શરીરને સ્વસ્થ રાખવા માટે ઘણા બધા પોષક તત્વો ની સૌથી વધુ જરૂર હોય છે. આ માટે આહારમાં પોષક તત્વોથી ભરપૂર હોય તેવા ખોરાક નો સમાવેશ કરવો જોઈએ. આપણા શરીરને સૌથી વધુ કેલ્શિયમ ની જરૂર પડી હોય છે.
કારણકે આપણા શરીરના હાડકાને મજબૂત બનાવવા માટે કેલ્શિયમ ની આવશ્યકતા વધુ હોય છે, આ માટે કેલ્શિયમ થી ભરપૂર હોય તેવા ખોરાક ખાવા જોઈએ. જે હાડકાને મજબૂત બનાવવા માં મદદ કરે છે. આજે મોટાભાગે ઘણા લોકો હાડકાને લગતી સમસ્યાઓ થતી હોય છે.
જે સમસ્યા પહેલા સમયમાં વડીલોમાં જોવા મળતી હતી. પરંતુ તે આજે નાની ઉંમરે ઘણા લોકોમાં જોવા મળી રહી છે. કેલ્શિયમ ઓછું થવાના કારણે હાડકામાં કડકડ અવાજ, સાંઘાના દુખાવા, ઢીચણ ના દુખાવા, કમરના દુખાવા વગેરે થતા હોય છે.
જેમાં રાહત મેળવવા માટે આજે કેટલાક આહાર વિષે જણાવીશું, જેને રોજિંદા આહારમાં સમાવેશ કરવાથી કેલ્શિયમની કમી પુરી થાય છે અને હાડકાને અંદરથી મજબૂત બનાવે છે. તો ચાલો કેલ્શિયમથી ભરપૂર હોય તેવા આહાર વિષે જાણીએ.
દેશી ચણા : દેશી ચણા શરીર ના સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી છે, તે શરીરને મજબૂત બનાવે છે, તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, ફાયબર, પ્રોટીન જેવા મહત્વ પૂર્ણ તત્વો મળી આવે છે. આ માટે રોજે સવારે એક મુઠી દેશી પલાળેલ ચણા ખાવા જોઈએ.
દૂઘ પીવો: દૂધ એક પૌષ્ટિક આહાર છે. આ માટે તેને રોજિંદા આહારમાં સમાવેશ કરવો જોઈએ, તેમાં ખુબ જ સારી માત્રામાં કેલ્શિયમ હોય છે. જે કમજોર પડી ગયેલ હાડકાને મજબૂત બનાવે છે આ સાથે હાડકાને જરૂરી પોષણ આપી હાડકા સંબધિત દરેક સમસ્યાને દુર કરવામાં મદદ કરે છે.
દહીં ખાઓ: દહીંમાં પણ ખુબ જ સારા પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. આ માટે તેને બપોરના ભોજન સાથે સમાવેશ કરવો જોઈએ, રોજે બપોરના ભોજન પછી એક વાટકી દહીં ખાઈ લેવાથી કેલ્શિયમ ની કમી પુરી થાય છે, દહીં ખાવાથી પાચનક્રિયામાં પણ સારી થાય છે.
જો તમે નિયમિત પણે આ ત્રણ વસ્તુને આહારમાં સમાવેશ કરશો તો આજીવન શરીરમાં કેલ્શિયમ ની કમી થશે નહીં અને હાડકાને આજીવન મજબૂત અને હેલ્ધી બનાવી રાખશે.