ઘણા લોકો સવારે ઉઠીને એક કપ ચા અને બિસ્કીટ ખાવાનું પસંદ કરે છે. તે પછી તેઓ સીધું બપોરનું ભોજન લે છે. ઘણા લોકો તેમના દિવસની શરૂઆત ઓટમીલ, ફળ અથવા ઈંડાથી કરતા હોય છે. તમે વિચારત હશો કે બેમાંથી કયું સાચું છે?
તમને જણાવી દઈએ કે જેઓ સવારે ઉઠીને હેલ્ધી બ્રેકફાસ્ટ કરે છે તે સારું છે. જો કે, કેટલાક તર્ક મુજબ, સવારનો નાસ્તો ના કરવાથી પણ શરીર પર સકારાત્મક અસર પડે છે. પરંતુ અમે અહીં ફિટનેસને ધ્યાનમાં રાખીને તમને જણાવીશું.
તમે વજન ઘટાડતા હોય કે ફિટનેસમાં મસલ્સ વધારતા માંગતા હોય તો, તમારા માટે સવારનો નાસ્તો કરવો જરૂરી હોય છે. સવારે કરવામાં આવેલો નાસ્તો તમને દિવસભર એનર્જી આપે છે અને મેટાબોલિઝમને પણ બુસ્ટ કરે છે.
એટલા માટે તમારે નાસ્તાની ભૂલો પર ધ્યાન આપ્યા વિના તે જાણવું ખૂબ જ જરૂરી છે કે નાસ્તામાં શું ખાવું અને શું ન ખાવું, પરંતુ એ પહેલા મારા મનમાં એક પ્રશ્ન આવે છે કે નાસ્તો કરવો જોઈએ કે નહીં? જો નાસ્તો નથી કરતા તો શું થાય છે? તો આવો જાણીયે કે નાસ્તો ન ખાવાથી શરીર પર કેવી નકારાત્મક અસરો થઈ શકે છે.
1. ડાયાબિટીસનું જોખમ વધારે છે : ટેક્સાસ ચિલ્ડ્રન્સ હોસ્પિટલના વરિષ્ઠ ક્લિનિકલ ડાયેટિશિયન ક્રિસ્ટી કિંગના જણાવ્યા અનુસાર, નાસ્તો ન કરવાથી ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ વધી શકે છે. ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ અને હોર્મોન રેગ્યુલેશનને કારણે મોટાપાનો ખતરો વધી જાય છે. આ સાથે હાર્ટ એટેક અને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થવાની પણ શક્યતાઓ વધુ હોય છે.
2. શરીરમાં જરૂરી પોષક તત્વોનો અભાવ : સવારનો નાસ્તો પહેલા ઓછામાં ઓછા 7-8 કલાક સુધી કંઈપણ ખાધું ન હોવાથી શરીરમાંથી ખૂબ જ જરૂરી પોષક તત્વો લેવા માટે સવારનો નાસ્તો એ શ્રેષ્ઠ સમય છે. જો તમે હેલ્દી અને વિટામિન, મિનરલથી ભરપૂર નાસ્તો કરો છો તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. જો તમને સવારે ભૂખ ન લાગે તો 1-2 કલાક પછી ખાઓ, પરંતુ કંઈક ખાઓ.
3. બ્લડ સુગર વધે છે : નાસ્તો ન કરવાથી તમારા બ્લડ સુગર લેવલ પર અસર થાય છે. તેનાથી તમને ભૂખ લાગવાની સાથે ગુસ્સો પણ આવી શકે છે. વાસ્તવમાં બ્લડ શુગર લેવલ લો થવાને કારણે તમારો મૂડ બગડી જાય છે, તેનાથી એનર્જી તેમજ જ્ઞાનાત્મક કાર્યમાં ઘટાડો થાય છે.
4. મેટાબોલિજ્મ ધીમું થઇ જાય છે : જો તમે નાસ્તો નથી કરતા તો તમારું મેટાબોલિઝમ ધીમું પડી જાય છે. સવારનો નાસ્તો તમારા ચયાપચયને વેગ આપે છે, પરંતુ જ્યારે તમે નાસ્તો નથી કરતા તો તમારા ચયાપચયને વેગ મળશે નહીં. આના કારણે કેલરી પણ ઓછી બર્ન થશે અને પરિણામ થોડું મોડું મળશે.
5. પ્રોટીનનું સેવન ઓછું થશે : સમોસા- કચોરીને બદલે પ્રોટીનયુક્ત નાસ્તાથી દિવસની શરૂઆત કરવી જોઈએ . લીન પ્રોટીનનું સેવન જેમ કે ઈંડા, પ્રોટીન પાવડર અથવા ઓછી ચરબીવાળું ગ્રીક દહીં તમારું એનર્જી લેવલ જાળવી રાખે છે.
પરંતુ જો કોઈ તેનું સેવન નાસ્તામાં નથી કરતા તો દિવસભર તમારી એનર્જી ઘટશે અને પ્રોટીનનું પ્રમાણ પણ ઘટશે. ભારતીય ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. જો તમે સવારમાં લિન પ્રોટીનનું સેવન નથી કરતા તો સ્વાભાવિક રીતે શરીરની જરૂરિયાતો મુજબ તમે પ્રોટીન લઈ શકશો નહીં.
6. રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે : જો તમે નાસ્તો ન કરો તો રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે. રાત્રે 7-8 કલાક સુધી કંઈપણ ન ખાવાથી ઉપવાસનો સમય વધી જાય છે જે કોષોને નુકસાન પહોંચાડવા લાગે છે. આથી રોગપ્રતિકારક કોષોના સ્વસ્થ સ્તરને જાળવી રાખવા માટે નિયમિત નાસ્તો કરવો જરૂરી છે.
7. તૃષ્ણાઓ વધે છે : નાસ્તો ન કરવાથી જંક ફૂડ અને ફાસ્ટ ફૂડની લાલસા વધે છે. તેથી નાસ્તો કરવાનું ક્યારેય ભૂલશો નહીં. જો તમને સવારે મોડું થાય છે તો પણ કામ પર કે ઓફિસ જતા એક સફરજન અને એક બાફેલું ઈંડું ખાઓ. પરંતુ નાસ્તો કરવાનું ભૂલશો નહીં.
8. સારા બેક્ટેરિયા વધતા નથી : માઈક્રોબાયોલોજિસ્ટ કિરણ ક્રિશ્નન અનુસાર, તૂટક તૂટક ઉપવાસ વચ્ચે નાસ્તો કરવાથી સારા બેક્ટેરિયા વધે છે. આ બેક્ટેરિયા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. સારા બેક્ટેરિયા માનવ વૃદ્ધિ હોર્મોનના ઉત્પાદનમાં પણ વધારો કરે છે અને ચરબી બાળે છે.
9. સ્થૂળતાનું જોખમ વધી શકે છે : જે લોકો સવારનો નાસ્તો નથી કરતા તેઓ સવારે થોડું ખાનારાની તુલનામાં મોટાપણું જોખમ વધુ રહેલું છે. સવારનો નાસ્તો છોડવાથી તમને થાક લાગે છે કારણ કે સવારમાં ભૂખ નથી લાગતી. બપોરે એક સાથે વધારે ખાવાથી વજન ચાર ગણું વધી જાય છે.
હેલ્ધી બ્રેકફાસ્ટ સાથે તમામ ભોજનને હેલ્ધી રાખો પછી જુઓ કે તમને કેટલા ઝડપથી સારા પરિણામો મળે છે. સારું ખાઓ, ઘણું કામ કરો અને સ્વસ્થ રહો. આરોગ્ય સંબંધિત આવી વધુ માહિતી મેળવવા ગુજરટફિટનેસ સાથે જોડાયેલા રહો.