હાડકાં આપણા શરીરનું ખુબજ અગત્યનું અંગ છે. શરીરમાં હાડકા મજબૂત હોય તો શરીર યોગ્ય રીતે કામ કરે છે. આથી શરીરની સંભાળ રાખવાની સાથે હાડકાંની પણ કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. હાડકા શરીરના બંધારણને મજબૂત રાખવામાં મદદ કરે છે.
ઉમર વધતા હાડકાં નબળા થવા લાગે છે, તેથી હાડકાંને સમયસર મજબૂત બનાવવા જરૂર બની જાય છે. 25 થી 30 વર્ષની ઉંમરમાં જ હાડકા મજબૂત હોય છે. 35 વર્ષની ઉંમર પછી હાડકાં નબળાં થવા લાગે છે અને ઓસ્ટિયોપોરોસિસ જેવી ગંભીર બીમારીઓનું જોખમ વધી જાય છે.
હાડકાં નબળા થવા પર ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, પરંતુ હાડકાંને મજબૂત કરવા માટે ઘરે જ અનેક ઉપાયો કરી શકાય છે. તો આવો જાણીએ હાડકાંને મજબૂત બનાવવા માટે ખોરાકમાં શું સામેલ કરવું જોઈએ.
હાડકાંને મજબૂત બનાવવા માટે દરરોજ વિટામિન્સ અને મિનરલ્સ લેવું ખૂબ જ જરૂરી છે. સ્વસ્થ રહેવા માટે સંતુલિત અને નિયમિત આહાર લેવો પણ ખૂબ જ જરૂરી છે. જો અત્યારથી જ હાડકા માટે બેદરકારી રાખવામાં આવે તો પાછળથી ઘણી હાડકાં સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
હાડકાંને મજબૂત રાખવા માટે દરરોજ નાસ્તામાં બાફેલા ઈંડા અથવા આમલેટ લઈ શકાય છે. કારણ કે ઈંડામાં સારી માત્રામાં વિટામિન હોય છે. તેનાથી હાડકા મજબૂત થાય છે. સોયાબીન બીજા નંબર પર
ખાવું જોઈએ , જેમાં પ્રોટીન અને કેલ્શિયમ સારી માત્રામાં જોવા મળે છે. તેને ખાવાથી પણ હાડકા મજબૂત રહે છે. આ માટે તમારા આહારમાં સોયાબીનનો સમાવેશ કરો.
દૂધ માં કેલ્શિયમ હોય છે તેથી તેને પીવાથી કેલ્શિયમ મળે છે. જેના કારણે હાડકા મજબૂત રહે છે. દૂધ અલગ અલગ રીતે લઈ શકાય છે. તમે તેની સ્મૂધી બનાવીને, અથવા તેમાં ઓટ્સ ઉમેરીને, અથવા તો એકલા દૂધ પી શકાય. ઘણા લોકોને દૂધ ગમતું નથી. તો તેના માટે પણ અમારી પાસે એક સારો વિકલ્પ છે જે છે દહીં.
દહીંમાં પ્રોટીન અને કેલ્શિયમ સારી માત્રામાં હોય છે, જે હાડકાંને મજબૂત બનાવે છે. પનીરમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ મળી આવે છે અને તે હાડકાંને મજબૂત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
હાડકાંને મજબૂત કરવા માટે ડ્રાયફ્રૂટ્સ શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. ડ્રાયફ્રૂટ્સ માત્ર શિયાળામાં જ નહીં ઉનાળામાં પણ ખાવામાં આવે છે. બદામ અને અખરોટ જેવા ડ્રાયફ્રૂટ્સમાં સારી માત્રામાં પ્રોટીન અને કેલ્શિયમ જોવા મળે છે. જેને ખાવાથી હાડકા નબળા નથી પડતા પરંતુ મજબૂત રહે છે.
બાળકો હોય કે વૃદ્ધ, ડોકટરો દરેકને લીલા શાકભાજી ખાવાનું કહે છે. લીલા શાકભાજીમાં પાલક અને સલગમ સૌથી વધુ ખાવા જોઈએ, કારણ કે તે ન માત્ર હાડકાંને જ મજબૂત બનાવે છે, પરંતુ તેમાં પોષક તત્વો પણ મળી આવે છે.
જો તમે પણ હાડકાને મજબૂત કરવા માંગતા હોય તો અહીંયા જણાવેલી વસ્તુનું સેવન કરીને તમારા હાડકાને મજબૂત કરી શકો છો. માહિતી પસંદ આવે તો તમારા મિત્રોને જરૂરીથી જણાવશો.