલુ ઉપચાર: દરરોજ સવારે અને સાંજે એક- એક ચમચી શુદ્ધ મઘ ખાઈ લેવાનું છે. હવે મઘનું સેવન કર્યા પછી એક વાટકી દૂધ ગરમ કરીને પી જવાનું છે. આ ઉપાય દરરોજ કરવાથી શરીરમાં કયારેય અશક્તિ અને નબળાઈ આવશે નહિ અને મન શાંત રહેશે.
જો વારે વારે કોઈ પણ કામ કરતા હોય અને શરીરમાં અશક્તિ અને નબળાઈ આવી જતી હોય તો એક ખજૂર, એક ઈલાયચી, ત્રણ થી ચાર કિસમિસના દાણા બધાને મિક્સ કરીને એક ચમચી મઘ ઉમેરીને ખાઈ લેવું. જેથી આંખો દિવસ શરીરમાં થાક અને અને કમજોરી નહીં આવે.
શરીરમાં થાક નબળાઈ અને અશક્તિને દૂર કરવા માટે રોજ ત્રણ ખજૂરની પેશી, 7-8 કિસમિસના દાણા ખાઈ લેવા જોઈએ. તને નિયમિત ખાવાથી લોહી શુદ્ધ કરે છે અને લોહીને નવું બનાવામાં મદદ કરે છે.
રોજ ચાર ખજૂર ની પેશી ખાઈ લીઘા પછી તેની ઉપર એક ગ્લાસ હૂંફાળું દૂધ પીવાથી શરીરમાં અશક્તિ અને નબળાઈ દૂર થઈ જાય છે. આ ઉપરાંત શરીરમાં સ્ફૂર્તિ આવે છે. અને આખો દિવસ કામ કરવા છતાં પણ થાક નો અહેસાસ થતો નથી.